ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Travel / અમદાવાદના સમાચાર / french mansion sloping pole heritage Ahmadabad Dhalni Pol

VIDEO / અમદાવાદમાં રહીને પણ તમે પોળની વચ્ચે આવેલી આ શાનદાર જગ્યા નહીં જોઇ હોય!

Published By: Krupa

Last Updated: 06:57 PM, 12 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કર્યા બાદ તેની પ્રસિદ્ધિમાં વધુ એક યશકલગી ઉમેરાયું છે. જો કે આ પોળ વિસ્તારમાં એક સુંદર જોવા જેવી હવેલી છે જેનું નામ છે ફ્રેન્ચ હવેલી જે કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી.

ADVERTISEMENT

અમદાવાદીઓ માટે એક ગર્વ લેવા જેવી બાબત છે કે શહેરને વર્લ્ડ હેરિટેજ શહેરનું સન્માન મળ્યું છે.  અમદાવાદ રાજ્ય નહીં પરંતુ દેશનું પહેલું શહેર જેને 8 જુલાઇના 2017ના રોજ હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. હેરિટેજ સિટી જાહેર કર્યા બાદ તેની પ્રસિદ્ધિમાં વધુ એક યશકલગી ઉમેરાયું છે. જો કે આ પોળ વિસ્તારમાં એક સુંદર જોવા જેવી હવેલી છે જેનું નામ છે ફ્રેન્ચ હવેલી જે કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી. 

અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં ફ્રેન્ચ હવેલી આવેલી છે. આ હવેલીને જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે આ અમદાવાદની ભરચક એવાં પોળ વિસ્તારમાં આવેલી છે. 

200 વર્ષ જૂની પ્રોપર્ટી બે વખત રેસ્ટોરેશન થઇ છે. રેસ્ટોરેશન થયા બાદ પણ આ હવેલી 200 વર્ષ પહેલા જેવી લાગતી હતી એવી જ લાગી રહી છે. 
 


શા માટે ફ્રેંચ હવેલી નામ આપવામાં આવ્યું છે?
આ હવેલીને પહેલી વખત જ્યારે રેસ્ટોરેશન કરવામાં આવી હતી ત્યારે એક ફ્રેંચ વ્યક્તિએ રેસ્ટોરેશન કરી હતી. આ હવેલીમાં ફ્રેંચનો ઇતિહાસ પણ છે. 

આ હવેલીમાં જુઓ તમારે રોકાવવું હોય તો 2650 રૂપિયાથી લઇને 5300 રૂપિયા સુધી પર નાઇટનો ખર્ચ થાય છે. જેમા તમને બ્રેકફાસ્ટ ફ્રી માં મળે છે. અહીંયા રહેવા સાથે તમે આજુબાજુ બીજી જેટલી હવેલી છે એમાં પણ તમે ફરી શકો છો તેમજ આવીને આવી બીજી ઘણી જગ્યાએ જઇ શકો છો. 

આ હવેલીમાં 2 સિંગલ બેડરૂમ અને 3 ડબલ બેડરૂમ આવેલા છે. જેમાં એકનું નામ અગાસી અને બીજાનું નામ મહાજન સ્યુટ છે. એક બેડરૂમમાં અગાસી અટેચ હોવાને લીધે અગાસી નામ આપવામાં આવ્યું છે. સૌથી સારામાં સારો બેડરૂમ મહાજન સ્યુટ છે. 

હવેલીની ખાસિયત

  • આ હવેલીમાં પહેલાના જમાના જેવો ચોક એરિયા પણ આવેલો છે, લાકડાના પગથિયા પણ તમને જોવા મળશે. 
  • બે રૂમની વચ્ચે જે હોલ વે હોય છે. આ હોલ વેમાં બેસીને આપણે પોળનો નજારો માણી શકીએ છીએ.
  • બેડરૂમની અંદર બારીની અંદર કાચ આવેલા છે, જેનાથી રૂમની બ્યૂટી વધી જાય છે. 
  • બેડરૂમમાંથી 3 અલગ અલગ એક્ઝીટ અને એન્ટ્રી પોઇન્ટ મળે છે. 
  • ક્લે ટાઇલ્સની મદદથી હવેલીનું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. 
  • ઘરમાં વચ્ચોવચ એક એવો ચોક આવેલો છે જે વ્યક્તિ ત્યાં બેસે એ આખા ઘરનો નજારો જોઇ શકે છે. 

આવી રીતે બુકિંગ કરાવો
https://frenchhaveli.com/ તથા અન્ય બધી મુખ્ય ટ્રાવેલ વેબસાઇટ્સ પરથી થઇ શકે છે. 

કેવી રીતે પહોંચશો આ ફ્રેંચ હવેલીમાં 

  • જો તમે અમદાવાદ બહારથી આવતા હોવ તો આ હવેલીથી સૌથી નજીક અમદાવાદ કાલુપુર સ્ટેશન આવેલું છે. જ્યાંથી તમે કાર કે રીક્ષા દ્વારા આ હવેલી સુધી પહોંચી શકો છો. 
  • જો તમે અમદાવાદ એરપોર્ટથી જઇ રહ્યા છો તો ત્યાંથી આ હવેલી 11.6 કિલોમીટર દૂર આવેલી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dhalni Pol ahmedabad french mansion અમદાવાદ ઢાળની પોલ ફ્રેન્ચ હવેલી Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ