બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Gay Robbers of Kanpur: Gay Robbers gang shot nudes of same sex people and then blackmailed them for money

કાનપુર / ગે-લૂંટારુઓનો આતંક! App ના માધ્યમથી રૂમમાં બોલાવતા અને શરૂ થતો લૂંટનો ધંધો, ગેંગના 6 લોકોની ધરપકડ

Vaidehi

Last Updated: 06:25 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gay લૂંટારુઓ સમલૈંગિક લોકોને ફસાવીને તેમનાં નગ્ન વીડિયો બનાવતાં અને બાદમાં પૈસાની માંગ કરીને બ્લેકમેઈલ કરતાં. અત્યારસુધીમાં 12 વિદ્યાર્થી પીડિતોની જાણકારી મળી, કાનપુર પોલીસે આપી વિગતવાર માહિતી.

  • કાનપુરમાં ગે-લૂંટારુઓનો મામલો સામે
  • સમલૈંગિકોનાં નગ્ન વીડિયો લઈ કરતાં હતાં બ્લેકમેઈલ
  • ગે લૂટારુંઓનાં 6 આરોપીઓની કરવામાં આવી ધરપકડ

કાનપુરમાં ગે-લૂંટારુઓનો મામલો સામે આવ્યો છે. આ ગેંગ, એપની મદદથી Gay લોકોને પોતાની જગ્યાએ બોલાવતાં હતાં અને ત્યારબાદ તેમનાં નગ્ન વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરતા હતાં. નવાઈની વાત તો એ છે કે આ તમામ ગે-લૂંટારુઓ વિદ્યાર્થીઓ જ છે અને કાનપુરમાં ભણવા માટે આવ્યાં છે. પરંતુ અહીં આવીને લોકોને પરેશાન કરવાનાં કામ કરવા લાગ્યાં છે. કાનપુરમાં પોલીસે હાલમાં 6 લોકોની ધરપકડ કરી છે. આ તમામ ગે વિદ્યાર્થીઓ હતાં જે "બ્લૂએડ" એપનાં માધ્યમથી બીજા સમલૈંગિક લોકોને ફસાવતાં હતાં.

સમલૈંગિકોને ટાર્ગેટ કરતી હતી ગેંગ
શરમનાં કારણે પીડિતો આ બાબતે ફરિયાદ નોંધાવી શકતાં નહોતાં અને પૈસા આપીને મામલો સમાપ્ત કરી દેતાં હતાં. આ જ ભયનો ફાયદો ઊઠાવીને આ ગેંગ વધુને વધુ લોકોને ટાર્ગેટ કરતાં હતાં. સૌથી પહેલાં તેઓ આ એપ પર પોતાની I'd બનાવતાં હતાં અને પછી કાનપુરમાં રહેતાં સમલૈંગિકોનો સંપર્ક કરતાં હતાં. 

UPIનો પાસવર્ડ જણાવવા ફોર્સ કરતાં હતાં
તમામ 6 વિદ્યાર્થીઓ કાનપુરની આસપાસનાં જિલ્લાઓમાંથી અહીં ભણવા માટે આવ્યાં હતાં. આ લોકો SSC અને પોલિટેકનિકનું ભણતર લઈ રહ્યાં હતાં. એપનાં માધ્યમથી ગેંગ અન્ય ગેને બોલાવતાં હતાં અને ડ્રીંક કરાવ્યાં બાદ તેમનો ન્યૂડ વીડિયો બનાવતાં હતાં. વીડિયો બનાવ્યાં બાદ ધમકી આપતાં હતાં કે જો UPIનો પાસવર્ડ ન જણાવ્યો તો વીડિયો ઈંટરનેટ પર વાયરલ કરી દેશે. આ કામ કરવા માટે ગેંગએ એક જગ્યા ભાડે પણ લીધી હતી.

અત્યારસુધીમાં 12 પીડિતોની મળી જાણકારી
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ એ શોધવા મથી રહી છે કે હજુ કેટલા લોકો ગેંગમાં શામેલ છે. હજુ કેટલા લોકોને ગેંગે ટાર્ગેટ બનાવ્યાં છે. પોલીસ અનુસાર અત્યાર સુધીમાં આશરે 12 જેટલા પીડિતોની જાણકારી મળી આવી છે પરંતુ આ સંખ્યા 50-60 સુધી પહોંચી શકે છે. તમામ આરોપીઓ આ કામ પૈસા કમાવા માટે કરતાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ