બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / foods to improve digestion in monsoon yogurt whole grain apple papaya ginger take in diet

હેલ્થ / કંઇ પણ ખાઓ છતાંય નથી પચતું? તો આજથી જ તમારા ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, મળશે જોરદાર રિઝલ્ટ

Manisha Jogi

Last Updated: 10:39 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ઋતુમાં અપચો, પેટ ફૂલવા જેવી સમસ્યા થાય છે. જેથી ખાન પાનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ડાયટમાં હેલ્ધી ફૂડ શામેલ કરવાથી પાચનમાં સુધારો થાય છે.

  • ચોમાસામાં પાચનતંત્ર નબળુ પડી જાય છે
  • ડાયટમાં હેલ્ધી ફૂડ શામેલ કરવાથી પાચનમાં સુધારો થાય છે
  • જાણો ડાયટમાં કયા ફૂડ શામેલ કરવા જોઈએ

ચોમાસામાં પાચનતંત્ર નબળુ પડી જાય છે. પેટ સંબંધિત સમસ્યા હોય તે વ્યક્તિને ચોમાસામાં ખૂબ જ તકલીફ થાય છે. આ ઋતુમાં અપચો, પેટ ફૂલવા જેવી સમસ્યા થાય છે. જેથી ખાન પાનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ડાયટમાં હેલ્ધી ફૂડ શામેલ કરવાથી પાચનમાં સુધારો થાય છે. 

પાચનમાં સુધારો કરતા ફૂડ
યોગર્ટ-

ચોમાસામાં પેટ સંબંધિત સમસ્યા જેમ કે, ગેસ, અપચો જેવી સમસ્યાને કારણે અનેક પરેશાની થાય છે. અપચાની સમસ્યા હોય તો ડાયટમાં યોગર્ટ જરૂરથી શામેલ કરવું જોઈએ છે. દૂધને ફર્મેંટેડ કરીને યોગર્ટ બનાવી શકાય છે. જેમાં વધુ માત્રામાં પ્રોબાયોટિક હોય છે, જેથી ડાઈજેસ્ટીવ સિસ્ટમમાં સુધારો થાય છે અને ગટ હેલ્થ પણ સારી રહે છે. 

અનાજ- 
અયોગ્ય ખાનપાનને કારણે પેટ સંબંધિત સમસ્યામાં વધારો થઈ રહ્યા છે. અપચા જેવી સમસ્યા દૂર કરવા માટે ડાયટમાં અનાજ શામેલ જરૂરથી કરવું જોઈએ. અનાજથી પાચનમાં સુધારો થાય છે. વધુ સમય અપચો રહેતો હોય તો સાબુત અનાજથી તે સમસ્યા દૂર થાય છે. ફાઈબરથી ભરપૂર ઓટ્સ, ક્વિનોઆ ડાયટમાં શામેલ કરી શકાય છે, જેથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

 

સફરજન- 
સફરજન ખૂબ જ આરોગ્યપ્રદ ફળ છે. સફરજનમાં અનેક લાભકારી ગુણ રહેલા હોવાને કારણે ડૉકટર નિયમિતરૂપે સફરજન ખાવાની સલાહ આપે છે. સફરજનમાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાઈબર પેક્ટિન રહેલું છે. જેનું સેવન કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. કોલોનની બળતરા દૂર કરવા માટે સફરજનનું સેવન કરી શકાય છે. 

પપૈયુ- 
પેટ સંબંધિત સમસ્યા માટે પપૈયુ એક રામબાણ ઈલાજ છે. પપૈયામાં રહેલ એન્ઝાઈમ પપાઈનને કારણે પાચનતંત્રમાં સુધારો થાય છે. પાચનતંત્રની પ્રોસેસ દરમિયાન આ એન્ઝાઈમ પ્રોટીન ફાઈબરને તોડવામાં મદદરૂપ થાય છે. કબજિયાત અને બ્લોટિંગ જેવી સમસ્યા માટે પપૈયાને ગુણકારી ફળ માનવામાં આવે છે. 

આદુ- લગભગ તમામ ઘરોમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આદુમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણ રહેલા છે. પાચન સંબંધિત સમસ્યા માટે આદુનું સેવન કરવું જોઈએ. આદુમાં રહેલ પ્રોપર્ટીઝની મદદથી હાર્ટ બર્ન, પેટમાં ગરબડ જેવી સમસ્યા થતી નથી. તમને જણાવી દઈએ કે, આદુનું સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ