બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રચાશે આ અદ્ભૂત સંયોગ
આ વર્ષે 10 જાન્યુઆરીએ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે. આ દિવસે પોષ પૂર્ણિમા પણ છે. હિંદુ ધર્મમાં પૂનમનું મોટું મહત્વ માનવામાં આવે છે.પૂનમ અને ચંદ્રગ્રહણનો ખાસ સંયોગ રચાશે.
ADVERTISEMENT
પૂનમનું છે ખાસ મહત્વ
હિંદુ ધર્મામાં પોષ પૂનમના દિવસે દાન, સ્નાન અને સૂર્યદેવને અર્ધ્ય આપવાનું ખાસ મહત્વ છે. પોષ પૂનમના દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું પણ મહત્વ છે. સૂર્યદેવની આરાધના આ સમયે પુણ્ય અપાવે છે. પોષ મહિનો સૂર્યદેવનો મહિનો છે અને પૂનમની તિથિ હોય છે. પોષ પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભૂત સંગમ થઈ રહ્યો છે. પોષ પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્રની પૂજાથી મનોકામના પૂરી થાય છે. જીવનમાં કોઈ બાધા રહેતી નથી. પોષ પૂર્ણિમાથી જ તીર્થરાજ પ્રયાગમાં માઘ મેળાની શરૂઆત થાય છે. અહીં સ્નાનનું પણ વિશેષ મહત્વ છે.
ADVERTISEMENT
ચંદ્રગ્રહણ અને સૂતક
સામાન્ય રીતે ચંદ્રગ્રહણના 12 કલાક પહેલાં સૂતક શરૂ થાય છે. પરંતુ આ ચંદ્રગ્રહણમાં સૂતક કાળ ન લાગવાના કારણે મંદિરો બંધ કરવામાં આવશે નહીં. પૂજા પાઠ માટે પણ કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ગ્રહણ પૂરું થતાં સ્નાન કરવું શુભ ગણાશે.
ADVERTISEMENT
આ રાશિમાં લાગશે પહેલું ચંદ્રગ્રહણ, કેવી થશે અસર
વર્ષ 2020માં પહેલું ચંદ્રગ્રહણ મિથુન રાશિમાં લાગશે. આ માટે આ મહિલાઓ પર તેની સૌથી વધારે અસર પડશે. મિથુન રાશિના જાતકોને ગ્રહણ શારીરિક અને માનસિક રીતે પ્રભાવિત કરી શકે છે. કાળ પુરુષના ત્રીજા ભાવમાં ગ્રહણ લાગવાના કારણે પ્રાકૃતિક મુશ્કેલીઓ અને સંકટ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રહણનો પ્રભાવ 29 ફેબ્રુઆરી સુધી જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.