બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સમાજની માફી માંગી લઉં એમાં નાના બાપનો નથી થઈ જવાનો' સિંગર ગબ્બર ઠાકોર નરમ પડ્યાં

વિવાદ / 'સમાજની માફી માંગી લઉં એમાં નાના બાપનો નથી થઈ જવાનો' સિંગર ગબ્બર ઠાકોર નરમ પડ્યાં

Vishal Khamar

Last Updated: 03:41 PM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલ બંધારણને તોડવા મામલે ગબ્બર ઠાકોરે પાટણમાં ઠાકોર સમાજની બંધારણની સભામાં માફી માંગવાની વાત કરી હતી. જે બાદ સમગ્ર મામલો હાલ શાંત પડ્યો છે.

બનાસકાંઠામાં ઠાકોર સમાજ બંધારણ તોડવાનો વિવાદ બાદ સિંગર ગબ્બર ઠાકોરે સમાજની માફી માંગવાની વાત કરી છે. ગબ્બર ઠાકોરે કહ્યું કે સિંગર ગબ્બર ઠાકોરએ સમાજની માફી માંગવાની વાત કરી છે. ગેનીબેને એમ કહ્યું છે કે ડીજે વગાડવાનું નથી. અલ્પેશભાઈનું કહેવું છે કે ડીજે વગાડો, કોઈને નાત બહાર કાડવા કે દંડ લેવાની જરૂર નથી.

દંડ થાય તો જેના ઘરે લગ્ન હતા એ નાત બહાર જાયઃ ગબ્બર ઠાકોર

વધુમાં ગબ્બરે જણાવ્યું હતું કે, બધા ભેગા થઈ સારા નિર્ણય લે તો બંધારણનું પાલન થાય. અલ્પેશભાઈ કહે છે કે ડીજે વગાડો બેન કહે છે ડીજે ન વગાડો. ડીજેમાં 5-6 હજારનો ખર્ચ થાય શરણાઈમાં 15000 હજારન ખર્ચ થાય. હું સમાજની માફી માંગી લઉં એમાં કઈ નાના બાપના નથી થઈ જવાો. દંડ થાય તો જેના ઘરે લગ્ન હતા એ નાત બહાર જાય.

મારી સાથે ખોટું થયું છે તમે કેટલી જગ્યાએ મિટિંગો કરશો- ગબ્બર ઠાકોર

હું પૈસાથી ગાવા ગયો મને તો તમે બોલાવો તો પણ આવું. મારી સાથે ખોટું થયું છે તમે કેટલી જગ્યાએ મિટિંગો કરશો. જે થયું એ સારા માટે થયું છે જે થશે એ પણ સારા માટે થશે.

ચંદનજી ઠાકોરે શું કહ્યું.

આ મામલે સમાજ આગેવાન ચંદનજી ઠાકોરે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે હાલ પૂરતો વિવાદ શાંત થયો છે. ગઈકાલે કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક યોજી હતી, જેમાં લવિંગજી, કેશાજી, અમૃતજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બંને કલાકારોએ જાહેર રીતે પોતાની ભૂલ સ્વીકારી હતી. હવે જાબડિયા ગામના આગેવાનો જે નિર્ણય લેશે તેના આધારે આ વિવાદનો સંપૂર્ણ અંત લાવવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બંધારણમાં કેટલાક જરૂરી ફેરફારો સૂચવાઈ રહ્યા છે. પરંતુ તે હાલ એક વર્ષ સુધી યથાવત રાખવામાં આવશે. જો ભવિષ્યમાં જરૂરી બનશે તો આવતા વર્ષે 4 જાન્યુઆરી 2027ના રોજ બંધારણ દિવસે તેમાં યોગ્ય સુધારા કરવામાં આવશે.

ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શું કહ્યું.

આ મામલે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે જો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંને ભાઈ સમાજ સમક્ષ માફી માંગે તો સમાજ તેમને માફ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે બંને સમાજના દીકરા છે અને નાની-મોટી ભૂલો દરેકથી થતી હોય છે, જેથી તેમને એક વર્ષ માટે નાત બહાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરી પાછો ખેંચી શકાય. જ્યારે ઠાકોર સમાજના બંધારણમાં રાસગરબા અને ડીજેના મુદ્દે આગામી દસ દિવસમાં ચર્ચા કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું. આ તરફ સમાજના આગેવાન લેબજી ઠાકોરે ડીજે પર મૂકાયેલા પ્રતિબંધનો નિર્ણય યથાવત્ રાખવાની વાતને સમર્થન આપ્યું હતું.

નિયમોનું ઉલ્લંઘન કરનાર ગબ્બર ઠાકોરને નાત બહાર મુકવાની સજા

જાબડીયા ગામ ખાતે યોજાયેલી ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સમાજના બંધારણ અને નિયમોનું ઉલ્લંઘન કરનાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં બંનેને એક વર્ષ માટે સમાજ બહાર મુકવાની સજા જાહેર કરવામાં આવી.

સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, ગબ્બર અને અર્જુન ઠાકોર દ્વારા વારંવાર સમાજની પરંપરા, નિયમો અને શિસ્તને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ મુદ્દાને ગંભીરતાથી લઈને સમાજે સામાજિક, આર્થિક તેમજ ધંધાકીય તમામ બાબતોમાં બંનેને કોઈપણ પ્રકારનો સાથ સહકાર ન આપવા નિર્ણય કર્યો છે.

સાથ આપનારાને પણ દોષિત ગણવાનો લેવાયો નિર્ણય

આ સાથે જ સમાજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું કે ગબ્બર અને અર્જુન ઠાકોરને જે કોઈ વ્યક્તિઓ સહકાર આપશે, તેમને પણ દોષિત ગણવામાં આવશે અને તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. બેઠકમાં સોશિયલ મીડિયાને લઈને પણ સ્પષ્ટ નિર્ણય લેવાયો હતો. સમાજના તમામ સભ્યોને ગબ્બર અને અર્જુન ઠાકોરને સોશિયલ મીડિયામાંથી અનફોલો કરવા અપીલ કરવામાં આવી હતી, જેથી સમાજના નિર્ણયનું સંપૂર્ણપણે પાલન થાય.

સમાજના વડીલોએ જણાવ્યું કે આ પ્રકારના કડક નિર્ણયોનો હેતુ સમાજની એકતા, શિસ્ત અને ગૌરવ જાળવવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ સભ્ય સમાજના નિયમો ભંગ કરવાની હિંમત ન કરે.

ગત રોજ ઠાકોર સમાજના કલાકાર અને બનાસકાંઠાના જાબડિયામાં રહેતા કલાકાર અર્જુન ઠાકોર ઉપર સમાજ દ્વારા બનાવેલ બંધારણના નિયમોને તોડવાનો આક્ષેપ છે. જે અંગે હવે અર્જુન ઠાકોરે સ્પષ્ટતા આપી છે.

વાત જાણે એમ છે કે ઠાકોર સમાજ દ્વરા હમણાં થોડા દિવસ પહેલા જ એક મોટું સંમેલન કરીને સમાજના લોકો માટે એક બંધારણ બનવાયું હતું જેમાં દીકરીના ભણતરથી લઈને, તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા હતા અને સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતાં ખોટ ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવ્યા હતા. જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટા DJ સાથે લઈ જવાશે નહીં. આ નિયમને નેવે મૂકીને અર્જુન ઠાકોર DJ લઈને લગ્નનો વરઘોડો લઈને નીકળ્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ મુદ્દાને લઈને સમાજના અગ્રણીઓમાં રોષ હતો. અને ઠાકોર સમાજમાં પણ પ્રશ્નો થયા હતા કે જો સમાજના જાણીતા કલાકારો જ નિયમોનો ભંગ કરશે તો સમાજમાં તેની શું અસર પડશે? હવે આ મુદ્દે બનાસકાંઠાના જાબડિયામાં વરઘોડામાં DJ મુદ્દે સ્પષ્ટતા કરી છે.  DJ સંચાલકના ભાઈ અર્જુન ઠાકોરે આક્ષેપ ફગાવ્યાં છે અને તેમને કહ્યું છે કે અમે એકપણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. તમે 16 મુદ્દાનું બંધારણ વાંચી શકો છો.

અર્જુન ઠાકોરે કહ્યું કે,

"હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે ઠાકોર સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તો બંધારણમાં જે 16 નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેમાંથી એકનું પણ ઉલ્લંઘન નથી કર્યું. અમારા વિરોધીઓએ આ વીડિયો બનાવ્યા છે પણ અમે 16 મુદ્દામાંથી એકનું પણ ઉલ્લંઘન કર્યું નથી."

આ પણ વાંચોઃ સુરતમાં સામૂહિક આપઘાત, પતિ-પત્ની અને પુત્રે ઝેરી દવા પીધી, ચાર દિવસ પહેલાં સાઉદી યાત્રા કરીને આવ્યા'તાં

જો કે થોડા દિવસો પહેલા મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન સાદાઈથી કરીને સમાજમાં એક મજબૂત સંદેશ આપ્યો છે કે, લગ્ન પ્રસંગોમાં ખર્ચાળ દેખાડા કરતાં સંસ્કાર અને પરંપરાનું મહત્વ વધારે છે. તેમના આ પગલાંને સમાજમાં વ્યાપક પ્રશંસા મળી હતી. તેમાં ઠાકોર સમાજના નવા બંધારણનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં થતો જોવા મળ્યો. મંત્રી સ્વરૂપજી ઠાકોરે નિયમોનું પાલન કરીને સમાજના અન્ય લોકોને પણ સાદાઈ અપનાવવા અને ખોટા ખર્ચ ટાળવા માટે પ્રેરણા આપી તો બીજી તરફ અર્જુન ઠાકોરે આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હવે અર્જુન ઠાકોરે નિયમો તોડયા છે કે નહીં તે અંગે ઠાકોર સમાજ શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહયું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha news Thakor society,
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ