બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar meeting today under the chairmanship of the CM: Discussions will be held on Vibrant Summit programs from the aid of heavy rains

ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: અતિવૃષ્ટિની સહાયથી લઇને વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમો પર કરાશે ચર્ચા

Malay

Last Updated: 07:44 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં ખેડૂતોના પ્રશ્નોથી લઇને વિવિધ મુદ્દાઓ આવરી લેવાશે.

  • આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળશે
  • CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી સમીક્ષા થશે

ગાંધીનગર ન્યૂઝઃ આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. ત્યારે આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. આ સાથે આવનારા સમયમાં જે સુવિધાઓ કરવાની છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે.

Image
ફાઈલ ફોટો

કયા કયા પ્રશ્નનો પર કરાશે ચર્ચા?
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટ બેઠકમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં થયેલ અતિવૃષ્ટિ સહાય પર ચર્ચા કરાશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં વરસાદ નથી થયો, ત્યાં સિંચાઈ માટે પાણી અને પાકની વાવણી સ્થિતિ પર ચર્ચા કરવામમાં આવશે. 

નિતિ વિષયક બાબતો પર ચર્ચા થશે
આ સાથે જ વરસાદ ખેંચાઈ જવાના કારણે ખરીફ પાકને મોટી અસર થઈ છે અને તેમાં પણ ખેડૂતોની મુશ્કેલીઓ જે રીતે વધી રહી છે તેને લઈને પણ સરકાર બેઠકમાં ચર્ચા કરશે. આ સિવાય આજની બેઠકમાં PM મોદીના જન્મદિવસને લઈને યોજાનારા કાર્યક્રમોના આયોજનની પણ સમીક્ષા કરવામાં આવશે. તો નીતિ વિષયક બાબતો પર ચર્ચા થશે.

BIG NEWS: આવતીકાલે સવારે 9 વાગ્યે CM <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/ભૂપેન્દ્ર-પટેલ' title='ભૂપેન્દ્ર પટેલ'>ભૂપેન્દ્ર પટેલ</a> કરશે મોટી જાહેરાત, હર્ષ  સંઘવીએ આપી માહિતી | CM Bhupendra Patel big announcement on Youth and Sports  Harsh Sanghvi
ફાઈલ ફોટો

આજે વિધાનસભા સત્રનો બીજો દિવસ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર પ્રારંભ થઈ ગયો છે. આજે વિધાનસભા સત્રનો બીજો દિવસ છે. આજે બપોરે 12 વાગ્યે વિધાનસભાની બેઠક મેળશે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે. વિધાનસભાની બેઠકમાં નાણા, ઉર્જા, પોટ્રોલિયમ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય પરિવાર કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, પ્રવાસન તથા સહકાર વિભાગના મુદ્દાઓ પર ચર્ચા થશે. વિવિધ વિભાગોના અહેવાલ મેજ પર મુકવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ