બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Former US President Donald Trump arrested accused in porn star case, know

BIG BREAKING / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ, પોર્ન સ્ટાર કેસમાં છે આરોપી, જાણો શું થયું

Kishor

Last Updated: 11:46 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પોર્નસ્ટાર સ્ટાર અંગેના મામલામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરી લેવામાં આવી છે.

  • અમેરિકાને રાજકારણના સૌથી મોટા સમાચાર
  • પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ 
  • પોર્ન સ્ટાર કેસમાં આરોપી છે ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાને રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરી લેવામાં આવી છે. 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પોર્નસ્ટાર સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સનું મો બંધ કરવા અંગે પૈસા આપવાના મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે. કોર્ટમાં હાજર થતી વેળાએ તેની ધરપકડ કરી તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોર્ન સ્ટારને પેમેન્ટ કેસમાં તે મેનહટન કોર્ટમાં હાજર થવાના હતા. આ દરમિયાન મેનહટન કોર્ટ બહાર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. મહત્વનું છે કે ટ્રમ્પ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને જજ સમક્ષ હાજર થતા પહેલા તેના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે.

ટ્રમ્પ પર પોર્નસ્ટાર્સને પૈસા આપવા અંગે લાગ્યો આરોપ
ટ્રમ્પ પર આરોપ છે કે ન્યૂયોર્કની કેટલીક મહિલાઓની સાથે તેમણે યૌન સંબંધ બનાવ્યો હતો અને મામલો સાર્વજનિક ન કરવા માટે તેને પૈસા આપીને મામલો રફેદવે કર્યો હતો.આરોપ છે કે ટ્રમ્પની કંપનીએ મહિલાઓના અવાજને શમવા માટે મોટી રકમ કોહેનને આપી હતી. કોહેને કહ્યું કે ટ્રમ્પનાં નિર્દેશ પર તેમણે પોર્ન એક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સ અને પ્લેબોય મોડલ કરેન મેકડોગલને 1.30 લાખ ડૉલર આપવાનો આરોપછે. જો કે ટ્રમ્પના વકીલે નિવેદન આપ્યું કે જો મેનહટ્ટન ગ્રેન્ડ જ્યૂરી તેમને દોષી જાહેર કરે છે તો તેમનો ક્લાયંટ ફોજદારી આરોપોનો સામનો કરવા માટે આત્મસમર્પણ કરશે!

 

શું હતો સમગ્ર મામલો ?

આ આખો મામલો 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ડોલરની ચૂકવણીની તપાસ સાથે સંબંધિત છે. જેમાં ટ્રમ્પને આરોપી ગણવામાં આવ્યા છે. ગ્રાન્ડ જ્યુરીની તપાસમાં જાણવા મળ્યું કે 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેનું 2006માં ટ્રમ્પ સાથે અફેર હતું.ઠે આ સાંભળીને ટ્રમ્પ ટીમના વકીલે સ્ટૉર્મીને ચૂપ રહેવા માટે 1.30 લાખ ડોલર ચૂકવી હતી. ન્યૂયોર્કની ગ્રાન્ડ જ્યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના 2016 ની રાષ્ટ્રપતિની ઝુંબેશ દરમિયાન પોર્ન સ્ટારને ચૂકવણી કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. આ પછી તેઓ ફોજદારી આરોપોનો સામનો કરનાર પ્રથમ યુએસ પ્રમુખ બન્યા. સાથે જ હવે ટ્રમ્પની ધરપકડ થતા તે ધરપકડ થનાર અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ પર શું છે આરોપ?

  • 2006માં ગોલ્ફ ટૂર્નામેન્ટમાં શરૂ થયો હતો વિવાદ
  • ટૂર્નામેન્ટ બાદ ટ્રમ્પ પર પોર્ન સ્ટારને બોલાવવાનો છે આરોપ
  • સ્ટૉર્મી ડેનિયલ્સનો દાવો છે કે બન્ને વચ્ચે સંબંધ બંધાયા હતા
  • ટ્રમ્પે એડલ્ટ સ્ટારને પોતાનું મો બંધ રાખવા માટે ડૉલર આપ્યા હતા
  • ટ્રમ્પે આ રૂપિયા ચૂંટણીના ફંડમાંથી આપ્યા હોવાનો દાવો
  • એડલ્ટ સ્ટારે દાવો કર્યો હતો કે ટ્રમ્પે તેને ટીવી સ્ટાર બનાવવાનો વાયદો કર્યો હતો
  • 30 માર્ચે ટ્રમ્પ વિરુદ્ધ કેસ ચલાવવાની મળી હતી મંજૂરી

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ