ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ganiben Thakor once again demanded a ban on the DJ from the event
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાભર ખાતે ઠાકોર સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નવ દંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે DJને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ફરી માગ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્નપ્રસંગમાં DJ પર પ્રતિબંધની માંગ કરતા જણાવ્યું હતું કે, રાતે તમે ડીજે વગાડો એ નાચવાવાળા સંસ્કૃતિ વિરુદ્ધના ગીતો ગાય, કલાકારો રાતના 2 વાગ્યા સુધી નાચે, કલાકારોના કાર્યક્રમોમાં આમંત્રણ આપેલા લોકો આવે અને આમંત્રણ ન આપેલા લોકો પણ આવે છે. સૌથી ખરાબ ઘટનાઓ અને નાસી જવાની ઘટનાઓ બનતી હોય તો ક્યાંકને ક્યાંક DJ જ જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે, જે સમાજ દીકરીઓની આબુરું-સુરક્ષા ઇચ્છતા હોય એ મહેરબાની કરીને પ્રસંગોમાં DJ ન લાવે. સાથે જ નવયુગલ પતિ-પત્ની કમાતા ન થાય ત્યાં સુધી પોતાના ઘરે પારણું ન બાંધે તેવી અપીલ ગેનીબેન ઠાકોરે કરી હતી..
ADVERTISEMENT
ઈન્દરવા ગામમાં આપ્યું હતું મોટું નિવેદન
આ પહેલા બનાસકાંઠા જિલ્લાના ભાભરના ઈન્દરવા ગામમાં એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે DJને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના દિકરા-દીકરીઓને ટકોર કરતાં કહ્યું હતું કે, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. DJ વગર લગ્ન ન કરતા દિકરા-દિકરીઓને માતા-પિતા દ્વારા સમજાવવામાં આવે.
ગેનીબેનની ઠાકોરની સમાજને ટકોર
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ.
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરે અગાઉ પ્રેમલગ્નના કાયદાની કરી હતી માંગ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રેમલગ્નના કાયદાની માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, 'જ્યારે આંતર સમાજમાં લગ્ન થતા હોય ત્યારે સમાજના પંચોની હાજરી પણ ફરજિયાત કરવી જોઇએ. જો પંચ અનુમતિ આપે તો જ આવા આંતરજ્ઞાતિય લગ્નોને બહાલી આપવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ પહેલા જ લવ મેરેજના કાયદામાં સુધારો કરવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તાત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો.

ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરે પત્રમાં લખ્યું હતું કે, સમાજમાં બદનામીની છાપ ધરાવતા લોકો દિકરીઓને લોભ, લાલાચ, પ્રલોભન આપીને તેની નાદાનીનો અને તેની ભોળપણનો લાભ ઉઠાવીને દિકરીઓના માં-બાપ, સગા વહાલા અને સમાજને અંધારામાં રાખી ભગાડી લઈ જઈને કાયદાનો ઉપયોગ કરીને લગ્ન બીજા જિલ્લાઓમાં જઈને કરે છે અને જ્યારે દિકરીના સમાજ અને મા-બાપને પરિવારને આ વાતની ખબર પડે ત્યારે વર્ગવિગ્રહ અને ખુનખરાબી સુધી ફરિયાદો નોંધાય છે. તે પરિવાર ઉપર તેનો સમાજ અને બીજા સગાવહાલા નફરત કરે છે. તે કુટુંબ તમામ રીતે તૂટી જાય છે. તેમનું જીવન અંધકારમય બની જાય છે. બાકીના અન્ય દીકરા-દીકરીઓના સમાજમાં કોઈ સગપણ થતાં નથી.
લવ મેરેજમાં અમે વિરોધી નથીઃ ગેનીબેન
ભોગ બનનાર દીકરી અંતે પસ્તાય છે અને તે પોતાના પરિવારમાં આવી શકતી નથી અંતે આપઘાત કરે છે. લવ મેરેજમાં અમે વિરોધી નથી પણ જે દીકરી અન્ય સમાજમાં લગ્ન કરવા માગતી હોય કે સમાજમાં કરવા માગતી હોય તો તેના માતા-પિતા અથવા દીકરીના જેની સાથે લોહીના સંબંધ ધરાવે છે તથા વાલીની સંમતિ અને સાક્ષીમાં તેમની સહી લેવામાં આવે તે હાલના સમયની માંગ છે. જેથી કોઈ તકલીફ ઊભી ન થાય અને લગ્નની નોંધણી દીકરીના ગામમાં જ થવી જોઈએ અને સાક્ષીમાં ગામના લોકો જ રાખી શકાય તે પણ કાયદામાં સુધારો કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ