ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / RTO ના મેમોના નામે ઠગાઇ, સાવધાન રહેવાની સલાહ પણ ડેટા લિક ક્યાંથી થાય છે તે મામલે મૌન
Last Updated: 07:41 PM, 23 July 2025
ADVERTISEMENT
RTO Fraud : વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. રાજ્યના વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઈટના ‘e-challan’ પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જઈને જ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વાહન વ્યવહાર નિગમે લોકોને આપી સલાહ
RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવા અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન ફાઇન ભરવાની પ્રક્રિયામાં અનેક લોકો સાથે ફ્રોડ થયા હોવાની ઘટના બન્યા બાદ આરટીઓ, સાયબર પોલીસ સહિતનું તંત્ર સાબદું થયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 3,00,00,000થી વધુના સાધનોની ખરીદીમાં કૌભાંડ! વિપક્ષે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
ડેટાલીક ક્યાંથી થાય છે તે મામલે તપાસ જરૂરી
ADVERTISEMENT
જો કે સૌથી ચોંકાવનારી બાબત છેકે, કોઇ વ્યક્તિને મેમો આવ્યો છે તો તે વ્યક્તિ સિવાય કોઇ જોઇ શકતું નથી. કોઇ પણ વાહનની માહિતી નાખો તો પણ નામ અને મોબાઇલ નંબરનાં અમુક આંકડાઓ જ દેખાતા હોય છે. તેવામાં કોઇ પણ વ્યક્તિને મેમો આવ્યો છે અને તેનું નામ નંબર અને માહિતી આ લોકો પાસે કઇ રીતે જાય છે તે સૌથી મોટો સવાલ છે. ઘર કા ભેદી લંકા ઢાયેતેવી સ્થિતિ નથીને તે પણ તપાસ કરવાની જરૂર છે. જો કે હાલ તો તંત્ર દ્વારા માત્ર લોકોને જ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે તંત્રને સવાલ પુછવાનું મન થાય છે કે, અન્ય ના તો એક વાંકા આપના અઢાર છે. અને આ અઢાર વાંકાને કારણે જ કદાચ લોકોનાં ખિસ્સા કપાઇ રહ્યા છે. જો કે હાલ તો તંત્રએ સલાહ આપી છે કે, થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT