ઓછી આવક હોય ત્યારે બચત કરવું અઘરું થઈ જતું હોય છે પરંતુ વ્યક્તિએ પોતાની કમાણીનાં એક ચોક્કસ ભાગની બચત કરવી જ જોઈએ.
ઓછી કે વધારે આવકવાળા તમામ લોકોએ બચત કરવી
ઘણી વખત લોકો બચત કરવામાં નિષ્ફળ રહેતાં હોય છે
તેવામાં એક સામાન્ય ફોર્મ્યૂલા અપનાવી વાર્ષિક મોટી બચત કરી શકશો
દરેક વ્યક્તિની સેલેરી સમાન નથી હોતી. કેટલાકની સેલેરી ઓછી તો કોઈની વધારે હોય છે તેવામાં ઓછી સેલેરીવાળા લોકો હંમેશા ફરિયાદ કરતાં રહે છે કે તેઓ સેવિંગ કરવા ઈચ્છે છે પણ કરી નથી શકતાં. પૈસા કોઈને કોઈ જગ્યાએ ખર્ચ થઈ જ જાય છે. ઓછી આવકનાં કારણે લોકો સેવિંગ કરવાનું ન ચૂકે તે માટે એક રસ્તો અપનાવી શકાય છે.
આટલી હોવી જોઈએ સેવિંગ
લોકોની સેલેરી ગમે તેટલી હોય પણ બચત કરવાની આદત જરૂરથી રાખવી જોઈએ. તેવામાં લોકોએ પોતાની સેલેરીનો ઓછામાં ઓછો 10% ભાગ બચાવવો જોઈએ. ધારો કે વ્યક્તિની સેલેરી 3 લાખ રૂપિયા છે તો તેની વાર્ષિક બચત 10%નાં હિસાબે 30 હજાર રૂપિયા થશે. અને જો 10 લાખ રૂપિયા સેલેરી છે તો 10% હિસાબે 1 લાખ રૂપિયાની વાર્ષિક બચત થાય છે.
મિનિમમ સેવિંગ
સેલેરીનો 10% ભાગ એ મિનિમમ સેવિંગ કહેવાય. જો 10%થી વધારેની બચત કરી શકાય છે તો એ પ્લસ માનવામાં આવશે. આ ફોર્મ્યૂલા ઓછી કે વધારે તમામ પ્રકારની આવકનાં લોકોને લાગૂ પડે છે. વધુ કમાણી કરતાં લોકો વાર્ષિક 10%થી વધારેની પણ બચત કરી શકે છે.
આ બચતથી અનેક ફાયદાઓ
જો વ્યક્તિ પોતાની સેલેરીમાંથી મિનિમમ 10% બચાવી શકે છે તો વર્ષનાં અંતે અથવા તો થોડા વર્ષોમાં સારી એવી બચત થઈ શકશે જેનો ઉપયોગ લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા અથવા તો ઈમેરજન્સી સમયે કરી શકે છે.