બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ઈસનપુરની કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળી, ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે

નાસભાગ / અમદાવાદના ઈસનપુરની કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળી, ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે

Vishal Khamar

Last Updated: 04:50 PM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઈસનપુરમાં મોની હોટલ પાસે આગનો બનાવ બન્યો હતો. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટેલ નજીક આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી. કેમિકલ સામગ્રી હોવાના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની કુલ 8 ગાડીઓ ઘટનાસ્થળે

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની કુલ 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કાબૂમાં લેવા માટે ભારે પ્રયાસો શરૂ કરાયા હતા. કેમિકલના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડાના મોટા ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા.

આ પણ વાંચોઃ 8 સિંહોએ વાછરડાનો શિકાર કરી ઉજાણી કરી, ભાગવાને બદલે ગાય મૃત બચ્ચાને વ્હાલ કરતી રહી

સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

સુરક્ષા કારણોસર આસપાસના વિસ્તારોને સાવચેત રાખવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સુધી જાનહાનિના કોઈ સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Samachar Ahmedabad Isanpur
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ