બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / ganesh chaturthi 2021 lord ganesha idol vastu tips for home direction

ગણેશ ચતુર્થી / ઘરમાં ગણેશની આવી મૂર્તિ ન લાવતા, સ્થાપના વખતે જગ્યાઓનું રાખજો ખાસ ધ્યાન

Arohi

Last Updated: 04:37 PM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ અનુસાર ગણપતિની મુર્તિ સ્થાપિત કર્યા પહેલા ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ.

  • ગણપતીની સ્થાપના કરતા ખાસ રાખો આ ધ્યાન
  • જાણો કઈ દિશામાં કરશો ગણપતીની સ્થાપના 
  • કેવી પ્રતિમા માનવામાં આવે છે શુભ? 

વિધ્નહર્તા ભગવાન ગણેશને સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં ભગવાન ગણેશની મુર્તિ રાખવાથી કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી અને ઘર સદા ખુશીઓથી ભરેલું રહે છે. વાસ્તુ અનુસાર ગણપતિની મુર્તિ સ્થાપિત કર્યા પહેલા ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ. આવો જાણીએ કે ગણેશજીને ઘરમાં ક્યાં અને કઈ રીતે સ્થાપિત કરવાથી સુખ, સમૃદ્ધિનો વાસ થાય છે. 

દિશાનું રાખો ખાસ ધ્યાન 
ભગવાન ગણેશને ઘરના ઉત્તર પૂર્વના ખૂણામાં સ્થાપિત કરવું સૌથી માનવામાં આવે છે. ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો પુજા-પાઠ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે ગણેશજીને ઘરના પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં પણ મુકી શકો છો. મૂર્તિની સ્થાપના કરતી વખતે ધ્યાનમાં રાખો કે ભગવાનના બન્ને પગ જમીનને સ્પર્શ કરી રહ્યા હોય. તેનાથી સફળતા તમારી પાસે આવશે. ભગવાન ગણેશને ક્યારેય ઘરની દક્ષિણમાં ન રાખવા જોઈએ. ઘરમાં જે તરફ પૂજા ઘર હોય ત્યાં ટોઈલેટ અથવા ગંદકી ન હોવી જોઈએ. 

બેસેલા ગણેશ વિશે જાણીલો આ વાત 
જો તમે પોતાની ઓફિસ અથવા કામની જગ્યા પર ગણેશની મુર્તિની સ્થાપના કરવા ઈચ્છો છો તો હંમેશા ધ્યાન રાખો કે ભગવાન ગણેશની બેઠેલી મુદ્રા ન હોય. બેઠેલા ગણેશજીની યોગ્ય જગ્યા પર તમારા ઘરમાં સ્થાપના કરો. તેનાથી ઘરમાં શુખ-સમૃદ્ધિ આવે છે. ગાયના છાણથી બનાવવામાં આવેલી ગણશની પ્રતિમા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ઘરમાં દુઃખ ક્યારેય નથી આવતું. 

ગણેશજીની સુંઢનું ખાસ રાખો ધ્યાન 
પોતાના ઘરમાં હંમેશા એજ ગણેશની મુર્તી લાવો જેમની સુંઢ ડાબી બાજુ હોય. ઘરના મંદિરમાં ગણેશની ફક્ત એક જ મુર્તિ રાખો. બે અથવા તેનાથી વધારે ગણેશની મુર્તી રાખવાથી તેમના પત્ની રિદ્ધિ-સિદ્ધિ નારાજ થઈ જાય છે. 

કયા પ્રકારની હોવી જોઈએ મુર્તિ? 
ઘરમાં ક્રિસ્ટલના ગણેશ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તમે ઘરમાં ક્રિસ્ટલના નાના ગણેશ રાખી શકો છો. ત્યાં જ હળદળથી બનેલા ગણેશ પણ તમારૂ ભાગ્ય ચમકાવી શકે છે. હળદળના ગણેશને ઘરમાં રાખવાથી ભાગ્ય તમારો સાથ ક્યાય નથી છોડતું. 

મોદક અને મુશક જરૂર રાખો 
જ્યારે પણ તમે ભગવાન ગણેશની મુર્તિની સ્થાપના કરો છો તો એવી જ મુર્તી ઘરે લાવો જેમાં મોદક અને ગણેશજીના વાહન મુશકરાજ પણ સાથે હોય. નહીં તો તે મુર્તિ અધુરી રહેશે. ગણેશજીને લાકડાના કોઈ પણ ટેબલ પર પણ મુકી શકો છો અને તેમના ચરણોમાં 1 વાટકી ચોખા અર્પણ કરવાથી ભાગ્ય તમારો સાથ આપશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ