બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / gautam adani out from 100 billion dollar club amid stock market crash

સ્ટોક માર્કેટ ક્રેશ / બુધવારના સ્ટોક માર્કેટ બ્લડબાથમાં ગૌતમ અદાણીને 3 મોટા ઝટકાં, આ શેર લેનાર પણ ખિસ્સાં ખાલી

Hiralal

Last Updated: 03:40 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે સ્ટોક માર્કેટમાં થયેલા મોટા ક્રેશમાં ગૌતમ અદાણીને સૌથી વધારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

બુધવારે શેરબજારમાં કોહરામ મચ્યો છે. ભારે વેચવાલીને કારણે શેરબજારમાં મોટો કડાકો આવ્યો હતો અને એક દિવસમાં રોકાણકારોના 13 લાખ કરોડનો ધૂમાડો થઈ ગયો હતો. શેરબજારના આ ક્રેશમાં સૌથી મોટું નુકશાન ગૌતમ અદાણીને થયું છે. 

શું નુકશાન થયું અદાણીને 
શેરબજાર ક્રેશને કારણે ગૌતમ અદાણીની કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 90,000 કરોડ ઘટી ગયું હતું. આ સાથે ગૌતમ અદાણી 100 અબજ ડોલરની ક્લબમાંથી બહાર થઈ ગયા હતા. 

કઈ કંપનીઓના શેરમાં ઘટાડો 
બુધવારે અદાણીના તમામ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સૌથી મોટો હિસ્સો અદાણી ગ્રીન એનર્જીનો શેર 9 ટકા સુધી ગગડ્યો હતો. આ સિવાય અદાણી ટોટલ ગેસમાં 7 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 6 ટકા, અદાણી વિલ્મર 4 ટકા, અદાણી પોર્ટમાં 5 ટકા, અદાણી ગ્રીન સોલ્યુશનમાં 4.5 ટકા અને અદાણી પાવર 5 ટકા ઘટ્યા હતા. શેરમાં ઘટાડા વચ્ચે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 99.9 અબજ ડોલર થઈ ગઈ છે.

સેબી ચીફની આગાહી સાચી પડી 
સેબીના ચીફ માધવી પુરી બુચે થોડા દિવસ એસએમઆઈ આઈપીઓમાં ગોટાળાની આશંકા વ્યક્ત કરી હતી જે સાચી પડી છે. તેમની આગાહી પર ત્વરિત કામ કરાયું હોત તો સ્ટોક માર્કેટ આટલું મોટું ક્રેશ ન થયું હોત. 

અદાણીની બાદશાહી મહિનાભર ચાલી 
અદાણી 8 ફેબ્રુઆરીના દિવસે 100 અબજ ડોલરની ક્લબમાં સામેલ થયાં હતા અને મહિનાભરમાં તો તેઓ આ ક્લબમાંથી નીકળી પણ ગયાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ