બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Garba fans happy with Rupani government's decision

નિર્ણય / રૂપાણી સરકારના નિર્ણયથી ગરબા રસિકોમાં ખુશીનો માહોલ, પરંતુ આયોજકો મૂંઝવણમાં મૂકાયા

Kiran

Last Updated: 04:50 PM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિ આયોજનને લઇને અસમંજસતા, મોટા આયોજકોએ સ્ષષ્ટતા કરી ચુક્યા છે કે આ વર્ષે મોટા આયોજનો શક્યા નથી

  • નવરાત્રિ આયોજનને લઇને અસમંજસ
  • વૃંદ માટે 400 લોકોના કાર્યક્રમને મંજૂરી
  • વધુ લોકો સાથે નવરાત્રિની મંજૂરીની આશા

નવરાત્રિ આયોજનને લઇને આયોજકોમાં હજુપણ અસમંજસમાં છે, ગઈ કાલે  400 લોકોના સમૂહ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે,જોકે  મોટા આયોજકોએ સ્ષષ્ટતા કરી ચુક્યા છે કે આ વર્ષે મોટા આયોજનો શક્યા નથી, પરતું નાના આયોજનો માટે વધુ લોકો સાથે મંજૂરી મળવી જોઈએ જેમાં 800 થી 1000 લોકોને સમાવી શકાય,આમ નાના આયોજનો થઈ શકે છે. 

નવરાત્રિ આયોજનને લઇને અસમંજસ

મહત્વનું છે કે નવરાત્રિ પૂર્વ વધુ લોકો સાથે ગરબાનું આયોજન થાય તેવી મંજૂરીની આશા સેવી રહ્યા છે  કેમ કે બે વર્ષથી લોકો ઘરમાં બંધ હોવાથી મંજૂરી મળવી જરૂરી છે, તેમજ લોકો ઘરમાં બેસીને કંટાળ્યા હોવાથી મનોરંજન જરૂરી છે તેવું આયોજકો જણાવી રહ્યા છે.  

વૃંદ માટે 400 લોકોના કાર્યક્રમને મંજૂરી

નવરાત્રિમાં ગરબાની મંજૂરી મળતા વડોદરાવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  નવરાત્રિ પૂર્વ યુવાનોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે. તેમજ ગરબા રમવાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે, યુવાનો કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ગરબા રમવાની પણ ખાતરી આપી રહ્યા છે. 

વધુ લોકો સાથે નવરાત્રિની મંજૂરીની આશા

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે સરકારે DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકે તે માટે મંજૂરી પણ આપી દીધી છે. અગાઉ લોકડાઉને કારણે ઉદ્યોગ ધંધા તેમજ આયોજકોના તમામ વ્યવસાયોને મોટો ફટકો પડ્યો હતો. પણ હવે પ્રથમ વખત છૂટ મળતા તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય તેવી વ્યવસ્થા થઈ ગઈ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ