બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સ્પોર્ટસ / Cricket / four star players of australia will not play in series with india

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાનો સિક્રેટ માસ્ટર પ્લાન, વર્લ્ડકપની ટીમનાં 4 ખેલાડીઓ ભારત સામેની શ્રેણીમાં નહીં રમે, આ રહ્યું કારણ

Khevna

Last Updated: 02:33 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સામે 20 સપ્ટેમ્બરથી શરૂ થતી ત્રણ મેચોની ટી20 સીરિઝમા ઓસ્ટ્રેલિયાનાં ચાર દિગ્ગજ પ્લેયર્સ નહીં રમે. જાણો વિગતવાર

  • ઓસ્ટ્રેલીયાના 4 દિગ્ગજ ખેલાડીઓ ભારત સામે સીરિઝમા નહીં રમે 
  • ટી20 વર્લ્ડ કપનો હિસ્સો છે આ ખેલાડીઓ 
  • કહી શકાય કે ઓસ્ટ્રેલીયા પોતાની સ્ટ્રેટજી જણાવવા માંગતુ નથી 

ઓસ્ટ્રેલીયાના 4 દિગ્ગજ ખેલાડીઓ ભારત સામે સીરિઝમા નહીં રમે 

ટી20 વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 3 મેચની ટી20 સીરિઝ રમવામાં આવશે. પહેલો મુકાબલો 20 સપ્ટેમ્બરનાં રોજ મોહાલીમા થશે. આ સીરિઝને વિશ્વ કપ માટે તૈયારીનો અવસર જણાવવામાં આવે છે. આવામાં લાગી રહ્યું હતું કે બંને ટીમ પોતાની બેસ્ટ પ્લેઇંગ 11 સાથે ઉતરશે, પણ પહેલા જ ઓસ્ટ્રેલીયાની ટીમે પોતાના 4 સ્ટાર ખેલાડીઓને ટીમ સાથે નથી મોકલ્યા. આ ચાર ખેલાડી - ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, મિશેલ સ્ટાર્ક અને માર્કસ સ્ટોઇનિસ છે. કહેવામાં આવ્યું કે વોર્નર આ સીરિઝમા રેસ્ટ કરશે અને માર્શ, સ્ટાર્ક અને સ્ટોઇનિસ ઇજાગ્રસ્ત છે.  થોડા દિવસો પહેલા આ ખેલાડી ન્યુઝીલેન્ડ સામે સિરીઝમાં રમી રહ્યા હતા અને અચાનક ઇજાગ્રસ્ત થઈ ગયા, આ વાત સરળતાથી પચે એવી તો નથી. 

ઓસ્ટ્રેલીયા પોતાની સ્ટ્રેટજી જણાવવા માંગતુ નથી 
ઓસ્ટ્રેલિયાની ટીમ 2021મા થયેલા ટી20 વર્લ્ડ કપની ચેમ્પિયન રહી હતી. આ વખતે આ મેગા ટૂર્નામેન્ટ તેમના ઘરે થવા જઈ રહી છે. આવામાં તેઓ કોઈપણ પરિસ્થિતિમા ટ્રોફી જીતવા માંગશે. ભારત વર્લ્ડ કપ જીતવાનું દાવેદાર માનવામાં આવે છે. આવામાં ઓસ્ટ્રેલીયાની ટીમ નહીં ઇચ્છતી હોય કે સીરિઝ દરમિયાન તેમના પ્રમુખ ખેલાડીઓની પ્લાનિંગ ભારતીય ટીમને ખબર પડી જાય. આ માટે માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલીયાએ પોતાના ચાર મેચ વિનર્સને ભારત આવવાથી અટકાવ્યા છે. 

મેચ વિનર્સને એક્સપોઝ નથી કરવા માંગતી ઓસ્ટ્રેલીયાની ટીમ 

  • ઓસ્ટ્રેલીયાની ટીમે પોતાની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે 11 સપ્ટેમ્બરનાં રોજ રમી હતી. આ મેચમાં મિશેલ સ્ટાર્ક ટીમનો ભાગ હતા અને તેમણે 9.5 ઓવરમા બોલિંગ કરી હતી. તેમણે 60 રન આપ્યા અને 3 વિકેટ પણ લીધી, પણ ભારત સામે સીરિઝમા કહેવામાં આવ્યું કે તેઓ ઇજાગ્રસ્ત છે. 
  • ઓસ્ટ્રેલીયાનાં દિગ્ગજ બેટ્સમેન ડેવિસ વોર્નરને પણ સીરિઝથી આરામ આપવામાં આવ્યો છે. તેમની આજ્ઞાએ કેમરૂન ગ્રીનને ટીમનો ભાગ બનાવવામાં આવ્યા છે. ગ્રીન ભારત સામે તો સીરિઝમા રમશે, પણ વર્લ્ડ કપની ટીમનો હિસ્સો નથી. 
  • મિશેલ માર્શ જેમને ઓસ્ટ્રેલીયાને 2021મા વર્લ્ડ કપ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ પણ સીરિઝનો હિસ્સો નહીં હોય. તેમણે પોતાની છેલ્લી મેચ 28 ઓગસ્ટનાં રોજ રમી હતી. ઓસ્ટ્રેલીયાનાં બોર્ડે કહ્યું કે તેઓ ઇજાગ્રસ્ત છે. તેઓ વર્લ્ડ કપની ટીમનો હિસ્સો છે. 
  • ટીમના હજુ એક પ્રમુખ ખેલાડી માર્કસ સ્ટોઇનિસને પણ સીરિઝથી બહાર કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે તેમની માંસપેશીઓમા તણાવ છે. જ્યારે તેમણે પણ પોતાની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. 

ખેલાડીઓને ફ્રેશ રાખવા માંઅંગે છે ઓસ્ટ્રેલિયા 

આ ચારેય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે ઘણી વખત પોતાને સાબિત કરી ચૂક્યા છે. ડેવિડ વોર્નર ગયા ટી20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો. જ્યારે, મિચેલ સ્ટાર્ક 2015 ODI વર્લ્ડ કપનો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો છે. મિશેલ માર્સ અને માર્કસ સ્ટોઈનિસ ઓલરાઉન્ડર હોવાને કારણે ઓસ્ટ્રેલિયાના ટ્રમ્પ કાર્ડ માનવામાં આવે છે. આથી વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા આ ચાર ખેલાડીઓને ભારત જેવી મજબૂત હરીફ ટીમ સામે ઉતારવા માંગતું નથી.

ઓસ્ટ્રેલિયાની ટીમ તેના સ્ટાર ખેલાડીઓને થાકવા દેવા​​માંગતી નથી. જો ખેલાડીઓ ફ્રેશ રહેશે તો તેઓ વધુ સારું પ્રદર્શન કરશે. હાલમાં જ એશિયા કપમાં અફઘાનિસ્તાને સતત બે દિવસમાં 2 મેચ રમી હોવાનું જોવા મળ્યું હતું. પ્રથમ મેચમાં તેણે પાકિસ્તાનને સારો પડકાર આપ્યો હતો, પરંતુ બીજા દિવસે ભારત સામે તેના ખેલાડીઓ થાકેલા દેખાતા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ