બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Geniben Thakor's sarcasm on Pradhan Ji Thakor for elections 2022

કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ / ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં ગેનીબેન ઠાકોરે પ્રધાનજી ઠાકોર પર સાધ્યું નિશાન, આપ્યું મોટું નિવેદન

Dhruv

Last Updated: 12:21 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણી પહેલા જ બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. વાવના MLA ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં પ્રધાનજી ઠાકોર પર આકરા પ્રહાર કર્યા છે.

  • ચૂંટણી પહેલા બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું
  • ગેનીબેન ઠાકોરે પ્રધાનજી ઠાકોર પર સાધ્યું નિશાન
  • આગેવાનો સ્વાર્થ માટે બીજાના હાથા બનીને આવે છે: ગેનીબેન

વાવના MLA ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં પ્રધાનજી ઠાકોર પર નિશાન સાધતા કહ્યું કે, 'આગેવાનો સ્વાર્થ માટે બીજાના હાથા બનીને આવે છે. ચૂંટણી સમયે આગેવાનો બીજા લોકોનો હાથો બની રહ્યાં છે. શંકર ચૌધરીને મદદ કરવા અમુક લોકો હાથા બની રહ્યાં છે.'

પ્રધાનજી ઠાકોરે ગુલાબસિંહ રાજપુત પર કર્યા હતા ગંભીર આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, પ્રધાનજી ઠાકોરે ગુલાબસિંહ રાજપુત પર આક્ષેપ કર્યા હતા. જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોરે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પર ભેદભાવના આરોપ લગાવ્યા હતા. પ્રધાનજી ઠાકોરને ગુલાબસિંહ રાજપૂતે હરાવ્યાં હોવાના આક્ષેપ કર્યા હતા. 2021ની યુથ કોંગ્રેસની ચૂંટણીમાં પ્રધાનજી ઠાકોરની હાર પાછળ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પ્રધાનજી ઠાકોર જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તથા તેઓએ આવનારી ચૂંટણીમાં ટિકિટની પણ માંગણી કરી છે. જો કોંગ્રેસ ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપશે તો ઠાકોર સમાજ તેમનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઇ હતી.

કોંગ્રેસની બાર સાંધે ત્યાં તેર તુટે જેવી હાલત..!

ઉલ્લેખનીય છે કે, હાલમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સર્જાયેલી છે. કારણ કે તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ (Harshad ribadiya) કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હર્ષદ રિબડીયાએ 6 ઓગસ્ટના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે પોતાના સમર્થકો સાથે તેઓએ કેસરિયો ધારણ કરી લીધો હતો. જોકે રિબડીયા ભાજપમાં જોડાતા હવે એવા પણ તર્કવિતર્ક પણ થઈ રહ્યાં છે કે, શક્ય છે કે હર્ષદ રિબડીયા વિસાવદર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

બાલાસિનોરના નેતા ઉદયસિંહ ચૌહાણે પણ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું

આ સિવાય વિસાવદરના MLA પદેથી હર્ષદ રિબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બાલાસિનોરના નેતા ઉદયસિંહ ચૌહાણે પણ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ કોંગ્રેસ છોડીને ગોપાલ ઇટાલિયાના હસ્તે AAPનો ખેસ ધારણ કરીને આપમાં જોડાયા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આખરે કેટલા નેતાઓ હવે કોંગ્રેસને ટાટા-બાય-બાય કહેશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ