બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / follow this process if you have not done e kyc of pm kisan samman nidhi yojana

તમારા કામનું / તમે પણ PM Kisan Schemeના લાભાર્થી છો તો આ રીતે ઘરે બેઠા કરાવો e-KYC, જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

Arohi

Last Updated: 04:16 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખાતામાં ઈ-કેવાયસી કરાવ્યું નથી તો તમને 11મા હપ્તાનો લાભ નહીં મળે.

  • આ રીતે કરો e-KYC 
  • PM Kisan Schemeના લાભાર્થી માટે જરૂરી 
  • જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ 

ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે. ભારતના જીડીપીમાં કૃષિનો ફાળો 17 થી 18 ટકા છે. આવી સ્થિતિમાં નાના અને મધ્યમ ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે.

અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે આ યોજનાના 10 હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. આ યોજનાનો 11મો હપ્તો એપ્રિલ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો તમે PM કિસાન સન્માન નિધિ યોજનાના ખાતામાં હજુ સુધી e-KYC નથી કર્યું. તો તમને 11મા હપ્તાનો લાભ નહીં મળે. 

આવી સ્થિતિમાં હવે તમારે તરત જ પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને તમારા એકાઉન્ટનું ઇ-કેવાયસી કરાવવું જોઈએ. મોબાઈલ કે લેપટોપની મદદથી ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે. તો ચાલો જાણીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પોર્ટલ દ્વારા ઈ-કેવાયસી કરવાની રીત વિશે.

PM કિસાન યોજનામાં આ રીતે કરો KYC

  1. PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYCની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેના અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પર ક્લિક કરો.
  2. અહીં તમે આ પોર્ટલના હોમ પેજ પર ક્લિક કરો.
  3. અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
  4. અહીં આધાર નંબર દાખલ કરો.
  5. આ પછી તમે Search દબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
  6. નંબર દાખલ કર્યા પછી. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
  7. ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
  8. આ OTP દાખલ કરો.
  9. તે પછી સબમિટ બટન દબાવો.
  10. eKYC યોગ્ય રીતે કર્યા બાદ તમને એક મેસેજ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય તો eKYC is already done એવો મેસેજ આવશે.
  11. જો Invalidનો મેસેજ આવી રહ્યો છે તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈ માહિતી ખોટી છે.
  12. સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારો કરાવો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
  13. ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card e-KYC pm kisan scheme આધાર કાર્ડ PM Kisan Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ