બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Finger Gemstone: Which Ratna should be wore on which finger according to astrology

જ્યોતિષ / કઈ આંગળીમાં કયા રત્નની અંગૂઠી પહેરવી જોઈએ? નિયમમાં રહેશો તો સુખ જ સુખ ભોગવશો, એક ક્લિકમાં કરાવશે લાભ

Vaidehi

Last Updated: 04:37 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રત્નને કોઈપણ આંગળીમાં ધારણ ન કરવું જોઈએ. રત્ન ધારણ કરવા માટે ન માત્ર સાચી આંગળીની પસંદગી કરવી પડે છે પણ તેને પહેરવા માટેનો ચોક્કસ સમય અને દિવસ પણ નક્કી કરવો પડે છે.

  • લોકો આંગળી પર વિવિધ રત્ન પહેરવાનું પસંદ કરે છે
  • જ્યોતિષ શાસ્ત્રમાં રત્નને ગ્રહો સાથે જોડવામાં આવે છે
  • નિયમોનું પાલન કરીને રત્ન ધારણ કરવામાં આવે તો ફાયદો મળે છે

કુંડળીમાં દોષ દૂર કરવા અને જીવનમાં આવનારી મુશ્કેલીઓથી બચવા માટે કેટલાક લોકો આંગળીમાં રત્ન ધારણ કરે છે. માન્યતા છે કે રત્નોનાં પ્રભાવથી જાતકનાં જીવનમાંથી દુ:ખ દુર થાય છે. પણ રત્ન ધારણ કરવાનાં કેટલાક નિયમો છે. જેનું પાલન ન કરવાથી મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધી શકે છે. વૈદિક જ્યોતિષ જાણકારો અનુસાર કોઈપણ રત્ન કોઈપણ આંગળીમાં ન પહેરી શકાય. માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિને સુધારવા માટે પણ રત્નોને યોગ્ય આંગળીમાં પહેરવામાં આવે છે. 

કઈ આંગળીમાં કયો રત્ન પહેરવો શુભકારી?
અંગૂઠો
: એવું માનવામાં આવે છે કે અંગૂઠો વ્યક્તિની ઈચ્છાશક્તિને દર્શાવે છે. સામાન્યરીતે આ કોઈપણ રત્ન સાથે જોડાયેલ નથી રહેતો પણ જાણકારો અંગૂઠામાં રૂબી કે ગાર્નેટ પહેરવાની સલાહ આપતાં હોય છે. કેટલાક લોકો અંગૂઠા પર મોટો રત્ન કે સ્ટેટમેંટ પીસવાળી રીંગ પહેરવાનું પસંદ કરે છે.

તર્જની (પોઈન્ટ ફિંગર): તર્જનીને મોટાભાગે બુધ ગ્રહ સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ આંગળી પર પીળો નીલમ અથવા સિટ્રીન જેવા રત્ન પહેરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેને પહેરવાથી વ્યક્તિની નેતૃત્વની ક્ષમતા નિખરે છે અને મહત્વકાંક્ષા અને આધ્યાત્મિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે.

મધ્યમા: મધ્યમા આંગળી શનિ ગ્રહ સાથે જોડાયેલી હોય છે. બ્લૂ નીલમ મોટાભાગે અનુશાસન, ફોકસ અને સંતુલન જેવા ગુણોને વધારે સારા કરવા માટે આ આંગળી પર પહેરવામાં આવે છે. આ સિવાય અશાંત મન અને સ્વભાવમાં ધૈર્ય લાવવા માટે પણ નીલમને આ આંગળીમાં પહેરવું શુભ માનવામાં આવે છે.

અનામિકા: અનામિકાને પારંપરિક રૂપે સૂર્ય ગ્રહ સાથે જોડવામાં આ આંગળીમાં માણેક જેવા રત્ન પહેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માણેકને આ આંગળીમાં પહેરવાથી સુખ સમૃદ્ધિ અને જીવનમાં સકારાત્મકતા આવે છે.

નાની આંગળી: તેને પિંકી ફિંગર પણ કહેવામાં આવે છે. નાની આંગળીનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે. કૌશળ, રચનાત્મકતા અને બુદ્ધિને તેજ બનાવવા માટે લોકો આ આંગળી પર પન્ના જેવા રત્નો પહેરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ