Former health minister Dr Deepak Sawant from the Uddhav Thackeray group joins CM Eknath Shinde's Shiv Sena
રાજનીતિ /
પાર્ટી તો હાથમાંથી ગઈ હવે સેના પણ..ઉદ્ધવ ઠાકરે માટે કપરો કાળ, પૂર્વ મંત્રી શિંદે જુથમાં ભળ્યા
Team VTV07:50 PM, 15 Mar 23
| Updated: 07:51 PM, 15 Mar 23
મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. ઠાકરે કેમ્પનાં નેપા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી દીપક સાવંતે પણ હવે એકનાથ શિંદેનો હાથ ઝાલ્યો છે.
ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર ઝટકો
પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીએ ઝાલ્યો શિંદે જૂથનો હાથ
ડો. દીપક સાવંતને શિંદેએ આપી શિવસેનાની સદસ્યતા
એકનાથ શિંદેએ ડો.દીપક સાવંતને શિવસેના પાર્ટીની સદસ્યતા આજે અપાવી છે. આ અવસર પર એકનાથ શિંદેએ ડો. દીપક સાવંતનું પાર્ટીમાં સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે હું ડો. દીપક સાવંતનું આપણી શિવસેના પાર્ટીમાં સ્વાગત કરું છું. તેમના અનુભવથી આપણને લાભ મળશે.
દીપક સાવંતે આપ્યું નિવેદન
સાવંતે કહ્યું કે 'હું માત્ર કામ કરવા ઈચ્છું છું. મને કોઈ પદ જોઈતું નથી. મેં તેમને પત્ર લખીને કામ માંગ્યું હતું જેનો તેમણે સ્વીકાર કર્યો છે. મેં માત્ર શિવસેનાનાં નામ પર કામ કર્યું છે.'
Maharashtra | Former minister Dr Deepak Sawant from the Uddhav Thackeray faction joins CM Eknath Shinde's Shiv Sena pic.twitter.com/kKijhyjhEg
કોણ છે દીપક સાવંત?
ડો. દીપક સાવંત તાત્કાલીન સંયુક્ત શિવસેનાનાં MLC હતાં અને 2014થી 2018 સુધી દેવેન્દ્ર ફડણવીસનાં નેતૃત્વવાળી સરકારમાં સાર્વજનિક સ્વાસ્થ્ય મંત્રી હતાં. દીપક સાવંતને ઠાકરે પરિવારનો સદસ્ય સમજવામાં આવતો હતો. તેમને કેબિનેટમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું અને 2018માં ઉદ્ધવ ઠાકરે દ્વારા વિધાનસભા પરિષદ ચૂંટણીને લઈને ટિકીટથી વંચિત રાખવામાં આવ્યું હતું.
2 દિવસ પહેલાં ભૂષણ પણ જોડાયા શિવસેના સાથે
શિવસેના નામ અને ચિહ્ન છીનવાયા બાદ પણ ઉદ્ધવ ઠાકરેને એક પછી એક ઝટકાઓ લાગી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરેનાં નજીકી અને જૂથનાં નેતા સુભાષ દેસાઈનાં દિકરા ભૂષણે એકનાથ શિંદેની શિવસેનાનો હાથ પકડ્યો છે. પાર્ટીમાં શામેલ થયાં બાદ ભૂષણે કહ્યું કે તેમને શિંદેની કામ કરવાની રીત પસંદ છે તેથી તેણે શિવસેનામાં શામેલ થવાનો નિર્ણય કર્યો છે. સોમવારે એકનાથ શિંદેનાં નેતૃત્વમાં તેમણે શિવસેનાની સદસ્યતા લીધી.
બાલાસાહેબ મારા ભગવાન છે: ભૂષણ
શિવસેનામાં શામેલ થયા બાદ ભૂષણ દેસાઈએ કહ્યું કે બાલાસાહેબ મારા ભગવાન છે. એકનાથ શિંદે હિંદુત્વ વિચારોને આગળ વધારી રહ્યાં છે. મને તેમના પર વિશ્વાસ છે. તેમની સાથે પહેલાં પણ કામ કરેલ છે અને આગળ પણ તેમની સાથે જ ઊભો રહીશ. એક સામાજિક કાર્યકર્તા હોવાને લીધે શિંદેથી હું પ્રેરિત છું.