બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gathia has also become active in distributing fake tickets for the India-Pakistan cricket match. Gandhinagar PDPU student Raviteja Pagya Pandit was cheated

બોગસ / મેચની ઓનલાઇન ટિકિટ લેનારા ચેતી જજો, ગાંધીનગર PDPUનો વિદ્યાર્થી છેતરાયો, ગઠિયાઓની ટ્રિક જાણી લેજો

Dinesh

Last Updated: 11:02 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad cyber crime : ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈ નકલી ટિકિટ પધરાવતા ગઠિયાએ પણ એક્ટિવ થયા છે, ગાંધીનગર PDPUનો વિદ્યાર્થી રવિતેજા પજ્ઞા પંડિત છેતરાયો છે

  • મેચની ઓનલાઇન ટિકિટ લેનારા ચેતજો
  • ક્રિકેટ મેચની નકલી ટિકિટ આપી ગઠિયાએ કરી છેતરપિંડી
  • ગાંધીનગર PDPUનો વિદ્યાર્થી રવિતેજા પજ્ઞા પંડિત છેતરાયો

આગામી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાવાની છે. ત્યારે આ ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈ નકલી ટિકિટ પધરાવતા ગઠિયાએ પણ એક્ટિવ થયા છે. ગાંધીનગર PDPUનો વિદ્યાર્થી રવિતેજા પજ્ઞા પંડિત છેતરાયો છે. વિધાર્થીએ ઈન્ટાગ્રામ આઈડીમાં આવેલી રીલમાં આધારે એક પોર્ટલથી ગઠિયાના સંપર્કમાં આવ્યો હતો. જે મારફતે ટિકિટ ખરીદી હતી

 6 ટિકિટ લેવાના કુલ 21 હજાર નક્કી કર્યા હતા.
રવિતેજા પજ્ઞા પંડિતએ 6 ટિકિટ લેવાના કુલ 21 હજાર રૂપિયા ગઠિયા સાથે નક્કી કર્યા હતા. જેમાં ટિકિટ પહેલા પ્રથમ 25 ટકા લેખે 6 ટિકિટના 5,250 રૂપિયા ભર્યા હતા. ઓનલાઈન ટિકિટ ઈ મેઈલથી મળશે અને તે પછી 50 ટકા લેખે રૂ.10,500 ભરવાના નક્કી કર્યા હતા. 25 ટકા રકમ ભર્યા પછી 17, ડી.18, ડી-19, ડી-20, ડી-21, ડી-22 બેઠક નંબર, બુકીંગ આઈડી અને ક્યુઆર કોડ મોકલ્યો હતા. QR Code સ્કેન કરતાં તે બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.

સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જો કે, રવિતેજા પજ્ઞા પંડિત જાણ થઈ કે, તે છેતરપિંડીનો ભોગ બન્યો છે ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી તપાસ કરતા આરોપી મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું હતું. જો કે, સમગ્ર મામલે સાયબર ક્રાઇમ વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ ભરપૂર છે તેમજ ટિકિટોનું પણ બુકિંગ થઈ ગયું છે ત્યારે કેટલાક ગઠિયાઓ પણ છેતરપિંડી આચરવા એક્ટિવ થયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ