બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ganesh immersion in Vadodara, mob attack on Bajrang Dal's pilgrimage in Narmada

BIG BREAKING / ગુજરાતમાં 24 જ કલાકમાં બે જિલ્લામાં પથ્થરમારા: વડોદરામાં ગણેશ વિસર્જન તો નર્મદામાં બજરંગ દળની યાત્રા પર ટોળાંનો હુમલો, સુરક્ષાનો દાવો કરનારા નેતાઓ-પોલીસ જવાબ આપશે?

Priyakant

Last Updated: 12:59 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narmada Throw Stones News: ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કર્યાની ઘટના,  DySP, LCB અને SOGની પોલીસ ટીમો તૈનાત

  • ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો
  • વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની 
  • નર્મદા જિલ્લામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટના, પોલીસ એલર્ટ 

Narmada Throw Stones : ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જિલ્લામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદમાં હવે નર્મદા જિલ્લામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ સંબંધિત પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવા ના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

નર્મદામાં બજરંગદળની યાત્રા પર પથ્થરમારો 
નર્મદાના સેલંબા ખાતેથી આજે બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે. વિગતો મુજબ કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

વડોદરાના મંજુસર ગામમાં 2 જૂથ અથડામણ
આ તરફ વડોદરાના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મંજુસર ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો કરતાં યુવકોનો વીડિયો પણ સામે આવ્યો છે. આ તરફ હવે વાયરલ વિડીયોને આધારે મંજુસર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ