બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / WhatsAppએ કરી નાખી ગેમ ચેન્જ, એપ પરથી જ થઈ જશે મોબાઈલ રિચાર્જ, રીતે એકદમ સરળ

ટેકનોલોજી / WhatsAppએ કરી નાખી ગેમ ચેન્જ, એપ પરથી જ થઈ જશે મોબાઈલ રિચાર્જ, રીતે એકદમ સરળ

Jinal Chauhan

Last Updated: 03:27 PM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે વોટ્સએપમાં એક નવું અને મહત્વનું ફીચર આવી રહ્યું છે. હવે તમે મોબાઇલ રિચાર્જ પણ આ જ એપ દ્વારા સરળતાથી કરી શકશો. આ માટે કંપનીએ પેમેન્ટ કંપની PayU સાથે ભાગીદારી કરી છે. આવો જાણીએ કે આ ફીચર તમને ક્યાં મળશે.

ચેટિંગ સિવાય હવે WhatsApp માં ઘણા નવા ફીચર્સ ઉમેરાયા છે. ધીમે ધીમે તે લોકોની રોજિંદી જરૂરિયાતો માટે એક મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે. હવે કંપનીએ ભારતમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે જેના દ્વારા યુઝર્સ સીધા WhatsApp અંદરથી જ મોબાઇલ રિચાર્જ કરી શકશે.

આ ફીચરની સૌથી મોટી ખાસ વાત એ છે કે હવે રિચાર્જ કરવા માટે તમને અલગ-અલગ એપ ખોલવાની જરૂર નહીં પડે. કંપની મુજબ આ ફીચર ધીમે ધીમે Android અને iOS બંને યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે અને આવનારા અઠવાડિયામાં બધાને ઉપલબ્ધ થઈ જશે.

WhatsApp નું આ નવું સિસ્ટમ પેમેન્ટ કંપની PayU સાથે ભાગીદારીમાં લાવવામાં આવ્યું છે જેથી પેમેન્ટ પ્રક્રિયા ઝડપી અને સરળ બની શકે. આ ફીચર આવ્યા પછી હવે તમે માત્ર તમારો નંબર જ નહીં પણ તમારા પરિવાર અથવા મિત્રોના નંબરનો પણ સહેલાઈથી રિચાર્જ કરી શકશો. WhatsApp માં હવે Reliance Jio, Bharti Airtel અને Vodafone Idea જેવા મોટા ટેલિકોમ ઓપરેટર્સના બધા પ્લાન્સ જોવા મળશે. અહીંથી તમે તમારી જરૂરિયાત મુજબ સરળતાથી યોગ્ય પ્લાન પસંદ કરી શકશો.

Whatsapp-Web-Down

WhatsApp માં હવે આ ફીચરને વધુ સરળ બનાવવા માટે હોમ સ્ક્રીન પર ₹ નો નવો આઇકન ઉમેરવામાં આવ્યો છે. આ આઇકન પર ક્લિક કરતાં તમે સીધા પેમેન્ટ વિભાગમાં પહોંચી શકો છો. અહીંથી તમે મોબાઇલ રિચાર્જ કરી શકો છો UPI દ્વારા પૈસા મોકલી શકો છો અને કેટલાક શહેરોમાં મેટ્રો ટિકિટ જેવી સુવિધાઓનો પણ લાભ લઈ શકો છો.

જો તમે વિચારી રહ્યા છો કે WhatsApp થી મોબાઇલ રિચાર્જ કેવી રીતે કરવો તો તેની રીત ખૂબ જ સરળ છે. સૌથી પહેલા WhatsApp એપમાં દેખાતું ₹ આઇકન પર ટેપ કરો. પછી Mobile Prepaid Recharge વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમે તમારો અથવા કોઈ બીજા નો મોબાઇલ નંબર પસંદ કરી શકો છો. પછી તમારો મોબાઇલ ઓપરેટર કન્ફર્મ કરો અને ઉપલબ્ધ પ્લાન્સમાંથી એક પ્લાન પસંદ કરો. પેમેન્ટ માટે તમે UPI, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જેવું જ તમે પેમેન્ટ કન્ફર્મ કરો છો તરત જ તમારું રિચાર્જ પુરુ થઈ જાય છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ Mini Countryman C ની રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબર, શરુ થયું પ્રી-બુકિંગ

રિચાર્જ ઉપરાંત ટિકિટ બુકિંગ પણ શક્ય

WhatsApp મુજબ ભારતમાં લોકો પહેલેથી જ આ એપનો ઉપયોગ ચેટ, બિઝનેસ અને ઘણી જરૂરી સેવાઓ માટે કરી રહ્યા છે. આજના સમયમાં ઘણા શહેરોમાં લોકો WhatsApp દ્વારા મેટ્રો ટિકિટ બુક કરે છે બિલ ચૂકવે છે અને સરકારી સેવાઓનો પણ ઉપયોગ કરે છે. તેથી મોબાઇલ રિચાર્જ જેવી સુવિધા પણ આ પ્લેટફોર્મ પર લાવવું એક મોટું પગલું માનવામાં આવે છે. ભારતમાં WhatsApp લોકોની રોજિંદી જિંદગીનો મહત્વનો ભાગ બની ગયું છે. કંપનીનો હેતુ એ છે કે લોકોના વધારેમાં વધારે કામ એક જ જગ્યાએ સરળતાથી થઈ શકે. એટલે જ હવે રિચાર્જ જેવી દૈનિક જરૂરિયાતની સેવા પણ WhatsAppમાં ઉમેરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp recharge feature PayU partnership WhatsApp mobile recharge on WhatsApp
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ