બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 8 સિંહોએ વાછરડાનો શિકાર કરી ઉજાણી કરી, ભાગવાને બદલે ગાય મૃત બચ્ચાને વ્હાલ કરતી રહી

ગીર સોમનાથ / 8 સિંહોએ વાછરડાનો શિકાર કરી ઉજાણી કરી, ભાગવાને બદલે ગાય મૃત બચ્ચાને વ્હાલ કરતી રહી

Vishal Khamar

Last Updated: 04:29 PM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે હચમચાવતી ઘટના બનવા પામી હતી. જેમાં સિંહ પરિવારે એક વાછરડાનો શિકાર કર્યો હતો. સિંહ મિજબાની માણી રહ્યા હતા ત્યારે ગાય પોતાના જીવની પરવાહ કર્યા વગર ત્યાં જ ઉભી રહી હતી.

ગીરના જંગલની સરહદે આવેલાં ગામોમાં વન્યજીવો અને પાલતું પશુઓ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ કોડીનાર તાલુકાના સિંધાજ ગામે કુદરતનો એક એવો નજારો જોવા મળ્યો, જેણે માનવીય સંવેદનાઓને હચમચાવી દીધી છે. અહીં આઠ સિંહના પરિવારે એક વાછરડાનો શિકાર કર્યો હતો, પરંતુ આ લોહિયાળ ખેલ વચ્ચે એક ગાયે પોતાના મૃત્યુનો ભય છોડીને માતૃત્વની જે મિસાલ પેશ કરી છે, એ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ છે.

ગીર વિસ્તારના જંગલોની આસપાસ માનવ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ સિંધાજ ગામમાં બનેલી આ ઘટના સંઘર્ષથી આગળ વધી માનવ હૃદયને સ્પર્શી જાય એવી બની ગઈ છે. પોતાના વાછરડાની રક્ષા માટે એક ગાય સિંહોના પરિવાર સામે અડગ રીતે ઉભી રહી, જેમાં માતૃત્વની અપરંપાર હિંમત અને નિસ્વાર્થ પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવ્યો. જીવના જોખમની પરવા કર્યા વિના સંતાન માટે લડી પડેલી ગાયનું આ દ્રશ્ય મૌન રહીને પણ ઘણું કહી જાય છે અને માતા–સંતાનના અતૂટ સંબંધની શક્તિને ઉજાગર કરે છે.

ગત 9 ફેબ્રુઆરીની રાત્રે સિંધાજ ગામમાં ખોરાકની શોધમાં આઠ સિંહોનો એક પરિવાર આવી ચઢ્યો હતો. ગામની શેરીઓમાં લટાર મારતા સિંહોએ એક વાછરડાને પોતાનું નિશાન બનાવી તેનું મારણ કર્યું હતું. ઘટનાક્રમ દરમિયાન બે શક્તિશાળી સિંહો વાછરડાના દેહને ફાડી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર વાછરડાની માતા ગાય ભાગી ન જઈને પોતાના સંતાનની પાસે અડીખમ ઊભી રહી હતી. સામાન્ય રીતે સિંહને જોઈને પાલતું પશુઓ જીવ બચાવવા ભાગી જાય છે, પરંતુ આ ઘટનામાં માતૃત્વનો પ્રેમ મૃત્યુના ભય કરતાં પણ ભારે પડ્યો હતો.

આ પણ વાંચોઃ 'સમાજની માફી માંગી લઉં એમાં નાના બાપનો નથી થઈ જવાનો' સિંગર ગબ્બર ઠાકોર નરમ પડ્યાં

વન વિભાગે અપીલ કરી

ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા વન વિભાગની ટીમ સિંધાજ ગામે પહોંચી હતી. તેમજ ટ્રેકરો દ્વારા હાલ સિંહ પરિવાર પર સતત નજર રાખી રહ્યા છે. તેમજ વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે, રાત્રિના સમયે ઘરની બહાર એકલા ન નીકળવું. તેમજ સિંહોની પજવણી ન કરવી કે તેમને જોવા માટે ભીડ ન કરવી. તેમજ પશુઓના રહેઠાણ સુરક્ષિત રાખવાં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kodinar Sindhaj Taluks Gir Somnath
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ