FM Nirmala Sitharaman to announce details of Relief package
રાહત પેકેજ /
PF વધુ ત્રણ મહિના સરકાર આપશે, TDS 25 ટકા ઘટાડાયો, ઈન્કમટેક્સની નવી તારીખ 30 નવેમ્બર
Team VTV05:58 PM, 13 May 20
| Updated: 10:04 PM, 13 May 20
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ રાહત પેકેજમાં કઇ-કઇ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વાત કરી હતી જેમાં આવકવેરો ભરવાની તારીખ લંબાવવી, TDSમાં 25% ઘટાડો, ઇન્કમટેક્સની તારીખ લંબાવવી વગેરે અગત્યની બાબતોનો સમાવેશ થયો છે.
FM નિર્મલા સીતારમણે ગઈકાલે PM મોદીએ કહ્યું હતું તે પ્રમાણે તબક્કાવાર સરકાર જાહેર કરેલા કોરોના સામેના 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાતો કરવાની શરૂઆત કરી હતી જેમાં તેમણે કુલ 15 મુદ્દાઓ સમજાવ્યા હતા. આ પૈકીની મહત્વની જાહેરાતો સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે.
આવકવેરો ભરવાની તારીખ લંબાવાઇ
આવકવેરા ભરવાની તારીખ 30 નવેમ્બર 2020 કરાઈ, જ્યારે ટેક્સ ઓડિટ 31 ઓક્ટોબર સુધી કરી શકાશે.
Among other measures, Due date of all income-tax return for FY 2019-20 will be extended from 31st July, 2020 & 31st October, 2020 to 30th November, 2020 and Tax audit from 30th September, 2020 to 31st October,2020. #AatmaNirbharBharatAbhiyanpic.twitter.com/R4ZWRgss9x
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 13, 2020
રેલવે માર્ગના કામના કોન્ટ્રાકટર્સને 3 થી 6 મહિનાની રાહત આપવામાં આવશે. તેમની બેન્ક સિક્યોરિટીને આંશિક રીતે ઉપાડી શકશે
તમામ સરકારી એજન્સીઓ જેવી કે, રેલવે, હાઇવે તે તમામના કોન્ટ્રાક્ટકરોનો રાહત આપવામાં આવશે. પીપીપીમાં પણ છ મહિના સુધીની રાહત આપવાની વાત કેન્દ્રીય નાણાંત્રીએ કરી હતી.
વીજળી ઉત્પાદન અને વિતરણ કરનાર માટે 90 હજાર કરોડની જાહેરાત
વીજળી ઉત્પાદન અને વિતરણ કરનાર માટે જાહેરાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ડિસ્કોમ એટલે કે વીજળી વિતરણ કંપનીઓને મદદ માટે ઇમરજન્સી લિક્વિડિટી 90 હજાર કરોડની યોજના અમલી બનશે.
To give a fillip to DISCOMs with plummeting revenue and facing an unprecedented cash flow problem, Government announces Rs. 90,000 Crore Liquidity Injection for DISCOMs. #AatmaNirbharBharatAbhiyanpic.twitter.com/EVqz8nsm4p
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 13, 2020
NBFC સેક્ટર માટે ૩૦ હજાર કરોડ રુપિયાની સ્પેશિયલ લિક્વિડીટી માટે રાહત પેકેજની જાહેરાત
NBFC સેક્ટર માટે ૩૦ હજાર કરોડ રુપિયાની સ્પેશિયલ લિક્વિડીટી માટે રાહત પેકેજની જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, 30000 કરોડની NBFC માટે લીકવીડિટી સ્કીમ પહેલા આપેલી છે. હવે 45000 કરોડની લીકવીડિટી સ્કીમ. ભારત સરકાર 20% નુકશાન ભોગવવાની જવાબદારી લેશે.
15000થી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓના PFના 24 ટકા કેન્દ્ર સરકાર આપશે
15000થી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓના PFના 24 ટકા કેન્દ્ર સરકાર જૂન, જુલાઈ અને ઓગ્સ્ટ એમ ત્રણ મહિના કરાવશે. આ જાહેરાતથી 3.66 લાખ કંપનીઓના 72.22 લાખ કર્મચારીઓને ફાયદો થશે. જ્યારે આ સિવાયના જે કર્મચારીઓ છે તેમનું PF 12-12 ટકાને બદલે 10-10 ટકા જમા કરવાનું રહેશે. જેથી કર્મચારીના હાથમાં વધારે પગાર આવશે. જો કે સરકારી કર્મચારીઓ માટે આ લાગુ નહીં પડે.
ત્રણ મહિના સુધી EPF ધારકોના ખાતામાં 24 ટકા જમા કરશે સરકાર
કેન્દ્રીય નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 2500 કરોડ દ્વારા જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ વધુ ત્રણ મહિના EPF ધારકોના ખાતામાં 24 ટકા જમા કરાવશે. જેનાથી 3.66 કંપનીઓના 72.22 લાખ કર્મચારીઓને થશે ફાયદો.
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 13, 2020
એમએસએમઇ કે જે સક્ષમ છે, પરંતુ કોરોનાને કારણે પરેશાન છે, તેઓને વ્યવસાયના વિસ્તરણ માટે 10,000 કરોડના ભંડોળ દ્વારા ટેકો આપવામાં આવશે - નાણાં પ્રધાન
MSMEની વ્યાખ્યા બદલાશે જેથી તેમને મળતા લાભો વધશે : નાણામંત્રી
MSMEના આ 45 લાખ એકમો 12 કરોડ લોકોની નોકરીઅોનો આધાર છે તેવી વાત નિર્મલા સીતારમણે કરી હતી. MSMEની વ્યાખ્યા બદલાશે જેથી તેમને મળતા લાભો વધશે. ઇન્વેસ્ટમેન્ટ લિમિટ પ્રમાણે MSME નક્કી કરાય છે. ઇન્વેસ્ટમેન્ટ વધુ હશે તો પણ MSME ગણાશે. હવે ટર્ન ઓવર પણ ગણવામાં આવશે. મેન્યુફૅક્ચરિંગ અને સર્વિસ MSME બંનેને સરખી રીતે ગણવામાં આવશે.
MSMEને 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન
રાહત પેકેજમાં મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, MSMEને 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન આપવામાં આવશે. MSMEને 4 વર્ષની અવધિ માટે 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન મળશે. 45 લાખ MSME ઉદ્યોગોને સીધો ફાયદો થશે. આ ઉદ્યોગો દેશનો પાયો છે. આ સાથે MSMEના આ 45 લાખ અેકમો 12 કરોડ લોકોની નોકરીઅોનો આધાર છે તેવી વાત નાણામંત્રીએ કરી હતી.
આત્મનિર્ભર ભારતનો અર્થ થાય છે એક આત્મવિશ્વાસી ભારત
આત્મનિર્ભર ભારતનો અર્થ એક આત્મવિશ્વાસી ભારત છે, જે સ્થાનિક સ્તરે ઉત્પાદનો બનાવીને વૈશ્વિક ઉત્પાદનમાં ફાળો આપે છે,નહીં કે તે પોતાના પુરતું સીમિત રહે. માટે લોકલ બ્રાન્ડને વિશ્વમાં ઓળખ આપાવવી પડશે
આત્મનિર્ભર યોજના વિષે દરરોજ ક્રમિક માહિતી આપવામાં આવશે. આ વચ્ચે ગરીબો અને જરૂરિયાતમંદો પ્રાથમિકતા આપવામાં આવશે : નાણામંત્રી
નિર્મલા સિતારમણે કહ્યું આત્મનિર્ભર ભારત એટલે એનો અર્થ એવો નથી કે દેશને વૈશ્વિક બજારથી આઈસોલેટ કરવો
રાહત પેકેજ માટે તમામ મંત્રાલયો અને સમાજના ઘણા વર્ગો સાથે પણ આની ચર્ચા થઈ છેઃ નાણામંત્રી
લોકલ બ્રાન્ડ્સનું વૈશ્વિક સ્તરે વેલ્યુએશન થાય તે ધ્યેય, PPE અને માસ્કનું ઉદાહરણ દર્શાવે છે કે ભારત પાસે અખૂટ ક્ષમતા છે : નિર્મલા સીતારમણ
પ્રધાનમંત્રી મોદીએ પેકેજ જાહેર કરી દેશ સામે નવું વિઝન રાખ્યુંઃ નાણામંત્રી સિતારમણ
ગઈ કાલે પીએમ મોદીએ સમાજના તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને અને તમામ મંત્રાલયો સાથે ચર્ચા કરીને દેશની વૃદ્ધિ વધારવા અને આત્મનિર્ભર બનાવવા માટે આ પેકેજની જાહેરાત કરી છે : નિર્મલા સિતારમણ
સતત ત્રણ દિવસ પેકેજ પર વિસ્તૃત જાહેરાત થશે
PM મોદી દ્વારા 20 લાખ કરોડના પેકેજની જાહેરાતના પગલે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત ત્રણ દિવસ આ પેકેજ પર વિસ્તૃત જાહેરાત કરશે. જેમાં આજે ગરીબો માટે જાહેરાતો થશે, કાલે મધ્યમવર્ગ અને ઉદ્યોગો માટે અને શુક્રવારે કંપનીઓ માટે જાહેરાત કરશે.
દેશની GDPના 10 ટકા જેટલું રાહત પેકેજ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે મંગળવારે ચોથી વાર દેશને સંબોધન કર્યુ હતું. રાષ્ટ્રને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉનથી અસરગ્રસ્ત અર્થતંત્રને પુનર્જીવિત કરવા અને ખેડૂત, મજૂર, મધ્યમ વર્ગના લોકો સહિતના તમામ અસરગ્રસ્ત વર્ગ અને વિસ્તારોને રાહત આપવા માટે રૂ .20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ દેશની GDPના 10 ટકા જેટલું છે.