બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Gambling dens busted in seventh-eighth: PCB raids, nabs 19 high-profile gamblers, APMC chairman Khengar Solanki backfired

કાર્યવાહી / સાતમ-આઠમ આવતા જુગારના અડ્ડા ધમધમ્યા: PCBએ રેડ કરી 19 હાઈપ્રોફાઈલ જુગારીઓને પકડ્યા, APMC ચેરમેન ખેંગાર સોલંકીની બાજી ફરી

Vishal Khamar

Last Updated: 07:49 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહીનો શરૂ થતાની સાથે જ ઠેર ઠેર જુગારની ક્લબો શરૂ થઈ જાય છે. ત્યારે અમદાવાદનાં પોશ વિસ્તાર એવા ન્યૂયોર્ક ટાવરમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર પોલીસે રેડ પાડી 19 જુગારીયાઓની અટકાયત કરી રોકડ રૂ. 6,50,000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • અમદાવાદમાં PCB ટીમના વસ્ત્રાપુર વિસ્તારમાં દરોડા
  • વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારધામ પર દરોડા
  • PCBએ 19 જુગારીઓને જુગાર રમતા ઝડપ્યા

અમદાવાદનાં પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર-થલતેજ ચાર રસ્તાની બાજુમાં આવેલ ન્યૂયોર્ક ટાવર-એ માં નવમાં માળે આવેલ ઓફીસ નં.92 માં ધર્મેન્દ્ર ઉર્ફે ધમો પટેલ રહે. ઉંઝાવાળો હાઈ પ્રોફાઈલ જુગારધામ ચલાતવો હોવાની બાતમી પોલીસને મળતા PCB  એ રેડ કરી 19 જુગારીયાઓ તેમજ રોકડ રૂ. 6 લાખ 70 હજાર સાહિત કુલ રૂ. 46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર રમાડવા માટે ઓફિસ ભાડે રાખી
અમદાવાદમાં વસ્ત્રાપુરનાં ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારધામ પર PCB એ દરોડા પાડી જુગાર રમી રહેલ 19 જુગારીયાઓ સહિત સાણંદ APMC ચેરમેનને પણ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારીયાઓને જુગાર રમવા માટે ન્યૂયોર્ક ટાવરમાં 9 માં માળે ઓફિસ ભાડે રાખી હતી. આ જુગારધામ  ધર્મેન્દ્ર ઉર્ફે ધમો પટેલ ચલાવતો હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું. જુગારીયાઓ પૈસા ગણવા માટે મશીન પણ રાખતા હતા. 

પકડાયેલા જુગારીયાઓ
1.ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઉંઝા રાયચંદભાઈ પટેલ (રહે. ઉંઝા)
2. મયુર ઉર્ફે મેહુલ સુરેશભાઈ ઠક્કર (રહે. ઈન્દ્રપ્રસ્થ-8, થલતેજ, અમદાવાદ)
3. કાળુજુ શકરાજી ડાભી (રહે. નિધરાડ, તા.સાણંદ, જી, અમદાવાદ)
4. જયેન્દ્રસિંહ ઉર્ફે મુકેશ લખુભા સિસોદિયા રહે. આશા સોસાયટી, સાણંદ
5. મનીષ ગોવિંદભાઈ પટેલ રહે. સ્ટલીંગ સીટી, બોપલ, અમદાવાદ 
6. ડેવીસકુમાર સુરેશભાઈ પટેલ રહે. ઉંઝા
7. ઘેલુભા મુકેશસિંહ જુવાનસિંહ ઝાલા રહે. વાલકેશ્વર, સાણંદ
8. અમીરાભાઈ શંકરભાઈ જોષી રહે. ચન્દ્રનગર, ઉંઝા
9.ધર્મેન્દ્રકુમાર ધીરજભાઈ પટેલ રહે. તીર્થધામ, ઉંઝા
10.રાજેશકુમાર જેઠાભાઈ પટેલ રહે. ટુન્ડાવ, ઉંઝા
11. ખેંગારભાઈ મનજીભાઈ સોલંકી રહે.  વિશાલ રેસીડન્સી, અમદાવાદ,
12.દિપકકુમાર મનસુખભાઈ ઠક્કર રહે. પોપ્યુલર ડોમેન, બોડકદેવ, અમદાવાદ
13.ધર્મેશ કાળીદાસ પટેલ રહે. એસ.જી.હાઈવે, અમદાવાદ
14.ભુપતભાઈ સોમાભાઈ ચૌહાણ રહે. વાઠવાડી, તા. મહેમદાવાદ
15. તેજાભાઈ કરશનભાઈ તુરી રહે. પંચાસર, તા. શંખેશ્વર
16. સજ્જનસિંગ અર્જુનસિંગ રાજપૂત રહે. રબારીવાસ, મેમનગર, અમદાવાદ
17. મોહનભાઈ નવલભાઈ કલાલ રહે. પ્રજાપતી વાસ, આંબલી, અમદાવાદ
18.દેવીલાલ ભીમજીભાઈ પ્રજાપતિ રહે. ઉપરગામ, રાજસ્થાન
19. ગંગારામ મોગજી પટેલ રહે. નૌલી, જી. ઉદયપુર

ખેંગાર સોલંકી( ચેરમેન, સાણંદ એપીએમસી)

સાણંદ એપીએમસી ચેરમેન ખેંગાર સોલંકી જુગાર રમતા ઝડપાયા

અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી ઝડપાયેલ જુગારધામમાં પોલીસે 19 લોકોની ધરપકડ કરી છે. ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજપ પકડાયેલા આરોપીઓમાં સાણંદ એપીએમસી ચેરમેન ખેંગાર સોલંકીનો પણ સમાવેશ થાય છે.

આ ટાવરમાં નવમાં માળે ચાલતું હતું જુગારધામ

જુગારધામ લાંબા સમયથી ચાલતુ હોય તેવી કોઈ હકીકત નથીઃ એચ.એમ.કણસાગર
આ બાબતે એ ડીવીઝનનાં ઈન્ચાર્જ એસીપી એચ.એમ. કણસાગરે જણાવ્યું હતું કે, પીસીબી શાખાનાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.સી. ચૌધરીને બાતમી મળી હતી કે,  થલતેજ પાસે આવેલ ન્યૂયોર્ક ટાવરની અંદર 9 માં માળે બહારથી ખેલીઓ બોલીવી જુગાર રમી રમાતો હોવાની બાતમીનાં આધારે નવમાં માળે જઈ તપાસ કરતા ધર્મેન્દ્ર પટેલ જે પોતાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરતા 19 જુગારીયાઓ મળી તેમજ રોકડ રકમ, પૈસા ગણવાનું મશીન તેમજ ગાડીઓ જપ્ત કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  આ જુગારધામ લાંબા સમયથી ચાલતું હોય તેવી કોઈ હકીકત નથી. 

એચ.એમ. કણસાગર (ઈન્ચાર્જ એસીપી )

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ