બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ChatGPT યુઝર્સ માટે આવી લેટેસ્ટ અપડેટ, જાણીને ખુશ થઇ જશો, જાણો ટેક્નોલોજી

ટેક / ChatGPT યુઝર્સ માટે આવી લેટેસ્ટ અપડેટ, જાણીને ખુશ થઇ જશો, જાણો ટેક્નોલોજી

Nirav Kumar

Last Updated: 05:44 PM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OpenAI એ નવું ઇમેજ જનરેશન મોડેલ લોન્ચ કર્યું છે. જેમાં આ મોડેલ પહેલા કરતાં વધુ સ્માર્ટ, વધુ સચોટ અને વધુ યુઝર્સ ફ્રેન્ડલી હશે.

OpenAI એ તેના ઇમેજ જનરેશન મોડેલ ChatGPT Images 2.0 નું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ મોડેલ પહેલા કરતાં વધુ સ્માર્ટ, વધુ સચોટ અને વધુ યુઝર્સ ફ્રેન્ડલી છે. તે હવે ફોટોમાં ટેક્સ્ટ, સિમ્બોલ અને ડિઝાઇન એલિમેન્ટ જનરેટ કરી શકે છે. આ અપડેટ પોસ્ટર, ડિઝાઇન કે ક્રિએટીવ વિઝ્યુઅલ બનાવતા યુઝર્સ માટે મહત્વનું છે.

  • ટેક્સ્ટ અને ડિઝાઇન રેન્ડરિંગ

OpenAI મુજબ ChatGPT Images 2.0 માં સૌથી મોટો સુધારો ટેક્સ્ટ રેન્ડરિંગ છે. જ્યારે અગાઉ ફોટોમાં નાના અક્ષરો, સીમ્બોલ અને UI એલિમેન્ટ સચોટ રીતે રેન્ડર કરવામાં આવતા ન હતા, મોડેલ હવે તેમને વધુ ચોકસાઈ સાથે રેન્ડર કરી શકે છે. આ મોડેલ કોમ્પ્લેક્ષ નોટીફીકેશનને વધુ સારી રીતે સમજે છે અને વસ્તુઓને યોગ્ય રીતે મૂકે છે. આ સિવાઈ ઈમેજની એકંદર ડિઝાઇન અને રચના વધુ કુદરતી અને પ્રોફેશનલ દેખાય છે. OpenAI કહે છે કે આઉટપુટ હવે ઓછું AI-જનરેટેડ અને વધુ માનવ-ડિઝાઇન કરેલું લાગે છે.

VTV DIGITAL
  • મલ્ટી લેન્ગ્વેજ સપોર્ટ અને સ્માર્ટ થિંકિંગ ફીચર

આ નવા મોડેલની બીજી વિશેષતા તેનો મલ્ટી લેન્ગ્વેજ સપોર્ટ છે. જેમાં યુઝર્સ હવે હિન્દી, જાપાનીઝ, કોરિયન, ચાઇનીઝ અને બંગાળી જેવી ભાષાઓમાં ઈમેજમાં ટેક્સ્ટ જનરેટ કરી શકે છે. આ માત્ર અનુવાદ પૂરતું લીમીટેડ નથી, પરંતુ ભાષાને ડિઝાઇન સાથે ઇન્ટીગ્રેટ કરે છે. એક નવી થિંકિંગ ફીચર ઉમેરવામાં આવી છે જે તેને કોમ્લેક્ષ કાર્યોને વધુ સારી રીતે હેન્ડલ કરવાની મંજૂરી આપે છે. એડવાન્સ્ડ મોડમાં તે રીઅલ-ટાઇમ માહિતી શોધી શકે છે, એક જ પ્રોમ્પ્ટથી મલ્ટીપલ ઇમેજ બનાવી શકે છે અને તેના આઉટપુટને જાતે ચેક પણ કરી શકે છે.

વાળું વાંચો : WhatsAppએ કરી નાખી ગેમ ચેન્જ, એપ પરથી જ થઈ જશે મોબાઈલ રિચાર્જ, રીતે એકદમ સરળ

  • કિંમત અને નવા ઉપયોગના મોકા

OpenAI એ જણાવ્યું હતું કે, ChatGPT Images 2.0 હવે ChatGPT, Codex અને API દ્વારા બધા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. પણ એડવાન્સ્ડ થિંકિંગ ફીચર્સ માત્ર પ્લસ, પ્રો અને બિઝનેસ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. gpt-image-2 મોડેલ API દ્વારા ઉપલબ્ધ છે અને તેની કિંમત ઈમેજ ક્વોલીટી અને રિઝોલ્યુશન પર આધાર રાખે છે. આ મોડેલનો ઉપયોગ માર્કેટિંગ ડિઝાઇન, શૈક્ષણિક કન્ટેન્ટ, સ્ટોરી ટેલીંગ અને પ્રોડક્ટ ડેવલોપર જેવા વિવિધ ક્ષેત્રોમાં થઈ શકે છે. ડેવલોપર્સ તેને ઓટોમેટેડ ઈમેજ જનરેશન અને એડિટ વર્કફ્લો બનાવવા માટે તેમની એપ્લિકેશનોમાં પણ ઇન્ટીગ્રેટ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ChatGPT Images ChatGPT Images 2.0 OpenAI
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ