બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Five jawans martyred in Jammu and Kashmir's Rajouri

BIG BREAKING / J&Kના રાજૌરીમાં આતંકીઓ સાથે અથડામણ: 5 જવાન શહીદ, સંઘર્ષ યથાવત, ઈન્ટરનેટ સેવા બંધ

Priyakant

Last Updated: 04:27 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajouri Javan Shaheed News: જમ્મુ-કાશ્મીરના રાજૌરીથી એક મોટા સમાચાર, સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ પાંચ જવાનો શહીદ

  • જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાંચ જવાનો શહીદ
  • સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં જવાનો શહીદ 
  • સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ અથડામણમાં ભારતીય સેનાનાં પાંચ જવાનો શહીદ થયા છે. પ્રાથમિક વિગતો મુજબ હજી પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે. ભારતીય સેનાએ શુક્રવાર (5 મે) ના રોજ જણાવ્યું હતું કે, રાજૌરી સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશન ત્રિનેત્રમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ સૈનિકોએ કમનસીબે સવારે તેમની ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. વહેલી સવારે બે જવાનો શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે. 

આ તરફ હાલ DGP દિલબાગ સિંહ ઘટનાસ્થળે હાજર છે. આર્મીના નોર્ધન કમાન્ડ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેના સૈનિકો આતંકવાદીઓના એક જૂથને ખતમ કરવા માટે સતત ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન ચલાવી રહ્યા છે જેઓ ગયા મહિને જમ્મુ ક્ષેત્રમાં ભાટા ધુરિયાના ટોટા ગલી વિસ્તારમાં આર્મી ટ્રક પર હુમલો કરી રહ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજૌરી સેક્ટરના કાંડીના જંગલમાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે 3 મેના રોજ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

શુક્રવારે સવારે લગભગ 7.30 વાગ્યે સર્ચ પાર્ટીએ એક ગુફામાં છુપાયેલા આતંકવાદીઓના જૂથને ઘેરી લીધું હતું. ખડકો અને ઢોળાવવાળા પર્વતીય વિસ્તારોથી ઘેરાયેલો આ વિસ્તાર ખૂબ જ ગાઢ જંગલ વિસ્તાર છે. જેના જવાબમાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો. સેનાની ટીમમાં સામેલ બે સેનાના જવાન શહીદ થયા હતા અને એક અધિકારી સહિત ચાર જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ