બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Garuda Purana Lord Vishnu Niti know about things are near at time of death

ગરુડ પુરાણ / મૃત્યુ સમયે જો તમારી પાસે હશે આ ચીજવસ્તુઓ, તો નહીં આવે યમદૂત અને મળશે સ્વર્ગલોક!

Arohi

Last Updated: 11:50 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Garuda Purana Lord Vishnu Niti: ગરૂડ પુરાણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ જણાવે છે કે મૃત્યુના સમયે કઈ કઈ વસ્તુઓ વ્યક્તિની પાસે હશે તો મૃત્યુ બાદ આત્માને કષ્ટ નહીં થાય અને સ્વર્ગમાં સ્થાન મળશે.

  • મૃત્યુ સમયે વ્યક્તિની પાસે હોવી જોઈએ આ વસ્તુઓ 
  • તો મૃત્યુ બાદ આત્માને નહીં આવે કોઈ કષ્ટ 
  • આત્માને સ્વર્ગમાં મળશે સ્થાન 

કહેવાય છે કે મૃત્યુ બાદ સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ થાય છે. આ વ્યક્તિના કર્મો પર આધાર રાખે છે. પરંતુ ગરૂડ પુરાણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ દ્વારા અમુક એવી ખાસ વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જો મૃત્યુ પહેલા કોઈ પણ વ્યક્તિની પાસે તે મુકી દેવામાં આવે તો વ્યક્તિને નરકનું કષ્ટ નથી ભોગવવું પડતું. 

ગરૂડ પુરાણમાં છે ઉલ્લેખ 
આ ઉપાયનો ઉલ્લેખ ગરૂડ પુરાણ ગ્રંથના નવમાં અધ્યાયમાં કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિનો મૃત્યુ કાળ નજીક આવવા પર વ્યક્તિની પાસે આમાંથી કોઈ પણ વસ્તુ રાખવામાં આવે તો તેને યમદૂત હેરાન નથી કરતા અને આત્માને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. 

જેવું કોઈ વ્યક્તિ પ્રાણ ત્યાગ કરે છે તો તેને તુલસીના છોડની પાસે સુવડાવવું જોઈએ. સાથે જ તેમના માથ પર તુલસીના પાન અને માંજરોને મુકવી જોઈએ. આમ કરવાથી મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા યમલોક નથી જતી. 

ગંગાજળ અને તુલસી 
મૃત્યુ બાદ મૃતકના મુખમાં ગંગાજળ અને તુલસીના પાન મુકવાનું મહત્વ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવી ગયો હોય અને આ વાતનો આભાસ થઈ ગયો હોય તો મરતા પહેલા તેમના મુખમાં ગંગાજળ મુકો. તેનાથી તેમના જીવનકાળના દરેક પાપનો નાશ થઈ જાય છે અને મરણોપરાંત આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે. 

કુશનું ઘાસ 
કુશ એક પ્રકારનું પવિત્ર ઘાસ હોય છે. મૃત્યુના સમયે જો કુશનું આસાન લગાવીને વ્યક્તિને સુવડાવવામાં આવે અને મુખમાં તુલસીના પાન મુકવામાં આવે તો આવા લોકોની આત્મા વૈકુઠને પ્રાપ્ત થાય છે. 

કાળા તલ 
કાળા તલને લઈને એવું કહેવામાં આવે છે કે આ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયા છે. મરવા પહેલા વ્યક્તિના હાથે તલનું દાન કરાવો. તેનાથી મૃત્યુના બાદ યમદૂત આત્માને પરેશાન નથી કરતા. સાથે જ અસુર, દૈત્ય અને દાનવ દરેક ભાગી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ