બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Ganesh Chaturthi Upay

ઉપાય / ગણેશ ચતુર્થીએ ભૂલથી પણ ચંદ્ર દેખાઈ જાય તો આ ઉપાયથી મેળવો રાહત

Published By: Premal

Last Updated: 04:02 PM, 10 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થીએ ભૂલથી ચંદ્ર જોઈ લો તો આ રીતે મેળવજો રાહત. જો ભૂલથી પણ ચોથનો ચંદ્ર તમે જોઈ લો તો શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 56-57ના અધ્યાયમાં આપવામાં આવેલી સ્યમન્તક મણિની ચોરીની કથાનું આદરપૂર્વક અભ્યાસ અને શ્રવણ કરવુ જોઈએ.

  • ગણેશ ચતુર્થીએ ભૂલથી ચંદ્ર જોઈ લો તો આ રીતે મેળવો રાહત
  • શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 56-57ના અધ્યાયનો કરો અભ્યાસ
  • આ કથાનું આદરપૂર્વક અભ્યાસ અને શ્રવણ કરવુ

સ્યમન્તક મણિની ચોરીનો પ્રસંગ

ભગવાન શ્રીકૃષ્ણ દ્વાપર યુગમાં દ્વારકા નગરીમાં પોતાનુ શાસન ચલાવતા હતા. તેમના રાજ્યમાં સત્રજીત નામનો એક સાધુ રહેતો હતો. જેને સુર્યની ઉપાસના આદિત્ય હૃદય સ્ત્રોત દ્વારા કરતા સૂર્ય દેવે એક સુર્ય જેવી દિવ્ય મણી આપી હતી. જે પોતાના વજનના આઠ ભાગ એટલેકે (8 ગણુ) સોનું દરરોજ પોતાના સ્વામીને આપતી હતી. શ્રીકૃષ્ણના આદેશ બાદ બલરામ અને અક્રૂરજીએ મણી રાજકોષમાં જમા કરાવવાનો આગ્રહ કર્યો. પરંતુ સત્રાજીતે આગ્રહનો અનાદર કર્યો.

મણીના આકર્ષણના કારણે એક સિંહે પ્રસેનજીતને મારી નાખ્યો

એક દિવસ સત્રાજીતના નાના ભાઈ પ્રસેન્નજીત જંગલમાં શિકાર કરવા નિકળ્યા. જેઓ સમયંતક મણી ચોરી થવાના ભયને કારણે મણી સાથે લઈને ગયા. મણીના આકર્ષણના કારણે એક સિંહે પ્રસેનજીતને મારી નાખ્યો અને મણી પ્રાપ્ત કરી તથા આ સિંહનો જામવંતે સંહાર કર્યો અને મણી પોતાની પુત્રી જામવંતીને આપી. શ્રીકૃષ્ણએ જામવંતને હરાવીને સમયંતક મણી પ્રાપ્ત કરી અને જામવંતને પોતાની પુત્રી જામવંતીના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરાવવાનો આગ્રહ કર્યો. જેનો શ્રીકૃષ્ણએ સ્વીકાર કરી પોતાની પત્ની તરીકે સ્વીકાર કર્યો.

સત્રજીતે મણી લેવાનો ઈન્કાર કર્યો

જ્યારે શ્રીકૃષ્ણએ સત્રજીતને તેની મણી પાછી આપવાનું વિચાર્યુ તો સત્રજીતે મણી લેવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે આ મણી પર તમારો અધિકાર છે અને મને માફ કરી દો અમે તમારી પર ખોટો આરોપ લગાવ્યો હતો. શ્રીકૃષ્ણએ કહ્યું કે, આ મણી તમારી છે. ભલે હું તેને યુદ્ધમાં જીત્યો છુ. આ મણી સુર્ય દેવે તમને આપી છે અને આ મણી હું તમને પાછી આપીને મારા પરનું ખોટું કલંક મિટાવવા ઈચ્છુ છું.

સત્યભામાના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરી દેવામાં આવે છે

જેના પર સત્રજીતની પત્નીએ પોતાના પતિને સુચન કર્યુ કે, પોતાની દીકરી સત્યભામાના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરી દેવા જોઈએ. તો સત્રાજીત આ આગ્રહ શ્રીકૃષ્ણને કરે છે અને ભગવાન તેનો સહર્ષ સ્વીકાર કરે છે. આમ, સત્યભામાના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરી દેવામાં આવે છે અને ભેટ તરીકે સમ્યન્તક મણી પણ શ્રીકૃષ્ણને આપી દેવામાં આવે છે. એવો પ્રયાસ કરવો જોઈકે આ દિવસે ચંદ્ર દર્શન ના થવા જોઈએ. તેમ છતાં જો ચંદ્ર દર્શન થાય તો આ અધ્યાયનો અભ્યાસ કરવો જોઈએ.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Ganesh Vandana Upay ganesh chaturthi ganesh chaturthi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ