બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Gautam Gambhir and Akshay Kumar were after me, Anurag Kashyap raped me, but I loved Irfan Pathan only: This actress made a sensational revelation

બોલિવૂડ / ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર મારી પાછળ પડ્યા હતા, અનુરાગ કશ્યપે રેપ કર્યો, પણ પ્રેમ મેં ઈરફાન પઠાણને જ કર્યો: આ અભિનેત્રીએ કર્યો સનસનીખેજ ખુલાસો

Vishal Khamar

Last Updated: 11:59 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાયલે કહ્યું કે ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા મારી પાછળ પડ્યા હતા. પરંતુ હું માત્ર ઈરફાન પઠાણને પ્રેમ કરતી હતી. વધુમાં કહ્યું કે અનુરાગ કશ્યપે મારી સાથે બળાત્કાર કર્યો હતો. અક્ષય કુમારે મારી સાથે ખરાબ વર્તન કર્યું નથી.

  • અભિનેત્રી પાયલ ઘોષનાં આરોપોએ સનસનાટી મચાવી દીધી
  • અનુરાગ કશ્યપે મારી સાથે રેપ કર્યોઃ પાયલ ઘોષ
  • ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા મારી પાછળ પડ્યા હતાઃ પાયલ ઘોષ

વન ડે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરીને ચર્ચામાં આવેલી અભિનેત્રી પાયલ ઘોષે શુક્રવારે 1 ડિસેમ્બરે વહેલી સવારે  ટ્વીટર પર એક પછી એક અનેક પોસ્ટ કરીને નવી સનસનાટી મચાવી દીધી હતી.  પાયલ ઘોષે પહેલા કહ્યું હતું કે તેણે મજાકમાં શમી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. આ પછી તેણે કહ્યું કે ગૌતમ ગંભીરતેને દરરોજ મિસ્ડ કોલ કરતો હતો. 

ટ્વિટર પર પાયલે એક યુઝરને જવાબ આપતા કહ્યું કે, અરે ભાઈ મેં મજાકમાં ટ્વિટ કર્યું હતું. મારે કોઈ શમી-વમી સાથે લગ્ન કરવા નથી. મને મારી નોર્મલ લાઈફ જોઈએ છે. અને એ પણ સાંભળી લે કે મેં પાંચ વર્ષ સુધી ઈરફાન પઠાણને ડેટ કરતી હતી.  પછી તે બધું પૂરુ થઈ ગયું.  હું આટલી સહેલાઈથી કોઈના પર વિશ્વાસ કરી શકતી નથી.  

પાયલે વધુમાં કહ્યું, મારી પાછળ ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા પડ્યા હતા. પરંતુ હું ફક્ત ઈરફાન પઠાણને જ પ્રેમ કરું છું.  મને તેનાં સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. હું ઈરફાનને દરેક વ્યક્તિ વિશે જણાવતી હતી. અને દરેકના મિસ્ડ કોલ બતાવતી હતી.  મેં માત્ર ઈરફાનને પ્રેમ કર્યો છે બીજા કોઈને નહીં.

જ્યારે એક યુઝરે પૂછ્યું કે તમે પરિણીત લોકો સાથે સંબંધો કેમ રાખો છો. તો પાયલે જવાબ આપ્યો, ઈરફાન પહેલા મારો બોયફ્રેન્ડ હતો. અમે 2011થી ડેટ કરી રહ્યા હતા અને તેણે 2016માં લગ્ન કર્યા હતા. આ બકવાસ બંધ કરો.

પાયલ અહીં જ ન અટકી. તેણીએ આગળની પોસ્ટમાં કહ્યું, પરંતુ એક વાત હજુ છે. અનુરાગ કશ્યપે મારા પર બળાત્કાર કર્યો.અક્ષય કુમારે મારી સાથે ગેરવર્તન કરી નથી. તે આટલો મોટો સ્ટાર છે. એટલે હું હંમેશા તેનું સન્માન કરીશ. 

પાયલે આગળ કહ્યું,  ગૌતમ ગંભીર મને નિયમિતપણે મિસકોલ કરતો હતો. ઈરફાન આ વાત સારી રીતે જાણતો હતો. તે મારા બધા કોલ ચેક કરતો હતો. તેણે આ વાત મારી સામે યુસુફ ભાઈ, હાર્દિક અને કૃણાલ પંડ્યાને પણ કહી હતી. જ્યારે હું ઈરફાનને પુણેમાં મળવા ગઈ હતી.  તે બરોડાની ડોમેસ્ટિક મેચ હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ