બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 24 કલાકમાં જ 4 હોસ્પિટલમાં આગની ઘટનાથી 8ના મોત, ત્રણ તો ગુજરાતની

દુખદ / 24 કલાકમાં જ 4 હોસ્પિટલમાં આગની ઘટનાથી 8ના મોત, ત્રણ તો ગુજરાતની

Jay Bhatt

Last Updated: 02:05 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે, ત્યારે હવે એક પછી એક ચાર હોસ્પિલમાં આગની ઘટનાથી હડકંપ મચી ગયો છે.

Fire Broke out: ગજરાત સહિત દેશભરમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ હવે ફક્ત દુર્ઘટનાઓ નથી રહી, પરંતુ વહીવટી બેદરકારી અને ગંભીર સુરક્ષા ખામીઓનું પરિણામ છે. અગાઉ દેશભરમાં અનેક મોટી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટાઓમાં અનેક દર્દીઓના મોત થયા છે, ત્યારે હવે એક પછી એક ચાર મોટી હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે.

24 કલાકમાં જ 4 હોસ્પિટલમાં આગની ઘટના

ગુજરાતમાં આજે (06 ઓક્ટોબર 2025)ના રોજ અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. તો બીજી તરફ સુરતમાં પણ હોસ્પિટલમાં આગ લાવવાનો બનાવ બન્યો છે. નોંધનીય છે કે, ગઈકાલે (05 ઓકટબર)ના રોજ અમદાવાદ અને જયપુરની હોસ્પિટલમાં આગ લાગી હતી. એટલે કઈ શકાય છે કે છેલ્લા 24 કલાકમાં જ ચાર મોટી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે.

અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં આગ

અમદાવાદ શહેરની પ્રસિદ્ધ એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાને લઈને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ સમયસૂચક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવ્યો

આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ટૂંકા સમય અંદર જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનામાં મોટી જાનહાની ટળી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

vtv app promotion

સુરતમાં પણ આગની ઘટના બની હતી

સુરતમા નિર્મલ હોસ્પિટલમાં આગની ઘટના બનવા પામી હતી. નિર્મલ હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગી હતી. મજુરા ગેટ વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં આગ લાગતા હોસ્પિટલના ડોક્ટરો તેમજ દર્દીઓમાં દોડાદોડ થઈ જવા પામી હતી. સોનોગ્રાફી રૂમમાં એસીમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી.

જયપુરની મોટી હોસ્પિટલમાં આગની ઘટના

અમદાવાદ અને સુરતની ઘટના પહેલા રવિવારે રાજસ્થાનની રાજધાની જયપુરની સૌથી મોટી હોસ્પિટલ સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આગ લાગવાથી ભયનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયા છે. શરૂઆતના અહેવાલોમાં 6 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ બાદમાં મૃત્યુઆંક વધીને 8 થઈ ગયો.

વધુ વાંચો : ગીર સોમનાથ: 3 માળનું મકાન ધરાશાયી થતા 3ના મોત, બાઇકસવારને પણ કાળ ભરખી ગયો

બાળકોની હોસ્પિટલમાં આગનો બનાવ

રવિવારે અમદાવાદમાં જ પાલડી વિસ્તારમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. કોચરબ આશ્રમ સામે આવેલ વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી. અંદાજે 10 જેટલા બાળકો હોસ્પિટલમાં દાખલ હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી. જો કે મોટી જાનહાની ટળી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fire broke out in Hospital National news Gujarat news
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ