બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Football player dies of heart attack in Gir Somnath valley

ગીરસોમનાથ / વેરાવળમાં ટુર્નામેન્ટ રમ્યા બાદ ફૂટબોલ પ્લેયરનું હાર્ટ એટેકથી મોત, એકનો એક દીકરો ગુમાવતાં પરિવાર શોકમગ્ન

Dinesh

Last Updated: 03:55 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળમાં મિત કોટક નામના PGVCLના નિવૃત્ત કર્મચારીના દીકરાનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે

  • વેરાવળમાં ફૂટબોલ પ્લેયરનુ હાર્ટ એટેકથી મોત
  • PGVCLના નિવૃત્ત કર્મચારીના દીકરાનું મોત
  • ટુર્નામેન્ટ રમ્યા બાદ જ આવ્યો હાર્ટ એટેક


Heart Attack News: ગુજરાતમાં નાની વયે હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. હાર્ટ અટેકના કારણે મૃત્યુના કિસ્સાએ ચિંતા વધારી છે. કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. આ મામલે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. આમ છતાં અચાનક યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ત્યારે ગીરસોમનાથના વેરાવળમાં ફૂટબોલ પ્લેયરનુ હાર્ટ એટેકથી મોત થયું છે. 

હાર્ટ એટેકના કારણે મોત
ગીર સોમનાથના વેરાવળમાં મિત કોટક નામના PGVCLના નિવૃત્ત કર્મચારીના દીકરાનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. માલ જીંજવા ગામે ટુર્નામેન્ટ રમ્યા બાદ જ હાર્ટ એટેક આવ્યો હતો. તજજ્ઞ લોકોએ CPR આપવાની કોશિશ કરી પરંતુ બચાવી શક્યા ન હતાં. એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમગ્ન બન્યો છે. 

અગાઉ પાંડેસરામાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું
સુરતનાં પાંડેસરામાં 28 વર્ષીય યુવનું હાર્ટ એટેકથી મોત થયું હતું. વડોદ ગામમાં રહેતા રવિ મોહનને છાતીમાં દુઃખાવો થયો હતો. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર મળે તે પહેલાં જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકને કોઈ પણ પ્રકારની બીમારી પણ ન હતી. 

હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ 
હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ. 

વાંચવા જેવું: જેનો ભય હતો એ જ થયું! ગુજરાતમાં અહીં દીપડાએ મહિલા પર કર્યો હુમલો, છેલ્લા ઘણા સમયથી અનેક જિલ્લામાં છે ફફડાટ

શું છે હાર્ટ એટેક?
જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો. 

હાર્ટ એટેકનાં લક્ષણો 
ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ