બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / FM Nirmala Sitharaman press conference 14 may 20

રાહત પેકેજ / નાણામંત્રીની જાહેરાત : ખેડૂતોને 30 હજાર કરોડ, 8 કરોડને 5 કિલો ઘઉં કે ચોખા, વન નેશન વન રેશન કાર્ડ

Published By: Kavan

Last Updated: 06:01 PM, 14 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાતે પોતાના રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ રાહત પેકેજમાં નોકરિયાત વર્ગ માટે કઇ-કઇ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે MSME તથા પગારદારોને રાહત આપવાની વાત કરી હતી. ત્યારે આજે ફરીવાર એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, આજના પેકેજમાં શ્રમિકો, ખેડૂતો તથા ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2.5 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે

દેશના 2.5 કરોડ ખેડૂતોને 2 લાખ કરોડની કન્સેશનલ ક્રેડિટ આપવામાં આવશે. ખેડૂતો ઉપરાંત માછીમારો અને પશુપાલકોને પણ ફાયદો મળશે તેવી જાહેરાત નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં કરી હતી. 

ખેડૂતોને નાબાર્ડ વડે અપાશે ફંડ

નાણામંત્રીએ ખેડૂતો માટે વધુ એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, દેશના ખેડૂતોને નાબાર્ડ વડે 90000 કરોડની ફાળવણી ઉપરાંત 30000 કરોડનું વધારાનું વર્કિંગ કેપિટલ ફંડ અપાશે

હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા મોટી જાહેરાત 

હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે 6થી 18 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવાર માટેની CLSS સ્કીમને 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ. 2.5 લાખ મધ્યમવર્ગ પરિવારોને થશે ફાયદો. આમ કરવાથી બજારમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં માંગમાં વધારો થશે. 17000 કરોડનું રોકાણ થશે તેવી ગણતરી.

ફેરિયાઓ માટે ખાસ યોજનાની જાહેરાત

દેશમાં રહેલા 50 લાખ ફેરિયાઓ માટે 5000 કરોડની સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી આપવામાં આવશે. ફરીથી ધંધો શરુ કરવા માટે 10000 સુધીની રકમ આપવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રીએ કરી હતી.

શહેરી ગરીબોને છત મળશે 

પ્રવાસી મજૂરો અને શહેરી મજૂરોને છત મળી રહે તે માટે મોદી સરકાર યોજના બનાવી રહી છે. આગામી સમયમાં ઓછા ભાડાવાળા ઘર મળશે, અને તેને પ્રધાનમંત્રી આવાસયોજના અંતર્ગત લાવવામાં આવશે.

મુદ્રા સ્કીમ અંતર્ગત 3 પ્રકારની લૉન 

શિશુ લૉનઃ 50,000 રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે. 

કિશોર લૉનઃ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે. 

રુણ લૉનઃ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે. 

શિશુ મુદ્રા લોનમાં રિઝર્વ બેંકના 3 મહીનાનો મોરિટોરિયમ આપવામાં આવ્યો છે.  પરંતુ ત્યારબાદ પણ સમસ્યા આવી શકે છે તે માટે શિશુ મુદ્રા લોનમાં 50 હજાર રૂપિયા સુધીની લોન લેનારને મોરિટોરિયમ બાદ 2 ટકા સબવેન્શન સ્કીમ એટલે કે વ્યાજમાં છૂટનો ફાયદો આગામી 12 મહીના સુધી મળશે. 3 કરોડ લોકોને કુલ 1500 કરોડ રૂપિયાનો ફાયદો થશે.
 

વન નેશન વન રેશન કાર્ડ યોજના

1 જૂનથી રાશનકાર્ડ નેશનલ પોર્ટેબિલિટી એટલે કે વન નેશન વન રાશન કાર્ડ લાગૂ કરવામાં આવશે. ઓગસ્ટ 2020 સુધી 23 રાજ્યોના 67 કરોડ લાભાર્થીઓને કવર કરવામાં આવશે. માર્ચ 2021 સુધી તમામ રાશન કાર્ડ કવર થશે. જણાવી દઈએ કે આ સ્કીમમાં એક રાશન કાર્ડ પર રાશનકાર્ડ ધારક દેશના કોઈપણ ખુણે પોતાના ભાગનું રાશન લઈ શકે છે. દેશમાં 80 કરોડથી વધુ રાશનકાર્ડધારક છે.
 

Image

કોઇપણ પ્રકારનું રેશનકાર્ડ ન હોય તેવા શ્રમિકોના પરિવારને 2 મહિના સુધી મળશે 5 કિલો ઘઉ અથવા ચોખા

NFSA હેઠળ જે નથી આવતા તેમ જ કોઈ પણ જાતનું રાજ્યનું રેશન કાર્ડ નથી તેવા 8 કરોડ પ્રવાસી શ્રમિકોને પ્રતિ પરિવાર 2 મહિના માટે 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મળશે, આ માટે 3500 કરોડ ફાળવાયા : નાણામંત્રી

શ્રમ કાયદામાં સુધારો થશે

શ્રમ કાયદામાં સુધારો કરવામાં આવશે, પોતાના રાજ્યોમાં પરત ફરેલા મજૂરોને કામ આપવામાં આવશે.

 રોજમદાર વેતન વધારીને 202 રૂપિયા કરવામાં આવ્યું

પ્રવાસી શ્રમિકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ આપવામાં આવી રહ્યું છે. 2.33 કરોડ પ્રવાસી મજૂરોને પંચાયતમાં કામ મળશે. મનરેગામાં 50 ટકા સુધી અરજીઓ વધી છે જેમાં રોજના વેતનમાં વધારો કરીને 202 રૂપિયા કરવામાં આવ્યું છે. 

12000 સેલ્ફ હેલ્પ ગ્રુપ્સે 3 કરોડ માસ્ક બનાવ્યા

ઘરબાર વિનાના કામદારોને અર્બન સેન્ટરમાં સરકાર રોજના 3 ભોજન અપાય છે. સરકાર કામદારોની સારસંભાળ માટે કામ કરી રહી છે. 12000 સેલ્ફ હેલ્પ ગ્રુપ્સે 3 કરોડ માસ્ક બનાવ્યા છે. શહેરના ગરીબ લોકો પણ કોરોના સામે લડત આપી રહ્યા છે.7200 નવા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ બનાવવામાં આવ્યા છે જેમને કેન્દ્ર સરકારની મદદ મળે છે જેઓ કામદારોની મદદ કરશે.

25 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ​

ઇન્ટરેસ્ટ સબવેશન સ્કીમનો સમયગાળો વધારીનો 31 મે સુધીનો કરવામાં આવ્યો છે. આ સાથે જ 25 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દાઓ

  • 2 લાખ કરોડ રૂપિયાની વધારાની ક્રેડિટ આપી દેશના 2.5 કરોડ ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લાભ અપાશેઃનાણામંત્રી
  • ખેડૂતોને નાબાર્ડ વડે 90000 કરોડની ફાળવણી ઉપરાંત 30000 કરોડનું વધારાનું વર્કિંગ કેપિટલ ફંડ અપાશે.
  • કામ્પા ફંડમાંથી 6000 કરોડ ફાળવાયા. આદિવાસીઓને વિશેષ ફાયદો થશે. જંગલને લગતું અને જંગલમાં બાંધકામને `લગતી પ્રવૃત્તિઓમાં વેગ મળશે.
  • હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે 6થી 18 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવાર માટેની CLSS સ્કીમને 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ. 2.5 લાખ મધ્યમવર્ગ પરિવારોને થશે ફાયદો : નાણાંમંત્રી
  • 50 લાખ ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડરને અંદાજિત 5000 કરોડ રૂપિયાની સ્પેશિયલ ક્રેડિટ ફેસિલીટી આપશેઃ નાણામંત્રી સિતારમણ
  • વન નેશન વન રેશન કાર્ડ યોજના લાવીશું જેના દ્વારા લાભાર્થી કોઈ પણ રાજ્યમાં અનાજ મેળવી શકાશે : નાણામંત્રી
  • NFSA હેઠળ જે નથી આવતા તેમ જ કોઈ પણ જાતનું રાજ્યનું રેશન કાર્ડ નથી તેવા 8 કરોડ પ્રવાસી શ્રમિકોને પ્રતિ પરિવાર 2 મહિના માટે 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મળશે, આ માટે 3500 કરોડ ફાળવાયા : નાણામંત્રી
  • નેશનલ ફુડ સિક્યુરીટી એક્ટ અંતર્ગત પ્રવાસી મજુરોને કોઈ પણ રાજ્યમાં ફ્રીમાં બે મહિના સુધી અનાજ મળશેઃ નાણામંત્રી
  • 2.33 કરોડ પ્રવાસી શ્રમિકોને મનરેગા દ્વારા રોજગારી અપાશે, એક દિવસના કામની 202 રૂપિયા મજુરી અપાશેઃ નાણામંત્રી
  • ખેડૂતોએ સહકારી કે રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લીધેલું ધિરાણ 31 મે 2020 સુધીમાં ચુકવવું પડશે
  • નાબાર્ડે ફક્ત માર્ચ મહિનામાં જ 29500 કરોડ ગ્રામીણ બેંકોને ફાળવ્યા છે. કોરોના ગાળામાં પણ બેંકો સક્રિય રહી છે : નાણામંત્રી
  • આજના પેકેજમાં પરપ્રાંતિય શ્રમિકો, ખેડૂતો અને ફેરિયાઓનો સમાવેશ કરાયો છેઃ નિર્મલા સિતારમણ

ગઇકાલે પણ કરી કેટલીક મહત્વની જાહેરાત 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ રાહત પેકેજમાં ગઇકાલે નાણામંત્રીએ MSME તથા સરકારી તથા ખાનગી કંપનીએઓના કર્મચારીઓ માટે કેટલીક જાહેરાતો કરી હતી. આ સાથે જ રિટર્ન ભરવાની તારીખ લંબાવીને 30 નવેમ્બર કરતા કરદાતાઓનો પણ કેટલીક રાહત થઇ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Atma Nirbhara Package આત્મનિર્ભર પેકેજ નિર્મલા સીતારમણ Atma Nirbhara Package

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ