બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / For lovers visit Paradise Beach called Donna Paula

ટ્રાવેલ / પ્રેમીઓ માટે સ્વર્ગ કહેવાતા ડોના પાઉલા બીચ પર એક વાર જરુર જાવ

Krupa

Last Updated: 04:58 PM, 4 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ તમારા પાર્ટનર કે પ્રેમી સાથે કોઇ રોમેન્ટીક ટુર પ્લાન કરી રહ્યા હો તો ડોના પાઉલા બીચ તમારા માટે બેસ્ટ પ્લેસ છે. આ જગ્યાને પ્રેમીઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે. આ જગ્યા ગોવાની રાજધાની પણજીથી માત્ર સાત કિલોમીટરના અંતરે છે.

આ જગ્યાનું નામ ભારતીય વાઇસરોયની પુત્રી ડોના પાઉલા ડી મેનજેસના નામ પરથી પડ્યુ હતુ. આ રોમેન્ટીક બીચની કેટલીક ખાસ વાતો પણ જાણવા જેવી છે

પોતાના પ્રેમ માટે જીવ આપી દીધો
ભારતીય વાઇસરોયની પુત્રી ડોના પાઉલા ડી મેનજેસ એક યુવકને ખુબ પ્રેમ કરતી હતી, પરંતુ તેના લગ્ન ન થઇ શકવાના કારણે તેણે જીવ આપી દીધો. તેથી આ બીચનું નામ તેના નામ પર રાખવામાં આવ્યુ હતુ.

ગામવાસીઓ માટે પણ સ્નેહ હતો
સ્થાનિક નિવાસીઓ એમ પણ કહે છે કે ડોનાને ગામના લોકો પર અને વન્ય જીવો પર અનુપમ સ્નેહ હતો. તે બધાની જરુરિયાતનો ખ્યાલ રાખતી હતી. તેના મૃત્યુ બાદ ગામના લોકોએ બીચનું નામ તેના નામ પર રાખવાની સહમતિ દર્શાવી હતી.

અહીં થાય છે સંગમ
ડોના પાઉલા બીચ પર ગોવાની બે પ્રસિધ્ધ નદીઓ અને અરબ સાગરનો અદ્ભુત સંગમ થાય છે. આ ઉપરાંત ત્યાં વોટર સ્પોર્ટસનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે અહીં લોકલ ક્રાફ્ટનું સારું એવું બજાર છે. જ્યાં હેન્ડમેડ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે.

નવેમ્બર અહીં અત્યંત ખાસ છે
ડોના પાઉલા બીચ પર નવેમ્બરનો મહિનો ખાસ હોય છે. આ દરમિયાન અહીં ઘણા બધા વોટર સ્પોર્ટસ ફેસ્ટીવલનું આયોજન થાય છે. આજ કારણે અહીં નવેમ્બરથી લઇને માર્ચ મહિના સુધીનો સમય ફરવા માટે ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન અહીં મોસમ હળવો ગરમ અને હળવી શરદીવાળો હોય છે. તે હવામાં રોમેન્ટીઝમને વધારી દે છે.

કેવી રીતે પહોંચશો ડોના પાઉલા
જો તમે ટ્રેનથી ડોના પાઉલા બીચ પહોંચવા ઇચ્છો છો તો સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વાસ્કો દી ગામાં છે. બીચથી તે 28 કિમી દુર છે. ત્યારબાદ તમે સ્થાનિક સાધનોનો સહારો લઇ શકો છો. બસમાં જઇ રહ્યા હો તો ગોવાની રાજધાની પણજી બસ સ્ટેન્ડથી તમે સ્થાનિક સાધન લઇ શકો છો. ફ્લાઇટથી જઇ રહ્યા હો તો ગોવા એરપોર્ટ બીચથી સૌથી નજીક છે. ત્યાંથી પણ તમને સ્થાનિક સાધન સરળતાથી મળી જશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Donna Paula Travel goa lifestyle ગોવા ડોના પાઉલા Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ