બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Get involved in politics with the statement given by CM Yogi

રાજકારણ / હું તો મે મહિનામાં શિમલા બનાવી દઉં છું: CM યોગીના ગરમી ઉતારવાના નિવેદન પર વિપક્ષ બગડ્યું

Ronak

Last Updated: 03:58 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવું નિવેદન આપ્યું હતું કે હું તો મે મહિનામાં પણ શિમલા બનાવી દઉ છું જેથી તેમના આ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

  • સીએમ યોગીના નિવેદનને લઈ તેઓ ચર્ચામાં 
  • વિપક્ષે સોશિયલ મીડિયામાં સીએમ યોગી પર પ્રહાર કર્યા 
  • મે મહિનામાં શિમલા બનાવુંના નિવેદનથી રાજકારણમાં ગરમાવો 

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગત રવિવારે એવું નિવેદન આપ્યું હતું કે આ જે ગરમી અત્યારે કૈરાના અને મુજફ્ફરનગરમાં જોવા મળી રહી છે તે અમુક જગ્યાએ જોવા મળી રહી છે. હું તો મે અને જૂનની ગરમીમાં પણ શિમલા બનાવી દઉ છું. સીએમ યોગીનો આ કાર્યક્રમ હાપુડના પિલખુઆમાં થયો હતો અને તેમના નિશાના પર આખું પશ્ચિમ ઉત્તરપ્રદેશ હતું. જોકે તેમના નિવેદન બાદ ઉત્તરપ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

ચન્દ્ર શેખર આઝાદે ટ્વીટ કરી પ્રહાર કર્યા 

યોગી આદિત્યનાથના નિવેદન પર ભીમ આર્મીના ચંન્દ્ર શેખર આઝાદ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું જેમા તેમણે પલટવાર કરતા એવું કહ્યું કે મે અને જૂનની ગરમીમાં મુખ્યમંત્રી શિમલા બનાવી શકે છે. પરંતુ તેમના ગૃહમાં એક માતા ન્યાય માટે આંસૂ વહાવે તો તેને ન્યાય નથી અપાવી શકતા. સાથેજ તેમણે કહ્યું મે જોયું છે કે ગોરખપુરમાં ઘણા બધા લોકો દર્દ છુપાવીને બેઠા છે. જેથી આસુઓનો હિસાબતો આપવો પડશે. 

અરુણ રાજભરે પણ પલવાર કર્યો 

ઓપી રાજભરના પુત્ર અરુણ રાજભરે સીએમ યોગી પર પલટવાર કરતા કહ્યું કે સંત આ રીતની ભાષા ન વાપરી શકે આ ભાષાતો એક ગુંડાની છે. સાથેજ તેણે એવું પણ કહ્યું કે આવા ગુંડાઓનો ફરી રડવાનો સમય આવી ગયો છે. ઉત્તરપ્રદેશની જનતા હવે પરિવર્તન કરવા જઈ રહી છે. યોગી આદિત્યનાથના નિવેદન પર સામાન્ય લોકો પણ તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

પશ્ચિમ યુપીના મતદાતાઓ મનાવી રહ્યું છે ભાજપ  

ઉલ્લેખનીય છે કે ભાજનો પ્રયાસ પશ્ચિમ યુપીમાં જે નારાજ મતદાતા છે તેમને મનવાનો છે. અમિતશાહ સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ પશ્ચિમ યુપીમાં ડેરો નાખીને બેઠા છે. વિપક્ષ પણ ભાજપ પર ઘર્મની રાજનીતિ કરવાના આરોપ લગાવી રહી છે. જ્યારે બીજી તરફ ભાજપ દ્વારા હવે પલાયન, ધમાલ અને વિકાસ મુદ્દે વોટ માંગવામાં આવી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ