બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Follow these steps to know how much money is deposited in PF account, you will know in few seconds sitting at home

તમારા કામનું / PF ખાતામાં કેટલા રૂપિયા જમા છે એ જાણવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ, ઘરે બેઠા થોડી સેકન્ડમાં પડી જશે ખબર

Megha

Last Updated: 03:47 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PF ખાતામાં કેટલી રકમ જમા થઈ છે તે કેવી રીતે જાણવું એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ..

  • PF ખાતામાં કેટલી રકમ જમા થઈ છે
  • એકાઉન્ટમાં જમા થયેલ રકમ ચેક કરવાની રીત 
  • આ રીતે ડાઉનલોડ કરો તમારી PF પાસબુક 

જે લોકો નોકરી કરતાં હશે એમનું ચોક્કસપણે પીએફ ખાતું હશે અને ખાતામાં પગારનો એક ભાગ દર મહિને પીએફના રૂપમાં જમા કરવામાં આવે છે. જે કંપનીમાં કામ કરો છો ત્યાં તમારા પ્રોવિડન્ટ ફંડ (PF) ના પૈસા કાપવામાં આવે છે અને પછી આ જ પૈસા તમારા પીએફ ખાતામાં જમા થાય છે.પણ શું તમે જાણો છો કે તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારા પીએફ ખાતામાં જમા રકમ જાણી શકો છો. એટલે કે જો જરૂરી હોય તો તમે એ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. PF ખાતામાં કેટલી રકમ જમા થઈ છે તે કેવી રીતે જાણવું એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.. 

એકાઉન્ટમાં જમા થયેલ રકમ ચેક કરવાની રીત 
EPFO એ કર્મચારીઓની સુવિધા માટે ખાતામાં જમા થયેલી રકમને ચેક કરવા માટે ઘણા વિકલ્પો આપવામાં આવે છે અને આ રીતો દ્વારા કર્મચારીઓ પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. જણાવી દઈએ કે પીએફ એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરવાની સૌથી સરળ રીત છે ઈપીએફ પાસબુક ડાઉનલોડ કરવી. આજે અમે તમને જણાવશું કે એ પાસબુક કેવી રીતે ડાઉનલોડ કરવી.. 

આ રીતે ડાઉનલોડ કરો તમારી PF પાસબુક 
1 : બ્રાઉઝર પર https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp વેબસાઇટ ખોલો .
2: આ બાદ UAN, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને 'લોગ ઇન' પર ક્લિક કરો.
3: લોગ ઇન કર્યા પછી પાસબુક જોવા માટે મેમ્બર ID સિલેકટ કરો. 
4: એક થી વધુ આઈડી છે તો જએ એકાઉન્ટ માટે બેલેન્સ ચેક માંગો છો તેના સભ્ય ID પસંદ કરો. 
5: મેમ્બર આઈડી પસંદ કર્યા પછી પીએફ એકાઉન્ટનું બેલેન્સ તમારી સામે આવી જશે અને એ પછી ઈચ્છો તો પીએફ પાસબુકને પીડીએફમાં ડાઉનલોડ કરી શકો છો. 

જણાવી દઈએ કે પાસબુક પીડીએફ ફોર્મેટમાં મળશે જેને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ