બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / Furniture dealer in Surat defrauded of millions

સાવચેત રહો! / ઠગાઈ કરવાની એક નવી રીત, સુરતના વેપારીના ડોક્યુમેન્ટથી બારોબાર ક્રેડિટ કાર્ડ લઈ લાખોની છેતરપિંડી

Malay

Last Updated: 09:13 AM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્નોલોજીના યુગમાં આજે બધું ડિજિટલ થઈ ગયું છે, ત્યારે ગુનેગારો પણ ડિજિટલ થયા છે અને ડિજિટલ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.

  • સુરતમાં ફર્નિચરના વેપારી સાથે ઠગાઈ
  • વેપારીના ડોક્યુમેન્ટથી બારોબાર ક્રેડિટ કાર્ડ મેળવી લેવાયું
  • ઠગે 7 લાખથી વધુના ટ્રાન્જેક્શન કર્યા
  • વેપારીના ઘરે બિલની ઉઘરાણી આવતા મામલો સામે આવ્યો

દેશ ટેક્નોલોજીના યુગમાં આગળ વધી રહ્યો છે, કોરોના પહેલા લોકો રોકડ વ્યવહાર કરતા હતા પરંતુ હવે તેઓ ડિજિટલ પેમેન્ટ માધ્યમ વધુ પસંદ કરી રહ્યા છે. તો હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઈન ટ્રાન્જેક્શન જોખમરૂપ બન્યું છે. દિવસેને દિવસે સાયબર ક્રાઈમના ગુનામાં વધારો થતાં જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ સુરતના એક વેપારી સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે.  

વેપારીને ક્રેડિટ કાર્ડ લીધા વિના 7 લાખથી વધુનું બિલ આવ્યું
સુરતમાં ફર્નિચરના વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. મોટા વરછાના વેપારીના ડોક્યુમેન્ટ પર ઠગે અમેરિકન એક્સપ્રેસ કંપનીના મેમ્બરશીપનું ક્રેડિટ કાર્ડ લઈ રૂપિયા 7 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન કરી નાખ્યા હતા. જ્યારે વેપારીના ઘરે ક્રેડિટ કાર્ડના બિલની ઉઘરાણી માટે એજન્ટ આવતા વેપારી પણ ચોંકી ગયા હતા. જે બાદ તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને અજાણ્યા ઠગ વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉઘરાણી માટે એજન્ટો ઘરે આવતા મામલો સામે આવ્યો
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર કે, કાપોદ્રામાં ફર્નિચરનો વેપાર કરતા અને મોટા વરાછા ખાતે રહેતા 54 વર્ષીય દિપકભાઈ હરદાસભાઈ કપોપરાના ઘરે ક્રેડિટ કાર્ડના પેમેન્ટની ઉઘરાણી માટે એજન્ટો આવ્યા હતા. આ દરમિયાન એજન્ટોએ ક્રેડિટ કાર્ડનું 7.04 લાખ રૂપિયાનું બિલ ભરપાઈ કરવા જણાવતા વેપારી ચોંકી ગયા હતા. દિપકભાઈએ એજન્ટને પોતે કોઈ ક્રેડિટ કાર્ડ ન લીધું હોવાનું જણાવ્યું હતું, તથા આ બિલ ભરવાથી ઈનકાર કર્યો હતો.

વેપારીએ સાયબર ક્રાઈમમાં કરી ફરિયાદ
જે બાદ પોતાની સાથે ચીટીંગ થઈ હોવાનું સામે આવતા તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને તેમણે સાયબર ક્રાઈમમાં અજાણ્યા ઠગ સામે ચીટીંગ અને આઈટી એક્ટનો ગુનો નોંધાવ્યો હતો. તો બીજી બાજુ વેપારીની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ