બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Full focus of Congress-AAP on these seats in Gujarat

વિશ્લેષણ / ગુજરાતમાં કોંગ્રેસ-AAPનું આ બેઠકો પર ફૂલ ફોકસ, ભાજપનો ગઢ જીતવા 'મહોરું' આવશે કામ?

Priyakant

Last Updated: 02:32 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ગુજરાતની દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી, વલસાડ અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવારો માટે અનામત છે જ્યારે ભરૂચ સામાન્ય કેટેગરીની બેઠક છે પરંતુ તેમાં મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સહિત દેશભરમાં રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. આ તરફ ગુજરાતની વાત કરીએ તો ભાજપને અહીં લોકસભાની તમામ 26 સીટો ઉપર જીતનો વિશ્વાસ છે. આ દરમિયાન રાજ્યમાં કોંગ્રેસ અને આપ વચ્ચે બે બેઠકો પર ગઠબંધન પણ કરવામાં આવ્યું છે. આપણે વાત કરીએ રાજ્યના આદિવાસી વિસ્તારોની તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર હવે ભાજપના ગઢને તોડવા પર છે. 

રાજકીય વિશ્લેષકો માને છે કે આ મતવિસ્તારો પર શાસક પક્ષની મજબૂત પકડ છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. તેમાંથી દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી, વલસાડ અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવારો માટે અનામત છે જ્યારે ભરૂચ સામાન્ય કેટેગરીની બેઠક છે પરંતુ તેમાં મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી છે. AAP એ 2022 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક હેઠળના ડેડિયાપાડા (ST) વિધાનસભા મતવિસ્તાર જીતીને આદિવાસી વિસ્તારોમાં પ્રવેશ કરવાનો સંકેત આપ્યો છે.

આવો જાણીએ વિધાનસભાની કારમી હારથી કોંગ્રેસ શું પાઠ લીધો? 
મહત્વનું છે કે, ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં એક સમયે કોંગ્રેસનું વર્ચસ્વ હતું અને પાર્ટીએ તેના પર નવેસરથી ધ્યાન આપ્યું છે. ગયા મહિને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' આ લોકસભા બેઠકો હેઠળ આવતા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. કોંગ્રેસે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેની કારમી હારમાંથી શીખી છે જ્યારે આદિવાસી પટ્ટામાં ભાજપ વિરોધી મત AAP, કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) વચ્ચે વહેંચાયેલા હતા. આને ધ્યાનમાં રાખીને પાર્ટીએ રાજ્યમાં લોકસભા સીટ માટે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી સાથે વિરોધ પક્ષો INDIA ના જોડાણ હેઠળ કરાર કર્યો. કોંગ્રેસે સીટ વહેંચણી હેઠળ ભરૂચ અને ભાવનગરની બેઠક AAPને આપી છે. ભરૂચ બિન અનામત બેઠક હોવા છતાં, ભાજપ સાથે 'INDIA' જોડાણે તેમના ઉમેદવાર તરીકે આદિવાસીઓને મેદાનમાં ઉતાર્યા છે. અહીં ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવા AAPના ડેડિયાપાડા (ST) ધારાસભ્ય ચૈત્રા વસાવા સામે ટકરાશે.

વિપક્ષી ગઠબંધન આદિવાસી વિસ્તારોમાં પોતાનું ખાતું ખોલવાનો વિશ્વાસ ધરાવે છે ત્યારે રાજકીય વિશ્લેષકો એવું છે માને છે કે તે એટલું સરળ નહીં હોય.  રાજકીય નિષ્ણાતો મુજબ આ ચૂંટણીમાં આદિવાસી મતદારો ભાજપમાંથી કોંગ્રેસ કે AAP તરફ જવાના કોઈ સંકેત દેખાતા નથી. જોકે એવું લાગે છે કે, ચૈત્ર વસાવા ભરૂચમાં ભાજપને જોરદાર ટક્કર આપશે પરંતુ તેમની જીતની શક્યતા ઓછી છે કારણ કે તેઓ એક વિધાનસભા બેઠક પરથી જીત્યા છે અને એક લોકસભા બેઠકમાં અનેક વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે.

વિશ્લેષકોના મટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ જેવી કે 'નલ સે જલ' અને ગ્રામીણ વિસ્તારોમાં આવાસ કાર્યક્રમો અને આદિવાસી વિસ્તારોમાં RSS  અને તેની સંલગ્ન સંસ્થાઓની કામગીરીએ આ પ્રદેશમાં ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કર્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ માટે હવે તેનો ખોવાયેલો આધાર પાછો મેળવવો મુશ્કેલ બની ગયો છે કારણ કે હાલમાં તેની પાસે કોઈ પ્રભાવશાળી આદિવાસી નેતા નથી. 

કોંગ્રેસના અનેક MLAએ કર્યા છે કેસરિયા 
અહીં એ પણ ખાસ નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા આદિવાસી નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા વરિષ્ઠ આદિવાસી નેતા અને છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને તેમના પુત્ર રાજેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા હતા. આ પછી કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા સત્તાધારી પક્ષમાં જોડાયા હતા જ્યારે ભૂતપૂર્વ ધારાસભ્ય અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા પણ ગયા મહિને ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ બેઠકો જીતી હતી.

વધુ વાંચો: ગુજરાતમાં આ તારીખે જાહેર રજાનું એલાન, લોકસભાની ચૂંટણીને જોતાં ગુજરાત સરકારનો નિર્ણય

આ બધાની વચ્ચે કોંગ્રેસના વલસાડ (ST)ના ઉમેદવાર અનંત પટેલ કહી રહ્યા છે કે, જો આપણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને AAPને મળેલા વોટને જોડીએ તો અમે 59 સીટો પર BJPકરતા આગળ હતા. આ વખતે ગઠબંધનના કારણે અમે ચાર ST-અનામત બેઠકો જંગી માર્જિનથી જીતીશું. આ તરફ ગુજરાત BJPના પ્રવક્તા યમલ વ્યાસ કહી રહ્યા છે કે, 2019ની ચૂંટણી પછી 2022ની વિધાનસભા ચૂંટણીમાં આદિવાસીઓએ ફરીથી અમારી તરફેણમાં મતદાન કર્યું. કોંગ્રેસ જાણે છે કે, તે પોતાના દમ પર જીતી શકતી નથી તેથી પાર્ટીને હવે AAPનો ટેકો લેવાની ફરજ પડી છે, પરંતુ તેઓ આદિવાસીઓમાં ભાજપની લોકપ્રિયતાની નજીક ક્યાંય નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ