બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ક્લાઈમેટ ચેન્જ સામે નવું હથિયાર, પ્રદૂષણથી પાવર જનરેશન;હવામાંથી જ બનાવશે વીજળી

ટેક્નોલોજી / ક્લાઈમેટ ચેન્જ સામે નવું હથિયાર, પ્રદૂષણથી પાવર જનરેશન;હવામાંથી જ બનાવશે વીજળી

Jinal Chauhan

Last Updated: 09:07 AM, 24 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજ્ઞાનીઓએ એક અનોખી ગેસ બેટરી બનાવી છે જે હવામાંથી પ્રદૂષણ શોષી લઈને તેમાંથી વીજળી બનાવે છે. આ ડિવાઇસ પ્રદૂષણને જ ઇંધણ તરીકે ઉપયોગમાં લે છે.

વિજ્ઞાનીઓએ એક નવું અને અદ્ભુત ડિવાઇસ બનાવ્યું છે જે હવામાં રહેલા પ્રદૂષણને વીજળીમાં ફેરવી શકે છે. આ ડિવાઇસનું નામ ગેસ કૅપ્ચર એન્ડ ઇલેક્ટ્રિસિટી જનરેટર (GCEC) છે. આ ડિવાઇસ હવામાં રહેલી કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવી ગેસોને પકડીને તેને ઉપયોગી ઊર્જામાં બદલાવે છે. આ એક એવી ગેસ બેટરી છે જે ગેસમાંથી વીજળી બનાવે છે. આ ડિવાઇસ ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં ખૂબ મદદરૂપ બની શકે છે. તે માત્ર હવામાંથી પ્રદૂષણ ઓછું કરશે એટલું જ નહીં પરંતુ તેને એક કિંમતી ઊર્જા સ્ત્રોતમાં પણ ફેરવી દેશે.

આ ડિવાઈસમાં શું નવું છે?

હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ પકડીને તેનો ઉપયોગ કરીને સ્ટોર કરવાની ટેક્નોલોજી પહેલેથી ઉપલબ્ધ છે. આ ટેક્નોલોજી ઝેરી ગેસોને શોષીને સંગ્રહ કરે છે જેથી તે ફરી વાતાવરણમાં ન જાય પરંતુ તેને ચલાવવા માટે ઘણી ઊર્જા જોઈએ છે તેથી તે ખર્ચાળ અને ઓછું અસરકારક બને છે. હવે નવી ગેસ બેટરીએ આ રમત બદલી દીધી છે કારણ કે તે ગેસ પકડવા માટે ઊર્જા ખર્ચતી નથી પરંતુ એ જ પ્રક્રિયામાંથી વીજળી ઉત્પન્ન કરે છે.

આ ગેસ બેટરી કેવી રીતે કામ કરે છે

કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવી પ્રદૂષિત ગેસો જ્યારે આ ડિવાઇસ સાથે સંપર્કમાં આવે છે ત્યારે તે તેની સપાટી પર ચોંટી જાય છે. ત્યારબાદ ડિવાઇસની અંદર ચાર્જ્ડ કણો (પાર્ટિકલ્સ) હલનચલન કરવા લાગે છે જેના કારણે કોઈપણ બહારની વીજળી વગર સતત વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ડિવાઇસ કાર્બન આધારિત સામગ્રી અને હાઇડ્રોજેલથી બનાવવામાં આવ્યું છે અને તેમાં પ્રદૂષણ જ ઇંધણની જેમ કામ કરે છે જેનાથી સતત વીજળી ઉત્પન્ન થતી રહે છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ વોટ્સએપથી થશે મોબાઇલ રિચાર્જ! ₹ આઇકોન પર ક્લિક કરતા જ મળશે સુવિધા

ગેસ બેટરી ક્યાં યુઝ થઈ શકે છે?

આ ગેસ બેટરી ક્યાં ઉપયોગી થઈ શકે તે સરળ રીતે સમજીએ તો તેને એવા ડિવાઇસમાં વાપરી શકાય છે જેને બહુ ઓછી ઊર્જાની જરૂર હોય છે. ખાસ કરીને IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) જેવા નાના ડિવાઇસ ચલાવવામાં તે ખૂબ મદદરૂપ બની શકે છે, કારણ કે તેમને ઓછી વીજળી જોઈએ છે પરંતુ તેમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઉદ્યોગોમાં પણ ખાસ કરીને વધારે ધુમાડો છોડતા પ્લાન્ટ્સમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યાં આ બેટરી પ્રદૂષણ ઘટાડવાની સાથે સાથે વધારાની વીજળી પણ ઉત્પન્ન કરશે. સંશોધકોનું માનવું છે કે આ ટેક્નોલોજીથી ટકાઉ ઊર્જા સિસ્ટમ વિકસાવવામાં મદદ મળશે અને દેશોને કાર્બન ન્યુટ્રલ બનવાના લક્ષ્ય સુધી પહોંચવામાં સહાય મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gas battery technology pollution to electricity GCEC device
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ