બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વોટ્સએપથી થશે મોબાઇલ રિચાર્જ! ₹ આઇકોન પર ક્લિક કરતા જ મળશે સુવિધા
Last Updated: 09:39 PM, 23 April 2026
અત્યાર સુધી લોકોને તેમના મોબાઇલ ફોનને ઓનલાઈન રિચાર્જ કરવા માટે બીજા મોબાઇલ કંપનીની એપ્લિકેશનો સાથે Paytm કે UPI એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવી પડતી હતી. પણ હવે તમે તમારા મોબાઇલ ફોનને સીધા WhatsApp દ્વારા રિચાર્જ કરી શકશો. કેમ કે WhatsApp પર આ ફીચરની જાહેરાત કરવામાં આવી છે. WhatsApp પર પ્રીપેડ મોબાઇલ રિચાર્જ Android અને iOS બંને ફોન પર ઉપલબ્ધ થશે. ભારતના બધા યુઝર્સ આગામી થોડા અઠવાડિયામાં તેનો ઉપયોગ કરી શકશે. જ્યારે NBT Tech એ આ ફીચરનું ટેસ્ટીંગ કર્યું છે ત્યારે અમને તે હજુ સુધી મળી શક્યું નથી. ચાલો WhatsApp દ્વારા તમારા મોબાઇલ ફોનને રિચાર્જ કરવાના પગલાં શોધીએ.
ADVERTISEMENT
WhatsApp નું આ મુખ્ય ફીચર ધીમે ધીમે બધા ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી અઠવાડિયામાં, Android અને iOS યુઝર્સ એટલે કે, Apple યુઝર્સ , WhatsApp નો ઉપયોગ કરીને તેમના મોબાઇલ ફોન રિચાર્જ કરી શકશે. આ ફીચર લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે, જેનાથી બીજી એપ્લિકેશનોનો સહારો લેવાની જરૂરિયાત દૂર થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
મેટાની માલિકીનું વોટ્સએપ હવે મેસેજિંગ પૂરતું લીમીટેડ નથી. જેમાં હવે મેટ્રો ટિકિટ હવે વોટ્સએપ દ્વારા બુક કરી શકાય છે. QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકાય છે. મોબાઇલ નંબર કે બેંક ખાતાની માહિતીનો ઉપયોગ કરીને પણ પેમેન્ટ કરી શકાય છે. મોબાઇલ રિચાર્જ ફીચરના ઉમેરા સાથે, વોટ્સએપ વધુ ઉપયોગી બનશે. હવે Jio, Airtel અને Vodafone-Idea યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરીને તેમના પ્રીપેડ મોબાઇલ ફોન રિચાર્જ કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.