બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Politics / For the first time, 8 Union Ministers held a press conference at the same time, who decided not to allow Parliament to function, explained

મોનસૂન સત્ર / પહેલી વાર એકસાથે 8 કેન્દ્રીય મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, સંસદ ન ચાલવા દેવાનો વિપક્ષનો નિર્ણય પૂર્વનિયોજિત

Hiralal

Last Updated: 03:38 PM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષના આરોપનો જવાબ આપવા 8 કેન્દ્રીય મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, સંસદ ન ચાલવા દેવાનો નિર્ણય પૂર્વનિયોજિત હતો.

  • 8  કેન્દ્રીય મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ
  • વિપક્ષના આરોપનો જવાબ આપ્યો
  • સંસદ ન ચાલવા દેવાનો નિર્ણય પૂર્વનિયોજિત હતો

વિપક્ષના આરોપનો જવાબ આપવા 8  કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મેઘવાલ, ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયુષ ગોયેલ, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, અનુરાગ ઠાકુર અને વી. મુરલીધરને પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષને આકરા જવાબ આપ્યા. 

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ દાવો કર્યો હતો કે વિપક્ષે અમને ધમકી આપી હતી કે 'જો અમે બિલ પસાર કરવાનો પ્રયાસ કરીશું તો પરિસ્થિતિ વધુ વિકટ બની જશે'.

વિપક્ષના સભ્યોએ કાચ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. એક મહિલા ઘાયલ થઈ હતી. તેઓએ લેખિતમાં ફરિયાદ આપી છે કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ટેબલ ઉપર ચીને હંગામો કર્યો. કોઈ બિલ પસાર થઈ રહ્યું નથી, માત્ર ચર્ચા ચાલી રહી હતી. વિનંતી કરવા છતાં તેઓ સહમત ન થયા.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સંસદને કામ ન કરવા દેવાનો નિર્ણય પૂર્વ આયોજિત હતો. તેમણે કહ્યું કે ઘટનાઓ જે ક્રમમાં બની તે દૃશ્યથી સ્પષ્ટ છે.

વિપક્ષે ફક્ત અરાજકતા ફેલાવી-અનુરાગ ઠાકુર 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે દેશના લોકો પ્રતિક્ષા કરી રહ્યાં છે તેમની સાથે જોડાયેલા મુદ્દાઓને સંસદમાં ઉઠાવવામાં આવે ત્યારે વિપક્ષે સડકથી માંડીને સંસદ સુધીનો એજન્ડા ખુલ્લો પડ્યો છે. વિપક્ષે ફક્ત અરાજકતા ફેલાવી છે. 

વિપક્ષોએ શરમજનક પ્રદર્શન કર્યું- પીયુષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલે જણાવ્યું કે રાજ્યસભામાં વિપક્ષનો જે વ્યવહાર રહ્યો છે તેનાથી ગૃહની ગરીમા ઘટી છે. ચેરમેનની સામે ખોટાખોટા આરોપ લગાવીને પદની ગરિમા ઘટાડવામાં આવી. વિપક્ષોએ શરમજનક પ્રદર્શન કર્યું. વિપક્ષની ઈચ્છા શરુઆતથી સ્પસ્ટ બની છે. સંસદમાં ન બોલવા દેવાના રાહુલ ગાંધીનો આરોપનો જવાબ આપતા પીયુષ ગોયેલે જણાવ્યું કે તો પછી સંસદ કેવી રીતા ચાલ્યું. કોવિડ પર ચર્ચા કેવી રીતે થઈ. હંગામો તેઓ કરે, ખુરશીઓ તેઓ ઉછાળે, પેપર તેઓ ફાડે અને આરોપ અમારી પર લાગે. 

સાડા સાત વર્ષ પછી પણ વિપક્ષ જનાદેશ સ્વીકારવા તૈયાર નથી

તેમણે કહ્યું કે સાડા સાત વર્ષ પછી પણ વિપક્ષ જનાદેશ સ્વીકારવા તૈયાર નથી. ખાસ કરીને કોંગ્રેસને એવું લાગે છે કે આ અમારી સીટ હતી અને તેને મોદીએ આવીને છીનવી લીધી. તેની આ માનસકિતાને કારણે આવું થઈ રહ્યું છે. 

તેમણે કહ્યું કે વિરોધ કરવો વિપક્ષનો અધિકાર છે પરંતુ તેમાં કંઈક શિષ્ટાચાર જેવું હોય છે તેઓ જે કરી રહ્યાં છે કે કહી રહ્યાં છે તે રાજ્યસભા ટીવી પર દેખાડવું જોઈએ. અમે હજુ પણ કહી રહ્યાં છીએ કે તેમની હરકત જનતાને દેખાડવી જોઈએ. વિપક્ષ લોકોને ગુમરાહ કરી રહ્યો છે. 

સરકાર દ્વારા વિપક્ષ પર કરવામાં આવેલા 8 મોટા હુમલા
(1) પહેલેથી સત્ર બર્બાદ કરી નાખવાનું નક્કી કરાયું હતું, તેથી ગૃહમાં કામ ન કરવા દેવાયું.
(2) કોરોના, મોંઘવારી, કૃષિ બીલ પર સરકાર ચર્ચા કરવા તૈયાર હતી, વિપક્ષ પેગાસસ પર મક્કમ રહ્યો.
(3) 2004 થી 2014 સુધી યુપીએ સરકારે ડઝન બીલ ચર્ચા વગર પસાર કરી નાખ્યા, અમે ચર્ચા કરવાની કોશિશ કરી.
(4) જે 6 સાંસદોને સસ્પેન્ડ કરાયા તેઓ કાચ તોડીને ગૃહમાં આવવા માગતા હતા.
(5) 9 ઓગસ્ટે ટેબલ પર ચડીને હોબાળો કરવામાં આવ્યો, રુલબુકને ચેર તરફ ઉછાળવામાં આવી, આ એક કાતિલ હુમલો હતો.
(6) વિપક્ષની મહિલા સાંસદોએ લેડી માર્શલ સાથે ધક્કામુક્કી કરી વીડિયો ફૂટેજમાં સ્પસ્ટ દેખાઈ રહ્યું છે.
(7) બહારથી કોઈ સુરક્ષાકર્મી આવ્યા નથી ફક્ત 30 સુરક્ષાકર્મી ગૃહની અંદર હતા.
(8) વિપક્ષ ફક્ત પોતાની વાત કહેવા પૂરતા જ શાંત રહ્યો, બાકીના સમયે હોબાળો કરતો રહ્યો અને ચેરનું અપમાન કર્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ