બ્રેકિંગ ન્યુઝ
VTV / free pulses supply on ration card modi government will pick up in first week of may
Last Updated: 02:02 PM, 26 April 2020
ADVERTISEMENT
એક મહિના પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકડાઉનને લીધે પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના હેઠળ PDS હેઠળ રજિસ્ટર પરિવારોને 3 મહિના માટે 1-1 કિલો દાળ મફતમાં આપવાની જાહેરાત કરી હતી.
અત્યાર સુધીમાં 30 હજાર ટન દાળનું વિતરણ કરવામાં આવ્યું છે અને ત્યારે આ કામને મે મહિનાના પહેલા અઠવાડિયામાં વધારે સ્પીડમાં કરવામાં આવશે. PMGKAY હેઠળ દાળની માસિક જરુરીયાત લગભગ 30 હજાર ટન દાળનું વિતરણ કરવામાં આવ્યુ છે. PDS ના માધ્યમથી 1.45 લાખ ટન દાળ આપવાની રજુઆત કરવામાં આવી છે. તેમજ કુલ માસિક જરુરીયાતના લગભગ 1 તૃત્યાંશ દાળ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે. જેનું વિતરણ કરવામાં આવી ચૂક્યુ છે.
ADVERTISEMENT
17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેનું વિતરણ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે બાકીના રાજ્યોમાં મેના પહેલા અઠવાડિયાથી ત્રીજા અઠવાડિયામાં આ વિતરણ પુરુ કરી દેવામાં આવશે. મંત્રાલયે જણાવ્યુ હતું કે નોફેડ(NAFED)ના 165 ગોડાઉનમં દાળના 3 મહિનાના સ્ટોક રાખવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે. કેબિનેટ સચિવ વ્યક્તિગત રુપે કામમાં ધ્યાન આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.