બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gangster Lawrence Bishnoi's 14-day remand completed

ડ્રગ્સ કેસ / ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ, આજે કચ્છની નલિયા કોર્ટમાં કરાશે હાજર

Malay

Last Updated: 08:31 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drugs case: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જખૌના 200 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પૂછપરછમાં તેણે ઘણા ભેદ ઉકેલ્યા છે.

 

  • ગેંગસ્ટર લોરેન્સ  બિશ્નોઈને આજે કોર્ટમાં રજૂ કરાશે
  • 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરાશે
  • જખૌના 200 કરોડ ડ્રગ્સ કેસમાં કોર્ટમાં રજૂ કરાશે

દેશના વિવિધ રાજ્યમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન પાકિસ્તાનથી ખુલ્યું છે તેમને જણાવી દઈએ કે,  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નલિયા કોર્ટેમાં રજૂ કરાઈ રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરાશે. જખૌના 200 કરોડ ડ્રગ્સ કેસમાં આજે બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરાશે.

એનો ઘમંડ તોડી નાખીશું', લોરેન્સ બિશ્નોઈએ સલમાનને ફરી આપી મોતની ધમકી, કેમ  બન્યો લોહી તરસ્યો I Will break his ego': Jailed gangster Lawrence Bishnoi  says about Salman Khan

200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે કરાઈ હતી ધરપકડ
જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે, ત્યારે તેના પર વધુ કાયદાકીય સકંજો કસવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તેની પૂછપરછ કરશે. 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી
ગુજરાત ATSસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી.

ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દિવાની થઈ બે છોકરીઓ, ઘેરથી ભાગીને જેલમાં  મળવા આવી, જુઓ શું કર્યું I Gangster lawrence bishnoi: 2 minor girls came to  bhatinda jail to ...

લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસને જાણવા મળ્યું
ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના સપ્લાયમાં મહત્ત્વનો ભાગ ભજવતા તેમજ આતંક ફેલાવતા લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. પાકિસ્તાનથી 200 કરોડનું ડ્રગ્સ મગાવવાનો તેના પર આરોપ છે. જેના પગલે ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા પટિયાલાની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. એટીએસએ કરેલી અરજીને એનઆઇએની કોર્ટમાં મંજૂર કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.  લોરેન્સની પૂછપરછમાં તેણે ઘણા ભેદ ઉકેલ્યા છે. જેના પર એટીએસ તપાસ કરી રહી છે. લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે જેને પગલે તેમના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.

rakhi sawant received threat emails from gangster lawrence bishnoi ask her to stay away from salman khan

સલમાન સહિત ઘણા લોકોને આપી છે ધમકી
હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાન ખાન, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે. એટીએસે પાકિસ્તાનથી આવી રહેલા કરોડોના ડ્રગ્સને ઝડપી લઈને તપાસ કરી હતી જેમાં લોરેન્સના સાગરીત ગોલ્ડી બ્રારની સંડોવણી સામે આવી રહી છે. હાલ ગોલ્ડી વિદેશમાં હોવાથી તેનો કબજો મેળવવા માટેની પણ કવાયત ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ