ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથ: 3 માળનું મકાન ધરાશાયી થતા 3ના મોત, બાઇકસવારને પણ કાળ ભરખી ગયો
Last Updated: 08:59 AM, 6 October 2025
ADVERTISEMENT
વેરાવળ શહેરના ખારવાવાડમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. વેરાવળ શહેરમાં મોડી રાત્રે બનેલી ઘટના બનતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ADVERTISEMENT

બાઈક ચાલકનું દટાઈ જતા મોત
ADVERTISEMENT
મકાન ધરાશાયી થયું તે સમયે લોકોની અવર જવર ચાલુ હતી. અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. મકાન ધરાશાયી થયું તે સમયે એક બાઈક સવાર વ્યક્તિ મકાન નીચે ઉભો હતો. જેનું કાટમાળમાં દબાઈ જતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT
બચાવ કામગીરી વહેલી સવાર સુધી ચાલી
મકાન ધરાશાયી થયાની જાણ ફાયર ફાઈટર, પોલીસ તેમજ નગરપાલિકા તેમજ ખારવા સમાજના આગેવાનો તેમજ યુવાનોની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે બચાવ કામગીરી સવારે 4.30 વાગ્યા સુધી ચાલી હતી. તેમજ કાટમાળમાંથી ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બે લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
ADVERTISEMENT

મૃતકો
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હજુ વરસાદ ગયો નથી! આજેય IMDના 7 રાજ્યોમાં એલર્ટ, જાણો ગુજરાતનું હવામાન
ADVERTISEMENT
મકાન અંદાજે 80 વર્ષ જુનું હતું
સ્થાનિકોના જણાવ્યા અનુસાર મકાન અંદાજે 80 વર્ષ જુનું હતું તેમજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાના કારણે સમગ્ર ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમજ ફાયર વિભાગ, નગર પાલિકા અને સ્થાનિક સમાજના યુવાનોના સહયોગથી ચાર કલાકની કામગીરી બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ