બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / former energy minister Saurabh Patel posted a video of BJP cricket tournament

બેદરકારી / મોતની રમત : બોટાદમાં ભાજપની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હજારોની મેદનીથી મચ્યો ખળભળાટ, સૌરભ પટેલે પોસ્ટ કર્યો વીડિયો

Kiran

Last Updated: 03:51 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં આજે એક એવો વીડિયો સામે આવ્યો છે જેના કારણે ખળભળાટ મચ્યો છે

  • ભાજપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો વીડિયો વાયરલ 
  • બોટાદમાં ફરી કોરોના માથુ ઉચકે તેવા સંકેત
  • ઓમિક્રોન સંકટ સમયે ભીડમાં સૌરભ પટેલ

દેશ વિદેશ સહિત ભારતમાં પણ કોરોના સંક્રમણ અને કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેના કારણે રાજકારણ ગરમાયું છે. બોટાદ જિલ્લામાં પૂર્વ ઊર્જામંત્રીની હાજરીમાં જ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી રીતે ક્રિકેટમાં જીતની ઉજવણી કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 



 

ઓમિક્રોન સંકટ સમયે ભીડમાં સૌરભ પટેલ

બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલી ડિસેમ્બરથી ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે 25 ડિસેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ હતી પરતું ફાઈનલ મેચ જીતેલી ટીમે જીતના જશ્નમાં કોરોનાના નિયમો ભૂલી માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. જેનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. 



 

ભાજપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો વીડિયો કર્યો પોસ્ટ

મહત્વનું છે કે અહીં હજારોની સંખ્યામાં ભીડ વચ્ચે પૂર્વ મંત્રી સૌરભ પટેલની હાજરી પણ દેખાઈ રહી છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ચોંકાવનારો વીડિયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં યોજવામાં આવી હતી, જેમાં કોરોના ગાઈડ લાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. અહીં ભીડમાં હાજર લોકોમાં ના તો કોઈએ માસ્ક પહેર્યું હતો કે ના તો સોશિયલ ડિસ્ટન્સના નિયમો જાળવ્યા હતા. 



 

ઓમિક્રોન સંકટ સમયે ભીડમાં સૌરભ પટેલ

હાલ ગુજરાતમાં ફરી કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યમાં કોરોના કહેર વચ્ચે પૂર્વ મંત્રી સૌરભ પટેલે જ નિયમનેવે ક્રિકેટ ટૂર્મનામેન્ટમાં હાજરી આપીને નિયમતોડ ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા હવે સૌરભ પટેલ ચર્ચામાં આવ્યા છે. કોરોના કાળમાં લોકો બેદરકારી દાખવે તો સામાન્ય પ્રજા પાસેથી આકરો દંડ વસૂલ કરવામાં આવે છે જ્યારે  નેતાઓ બેદરકારી દાખવે તો તેમના ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

હજારોની સંખ્યામાં લોકો થયા હતા એકઠા

રાજ્યમાં હાલ કોરોના કેસનું પ્રમાણ વધતા નાઈટ કર્ફ્યૂના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સરેઆમ નિયમોની ઐસીતૈસી કરતા આ વીડિયો સરકાર સામે પડકારરૂપ સાબિત થઈ શકે છે. ભાજપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોના ઓમિક્રોનને આમંત્રણ આપતા વીડિયોથી ચકચાર મચી જવા પામી છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી એ જ પોતાની સરકાર સામે વીડિયો પોસ્ટ કરી ખુલ્લો પડકાર ફેંક્યો છે. બોટાદમાં ફરી કોરોના માથું ઊંચકે તો કોણ જવાબદાર તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. 

ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા તો?

મહત્વનું છે કે બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ પ્રારંભ 1લી ડિસેમ્બરે ખેલે યુવા જીતે યુવા, ખેલે બોટાદ જીતે બોટાદની વિચારધારા સાથે પૂર્વ ઉજામંત્રી સૌરભ પટેલે કરાવ્યો હતો. જેમાં વિધાનસભાની સીટની 80 ગામોની ટીમ તેમજ બોટાદ શહેરની દરેક વોર્ડની ટીમો, વિવિધ એસોસીએશનની ટીમો, વિવિધ કર્મચારીઓની ટીમ એમ કુલ 140 ટીમોએ ભાગ લીધો હતો અને 1540 ખેલાડીઓએ પોતાનું પરફોમન્સ બતાવ્યું હતું. જ્યારે 25 ડિસેમ્બરે રાત્રિના 8:30 કલાકે ફાઈનલ મેચ રમાઈ હતી. વિજેતા ટીમને તેમજ શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનિત કરવા ધારાસભ્ય સૌરભભાઈ પટેલ, બોટાદ જીલ્લા પ્રભારી ટી.એમ.પટેલ તેમજ મંજુલાબેન દેત્રોજા, ભારતીય જનતા પાર્ટી બોટાદ જીલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, બોટાદ જીલ્લા મહામંત્રી પોપટભાઈ અવૈયા, બ્રિજરાજસિંહ ઝાલા તેમજ અરવિંદભાઈ વનાળીયા, બોટાદ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા, પ્રદેશના આગેવાનો હાજર હતા.

સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે: રાજેન્દ્ર ત્રિવેદી

નેતાઓના કાર્યક્રમમાં ભીડ એકઠી થવા અંગે મહેસુલ મંત્રી અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે સરકાર ખૂબ જ કાળજી લઈ રહી છે અને કોરોના વકરે નહીં તે માટે સૂચના અને માર્ગ દર્શન આપવામાં આવી રહ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે તમામ લોકો નિયમોનું પાલન કરે, સરકારી ગાઈડલાઈનનો અમલ થવો જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ