બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / વડોદરા / For how long will the common people continue to suffer from Laliyawadi of government offices? People are forced to suffer due to careless system

VTV રિયાલિટી ચેક / ક્યાં સુધી સામાન્ય જનતા સરકારી કચેરીઓની લાલિયાવાડીનો ભોગ બનતી રહેશે? બેદરકાર તંત્રના કારણે લોકો ધક્કા ખાવા મજબૂર

Vishal Khamar

Last Updated: 08:34 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા પોતાના દરેક વિભાગોની કામગીરી અને જનતાની સેવાનો નિર્ધાર કરીને કહે છે કે કોઈ પણ વ્યક્તિનું કામ હોય ગણતરીના કલાકો અને એક સપ્તાહમાં કરી આપવામાં આવશે.સમગ્ર બાબતે જ્યારે Vtv દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

  • મામલતદાર કચેરીમાં રિયાલિટી ચેક
  • VTV NEWSએ કામગીરીને લઈ કરી તપાસ
  • અરજદારોને સરકારી કામને લઈ હાલાકી

રાજ્ય સરકાર દ્વારા સિંગલ વિન્ડો ક્લિયરન્સ, ગણતરીના સમયમાં સરકારી કામ થઇ જવાના દાવાઓ કરાય છે. જો કે શિથીલ અને બેદરકાર તંત્રના કારણે લોકો ધક્કા ખાવા મજબૂર થયા છે. આવી જ સ્થિતી જોવા મળી અમદાવાદના ઘાટલોડિયાની મામલતદાર કચેરીમાં કે જ્યાં આવકનો દાખલો, આયુષ્માન કાર્ડ અને સામાન્ય સરકારી કામ કરાવવા માટે લોકોને ધક્કા ખાવા પડે છે. પોતાના કામ કરાવવા માટે સામાન્ય જનતાએ પોતાના નોકરી ધંધા છોડી મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડે તેવી સ્થિતી પેદા થઇ છે. તેવામાં અસંવેદનશીલ અમલદારશાહીનો ભોગ બનેલા લોકોમાં રોષ ફેલાયો છે. 

ગાંધીનગરમાં પણ વીટીવીન ન્યૂઝની ટીમે સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કર્યુ હતું. પાટનગરમાં જનસેવાની કામગીરીને લઈ લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો આવકના દાખલા, રેશન કાર્ડ, જાતિના દાખલા માટે પહોંચ્યા હતા. કચેરીમાં ટોકન સિસ્ટમ હોવાથી નાગરિકોએ સંતોષ જણાવ્યું. આ દરમિયાન અમારી ટીમને દિવ્યાંગ પુત્રીના આયુષ્યમાન કાર્ડ માટે પિતાને સરકારી અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનું પણ સામે આવ્યું હતું. 

વડોદરા શહેર પૂર્વ વિસ્તારની મામલતદાર કચેરીમાં VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. કચેરીમાં અરજદારોને સરકારી કામને લઈ ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. કેન્દ્ર સરકારની ઝૂંપડામાં વીજ કનેક્શન યોજના માટે અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી હતી. અરજદારને કનેક્શન માટે કોર્પોરેટરનો દાખલો લાવવા માટે કહેવાયું છે. VTV NEWS દ્વારા તપાસ કરતા હાજર અધિકારીએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેમજ અધિકારીએ બચાવમાં નવી યોજનાં હોવાથી ક્યાં ડોક્યુમેન્ટ લેવા તે નક્કી ન હોવાનું જણાવ્યું હતું. આ યોજના માટે લાભાર્થીઓને ઓફિસ સુધી લાવવાની UCDS બહેનોની જવાબદારી સોંપવામાં આવી હતી. અરજદારની સાથે કોઈ પણ UCDS બહેનો જોવા ન મળી. 

રાજકોટમાં પણ આ પ્રકારની જ સ્થિતિ જોવા મળી હતી. રાજકોટમાં મામલતદાર કચેરીમાં કર્મચારીઓ જમવાનું કારણ આપીને એક વાગ્યા પહેલા જ નીકળી ગયા હતા. સરકારી બાબુઓની મનમાનીના કારણે અરજદારો લાઈનમાં ધક્કા ખાવા માટે મજબૂર બન્યા હતા. સરકારી કર્મચારીઓ કામ ન કરતા હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો હતો. સાથે જ સરકારી અધિકારીઓ પણ યોગ્ય જવાબ ન આપતા હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે.

સુરત શહેરમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ મનમાની કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે સુરત શહેરના મજુરા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી અને ઉધનામાં આવલા જનસેવા કેન્દ્ર પર રિયાલિટી ચેક કર્યુ હતુ. આ દરમિયાન કચેરીમાં લોકોની લાંબી લાઈનો જોવા મલી રહી છે. સરકારી કર્મચારીઓની લાલિયાવાડી સામે VTV NEWS સામે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ