બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / સ્પોર્ટસ / Cricket / Former Team India captain Mahendra Singh Dhoni said, "Thank you PM Modi for your appreciation and best wishes."
ADVERTISEMENT
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ. ધોનીએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની જાહેરાત કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની પ્રશંસા કરી હતી, અને શુભેચ્છા રૂપ ધોનીની કારકિર્દી, વ્યક્તિત્વ અને સિદ્ધિવન બિરડાવતો એક પત્ર પણ મોકલ્યો છે.
ધોનીએ ટ્વિટર પર શેર કર્યો પત્ર અને કહ્યું,'' thanks PM @narendramodi
ADVERTISEMENT
ધોનીએ ટ્વિટર પર આ પત્ર શેર કર્યો હતો અને ટ્વિટર પર લખ્યું હતુ કે, "એક કલાકાર, સૈનિક અને સ્પોર્ટસપર્સન જેની તેઓની ઇચ્છા છે તે પ્રશંસા છે, કે તેમની મહેનત અને બલિદાન દરેકની નજરમાં આવે અને તે પ્રશંસા થઈ રહી છે. તમારી પ્રશંસા અને શુભેચ્છાઓ માટે આભાર પીએમ મોદી.''
An Artist,Soldier and Sportsperson what they crave for is appreciation, that their hard work and sacrifice is getting noticed and appreciated by everyone.thanks PM @narendramodi for your appreciation and good wishes. pic.twitter.com/T0naCT7mO7
— Mahendra Singh Dhoni (@msdhoni) August 20, 2020
ADVERTISEMENT
મોદીએ શું કહ્યું પત્રમાં
ADVERTISEMENT
પત્રમાં પીએમ મોદીએ લખ્યું છે કે એમએસ ધોનીનું નામ ઇતિહાસમાં "વિશ્વની શ્રેષ્ઠ બેટિંગ ક્રિકેટ ખેલાડીઓમાંથી એક" અને "ક્રિકેટના સર્વશ્રેષ્ઠ કપ્તાન તરીકે" નામ આવશે.તેમણે વધુમાં લખ્યું છે કે ધોનીને ફક્ત ક્રિકેટમાં તેની ઉપલબ્ધિઓ માટે જ યાદ કરવામાં નહિ આવે, પરંતુ "નમ્ર શરૂઆત" પછી તેની અપાર સફળતા માટે પણ યાદ કરવામાં આવશે. વડા પ્રધાને 2007 ના વર્લ્ડ ટ્વેન્ટી 20 માં જીતનો ઉલ્લેખ તેમના "સ્પિરિટ" ના ઉદાહરણ તરીકે કર્યો, અને ભારપૂર્વક કહ્યું કે ધોની નવા ભારતનો ચહેરો રજૂ કરે છે જે જોખમ લેવામાં અચકાતા નથી.
પીએમ મોદીએ સેના સાથેના ધોનીના લગાવની પ્રશંસા કરી હતી.
ADVERTISEMENT
પીએમ મોદીએ ભારતીય સશસ્ત્ર દળો સાથે ધોનીના જોડાણ વિશે પણ જણાવ્યું હતું કે, "સૈનિકોના કલ્યાણ પ્રત્યેની ધોનીની ચિંતા હંમેશાં નોંધપાત્ર રહી છે." પીએમ મોદીએ ધોનીને તેમના તમામ ભાવિ સાહસોમાં તેમને સફળ થવાની શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ધોની ટેરિટોરિયલ આર્મીમાં જોડાયેલો છે, અને તેણે પેરાટ્રુપર્સ સાથે જોડાયેલી ટ્રેનિંગ પણ પૂર્ણ કરી હતી.
PM Modi writes to MS Dhoni. Letter reads, "In your trademark unassuming style you shared a video that was enough to become a passionate discussion point for entire nation. 130 Cr Indians were disappointed but also eternally grateful for all that you have done for Indian cricket." pic.twitter.com/sHjuewqkz1
— ANI (@ANI) August 20, 2020
ADVERTISEMENT
ધોનીની નિવૃત્તિની ઊડી હતી અફવાઓ
નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલ રમ્યા બાદ ધોનીએ બ્રેક લીધો હતો. જે બાદ તે પોતાની સેનાની તાલીમ લેવા માટે કાશ્મીર ગયો હતો અને તે પછી તે ટીમ ઈન્ડિયામાં સામેલ થયો ન હતો. આ રીતે, ધોની, જે તેની પ્રથમ અને છેલ્લી મેચમાં પણ રનઆઉટ થયો હતો, ત્યારે તેની નિવૃત્તિને લઈને ઘણી અફવાઓ ઊડી હતી. પરંતુ આઇપીએલ માર્ચ સુધી મુલતવી રાખ્યા પછી અને કોરોના લોકડાઉન વગેરે માં ચાર મહિના રહ્યા બાદ ધોનીએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને બધાને ચોંકાવી દીધા હતા. આટલું જ નહીં, ધોનીના ખૂબ સારા મિત્ર એવા ટીમ ઇન્ડિયાના સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી.
ભારત માટે ત્રણેય ICC ટ્રોફી જીતનાર એકમાત્ર ભારતીય કેપ્ટન છે ધોની
અમને જણાવી દઇએ કે, ત્રણેય આઇસીસી ટ્રોફી (2007 ટી -20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી) માં ભારતને જીતવા માટે ધોની એકમાત્ર કેપ્ટન છે. તેણે વર્ષ 2014 માં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જે બાદ ગયા વર્ષે 2019 ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં રન આઉટ થયા બાદ હવે ધોનીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ હોવા છતાં, તે ચોક્કસપણે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ માટે ચેન્નઈની ટીમની કપ્તાની કરતો જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.