બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / general atlantic invests rs 6 598 crore in reliance jio platforms

રોકાણ / ફેસબુક બાદ આ કંપનીનું રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં અધધ આટલા કરોડ રૂપિયાનું રોકાણ

Published By: Mehul

Last Updated: 10:19 AM, 18 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુક (Facebook) બાદ હવે અમેરિકાની અગ્રણી રોકાણ કંપની જનરલ એટલાન્ટિકે પણ બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની જિયો પ્લેટફોર્મ્સમાં માઇનોરિટી શૅર્સ માટે લગભગ 6,598 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું કે જનરલ એટલાન્ટિકે તેના ડીજીટલ એકમ જિયો પ્લેટફોર્મ્સમાં 1.34 ટકાની ભાગીદારીના બદલામાં 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

  • એટલાન્ટિકનું જિયો પ્લેટફોર્મ્સમાં 1.34 ટકાની ભાગીદારીના બદલામાં 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ
  • આ જનરલ એટલાન્ટિકનું એશિયાની કોઇપણ કંપનીમાં અત્યાર સુધીનું સૌથી મોટુ રોકાણ હશે

આ જનરલ એટલાન્ટિકનું એશિયાની કોઇપણ કંપનીમાં અત્યાર સુધીનું સૌથી મોટુ રોકાણ હશે. જિયો પ્લેટફોર્મ્સે અત્યાર સુધીમાં ચાર સપ્તાહથી પણ ઓછા સમયમાં ફેસબુક, સિલ્વર લેક પાર્ટનર્સ, વિસ્ટા ઇક્વિટી પાર્ટરન્સ અને જનરલ એટલાન્ટિક સહિત પ્રમુખ ટેક્નોલોજી રોકાણકારોથી 67,194.75 કરોડ રૂપિયા મેળવ્યા છે. 

આ પહેલા જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુકે 43,574 કરોડ રૂપિયામાં 9.99 ટકા, સિલ્વર લેકે 5,665.75 કરોડ રૂપિયામાં 1.15 ટકા અને વિસ્ટા ઇક્વિટીએ 11,367 કરોડ રૂપિયામાં 2.32 ટકા ભાગીદારી ખરીદી હતી. અત્યાર સુધીના આ ચાર સોદામાં જિયો પ્લેટફોર્મ્સની 14.8 ટકા ભાગીદારી વેચવામાં આવી ચૂકી છે. આવનારા સમયમાં આ પ્રકારના વધુ સોદા થવાની આશા રખાઇ રહી છે. 

મુકેશ અંબાણીએ ગત વર્ષે ઓગસ્ટમાં લક્ષ્ય નક્કી કર્યું હતું કે તેઓને માર્ચ 2021 સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને દેવા મુક્ત કંપની બનાવવાની છે. આ સોદા જોતા અંબાણીનું લક્ષ્ય આ વર્ષના ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનું અનુમાન છે. 

નોંધનીય છે કે માર્ચ ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં રિલાયન્સની પાસે 1,75,259 કરોડ રૂપિયાની રોકડ હતી અને તેના ઉપર 3,36,294 કરોડ રૂપિયાનું દેવું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ કહ્યું કે હું ઘણા દાયકાથી જનરલ એટલાન્ટિકને જાણું છું અને અમે જનરલ એટલાન્ટિકની વૈશ્વિક વિશેષજ્ઞતા અને ટેક્નોલોજીમાં રોકાણના 40 વર્ષના રણનીતિપૂર્ણ અનુભવનો જિયોના હિતમાં લાભ ઉઠાવવાને લઇને ઉત્સાહિત છું.

સંકળાયેલા મુદ્દાઓ

Business News General Atlantic Investment Reliance Jio Platforms facebook Investment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ