બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / forcibly giving flowers schoolgirl is sexual harassment : Suprem Court

ન્યાયિક / સ્કૂલની છોકરીને જબરજસ્તીથી ફૂલ આપવું પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, સુપ્રીમનો ચુકાદો

Hiralal

Last Updated: 04:38 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે સ્કૂલની છોકરીને જબરજસ્તીથી ફૂલ આપવાના કામને પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ગણાવ્યું છે.

સ્કૂલની છોકરીને જબરજસ્તીથી ફૂલ આપવું પણ યૌન ઉત્પીડનની કક્ષામાં આવે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આવો એક ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે સગીર છોકરીને શિક્ષક દ્વારા ફૂલ આપવા અને વર્ગખંડ જેવા જાહેર સ્થળે સ્વીકારવા માટે દબાણ કરવું પોક્સો એક્ટ હેઠળ જાતીય સતામણી છે. જસ્ટિસ દીપાંકર દત્તા, કે.વી.વિશ્વનાથન અને સંદીપ મહેતાની ખંડપીઠે મદ્રાસ હાઈકોર્ટના એ ચુકાદાને ઉલટાવી દીધો હતો જેમાં દોષિત શિક્ષકને ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે સગીર પીડિત વિદ્યાર્થી અને સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલા પુરાવા મેચ નથી થતા અને અનેક વિસંગતતાઓથી ભરેલા છે. ટ્રાયલ કોર્ટે શિક્ષકને ત્રણ વર્ષની જેલની સજા પણ ફટકારી હતી.

કોર્ટે આરોપી શિક્ષકને નિર્દોષ જાહેર કર્યો 
દોષિત શિક્ષકને નિર્દોષ જાહેર કરતી વખતે જસ્ટીસ દત્તાએ જણાવ્યું હતું કે, "અમે રાજ્યના વરિષ્ઠ વકીલની રજૂઆતો સાથે સંપૂર્ણ સહમત છીએ કે કોઈ પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થિની (જે સગીર પણ છે) ની જાતીય સતામણીનું કોઈ પણ કૃત્ય ગંભીર પ્રકૃતિના ગુનાઓની સૂચિમાં ઉચ્ચ છે કારણ કે તેના દૂરગામી પરિણામો આવે છે. આ કેસમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓ વિરોધાભાસી છે અને ભૂતકાળમાં શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધીઓ વચ્ચે વિવાદો થયા હોવાથી સગીર વિદ્યાર્થીનો ઉપયોગ શિક્ષકને બદનામ કરવા માટે પ્યાદા તરીકે કરવામાં આવ્યો હોઈ શકે છે તેની પણ સુપ્રીમ કોર્ટને શંકા પડી હતી. 

છોકરીને પ્યાદું બનાવીને શિક્ષકને બદનામ ન કરી શકાય 
જસ્ટિસ દત્તાએ લખ્યું છે કે, "એમાં કોઈ શંકા નથી કે શાળા જેવી જાહેર જગ્યાએ આવી ઘટના બને ત્યારે પોક્સોની કડક જોગવાઈઓ લાગુ પડે છે, પરંતુ અદાલતોએ એ પણ જાણવું જોઈએ કે જ્યારે કોઈ શિક્ષકની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી હોય, ત્યારે કોઈ શિક્ષકને બદનામ કરવા માટે સગીર છોકરીનો પ્યાદું તરીકે ઉપયોગ કરવાની મંજૂરી ન હોવી જોઈએ. કારણ કે શિક્ષકની ભૂમિકા સમાજમાં છોકરીઓને સુરક્ષિત રાખવાની હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ