બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''દીકરીઓને સલાહ આપો તો...'', આનંદીબેન પટેલના દીકરીની સમાજને ટકોર
Last Updated: 04:31 PM, 11 May 2026
બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામ ખાતે યોજાયેલા સરદાર પટેલની પ્રતિમાનાં અનાવરણ કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી અનાર પટેલ એ સમાજમાં વધી રહેલા દારૂના દૂષણ અને પ્રેમલગ્નોના મુદ્દે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
પાટીદાર સમાજને અનાર પટેલની ટકોર
કાર્યક્રમ દરમિયાન અનાર પટેલે સમાજને સંબોધતા કહ્યું કે માત્ર દીકરીઓને જ સલાહ આપવાથી કામ નહીં ચાલે, દીકરાઓને પણ સંસ્કાર અને જવાબદારી શીખવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, “આપણો છોકરો દારૂ પીતો હોય, રખડતો હોય અને કોઈ કામધંધો ન કરતો હોય તો દીકરીઓ બીજા સમાજમાં કેમ નહીં જાય?”
ADVERTISEMENT
દારૂના દૂષણ અને પ્રેમલગ્ન વિશે કરી વાત
ADVERTISEMENT
તેમણે દારૂના વધતા પ્રભાવ પર પણ કડક ટકોર કરતાં કહ્યું કે જો ઘરમાં કોઈ ભાઈ દારૂ પીને આવે તો દીકરીઓએ પણ તેનો વિરોધ કરવો જોઈએ. “ઘરમાં ભાઈ દારૂ પીને આવે તો તેને બહાર કાઢજો,” એમ કહી તેમણે યુવતીઓને પણ સમાજ સુધારામાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું.
દીકરીઓને સલાહ આપીએ તો દીકરાને કેમ નહીં? તે સમાજ નથી બગાડતો"
ADVERTISEMENT
અનાર પટેલે જણાવ્યું કે સમાજમાં પ્રેમલગ્નોના વધતા પ્રમાણ પાછળ માત્ર દીકરીઓને જવાબદાર ગણવું યોગ્ય નથી. “દીકરીઓને સલાહ આપીએ છીએ, પણ દીકરાને કેમ નહીં? સમાજને બગાડવામાં દીકરાઓની જવાબદારી પણ એટલી જ છે,” એમ તેમણે સ્પષ્ટ કહ્યું.
આ પણ વાંચોઃ ''પ્રેમલગ્નથી પણ કોઇને વાંધો ના હોઇ શકે પરંતુ...'', આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે લાલજી પટેલએ આ શું કહ્યું?
ADVERTISEMENT
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. અનાર પટેલના આ નિવેદનો બાદ સમાજમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.